2 મિનિટ પેહલા
- કૉપી લિંક
આજે દિલ્હીમાં મતગણતરીનો દિવસ છે. મત ગણતરી ચાલી રહી છે. શરૂઆતના વલણો ભાજપની તરફેણમાં આવી રહ્યા છે. અત્યાર સુધીના આંકડા મુજબ, ભાજપ 32 બેઠકો પર આગળ છે જ્યારે AAP માત્ર 14 બેઠકો પર આગળ છે. મતગણતરી દરમિયાન, જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી અને નેશનલ કોન્ફરન્સના નેતા ઓમર અબ્દુલ્લાએ ટ્વીટ કરીને કોંગ્રેસ અને AAP પર નિશાન સાધ્યું છે. વાંચો નેતાઓની પ્રતિક્રિયા…
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર ‘મહાભારત’ સીરિયલનો એક દૃશ્ય શેર કરતા ઓમર અબ્દુલ્લાએ ફક્ત આટલું જ લખ્યું, ‘તમારી વચ્ચે લડો!’… સ્પષ્ટ છે કે તેઓ દિલ્હીમાં કોંગ્રેસ અને AAP દ્વારા અલગ-અલગ ચૂંટણી લડવાના નિર્ણયનો ઉલ્લેખ કરી રહ્યા છે.
વિધાનસભા ચૂંટણીમાં ‘ઇન્ડિયા’ બ્લોક કામ કરતું નથી કોંગ્રેસ અને AAP કેન્દ્રમાં ઇન્ડિયા બ્લોકનો ભાગ છે, પરંતુ વિધાનસભા ચૂંટણીમાં આ ગઠબંધન કામ કરતું નથી. પહેલા હરિયાણામાં અને પછી દિલ્હીમાં, કોંગ્રેસ અને AAP એકબીજા સામે લડ્યા અને બંને જગ્યાએ ભાજપને ફાયદો થયો.
એક્ઝિટ પોલ સાચા સાબિત થઈ રહ્યા છે દિલ્હીમાં 5 ફેબ્રુઆરીએ મતદાન થયું હતું. પરિણામો પહેલા જાહેર થયેલા એક્ઝિટ પોલમાં કહેવામાં આવ્યું હતું કે આ વખતે દિલ્હી ભાજપ માટે દૂર નથી, એટલે કે એક્ઝિટ પોલમાં ભાજપને બહુમતી મળવાનું કહેવામાં આવ્યું હતું. શરૂઆતના વલણોમાં એક્ઝિટ પોલ સાચા સાબિત થઈ રહ્યા હોય તેવું લાગે છે.
અન્ના હજારેએ કહ્યું- હું સમજાવતો રહ્યો, પણ તેઓ દારૂને લઈને આવ્યા
દિલ્હી ચૂંટણીના વલણો પર અન્ના હજારેએ કહ્યું કે ચૂંટણી લડતી વખતે ઉમેદવાર માટે શુદ્ધ આચરણ, શુદ્ધ વિચારો, નિર્દોષ જીવન અને બલિદાન હોવું મહત્ત્વપૂર્ણ છે. જો કોઈ ઉમેદવારમાં આ ગુણો હોય, તો મતદારોને તેમના પર વિશ્વાસ હોય છે. હું તેમને વારંવાર કહેતો રહ્યો, પણ તેમના ધ્યાનમાં ન આવ્યું અને તેઓ દારૂ લઈને આવ્યા. દારૂ એટલે ધન-સંપત્તિ સાથે સંબંધ
ભાજપની જીત જોતા ભાજપ કાર્યકર પુનીત વોહરા ભાવુક થયા, જૂઓ વીડિયો…
લક્ષ્મી નગર મતવિસ્તારના ભાજપના ઉમેદવારે શું કહ્યું આ આદરણીય મોદીજીનો વિજય છે જેમના આશીર્વાદથી લોકોએ નક્કી કર્યું છે કે ભાજપ દિલ્હીમાં સરકાર બનાવશે. લક્ષ્મી નગર મતવિસ્તારના લોકો અને ભાજપના કાર્યકરોએ મને ઘણો ટેકો આપ્યો.
દિલ્હી ચૂંટણીના પરિણામને લઈ વિજય રૂપાણીએ શું કહ્યું…
દિલ્હી વિધાનસભાની ચૂંટણી અંગે તેમણે કહ્યું કે, શરૂઆતી ટ્રેન્ડમાં ભાજપ આગળ વધી રહી છે અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ દ્વારા કરવામાં આવેલા વાયદાઓ ખોટા સાબિત થઈ રહ્યા છે. દિલ્હીના લોકોનું માનવું છે કે, દિલ્હી 10 વર્ષ પાછળ જતી રહી છે. આમ આદમી પાર્ટીએ ખોટી રેવડીઓ અને ખોટા વાયદા કરી ખાલી લોકોને છેતરવાનું જ કામ કર્યું છે, દેશ વિરોધી પ્રવૃત્તિઓ કરી છે. હવે દિલ્હીમાં 27 વર્ષ બાદ ભાજપનું શાસન આવશે.
રમેશ ટીલાળાએ દિલ્હી ચૂંટણી પર પ્રતિક્રિયા આપી
રમેશ ટીલાળાએ જણાવ્યુ હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિકસિત ભારત પર કામ કરી રહ્યા છે. જેમાં મારો દેશ સમૃદ્ધ અને વિકસિત બને તેમજ દરેક નાગરિક સમૃદ્ધ થાય તે માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. જેને લઈને દિલ્હીમાં સંપુર્ણ બહુમતીથી ભાજપની સરકાર બને તેવું લાગી રહ્યું છે. અગાઉની સરકારે ખૂબ જ ભ્રષ્ટાચાર કર્યા છે. અને દિલ્હીનો વિકાસ ન થાય તેવી કામગીરી કરી છે. જેને લઈ દિલ્હીનો વિકાસ ઇચ્છતી જનતાએ ભારતીય જનતા પાર્ટીનો સ્વીકાર કર્યો છે. લોકો સમજી ચુક્યા છે કે ભાજપ જ દિલ્હીનો વિકાસ કરી શકે છે. આ કારણે લોકોએ ભાજપને વિજયી બનાવવાનો નિર્ણય કર્યો હોય તેવું લાગી રહ્યું છે.