ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ, અમદાવાદના આદેશ અનુસાર શનિવારે ભરૂચ જિલ્લામાં સ્પેશિયલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના ચેરમેન અને મુખ્ય જિલ્લા ન્યાયાધીશ આર.કે. દેસાઈના માર્ગદર્શન તથા સેક્રેટરી ડી.બી. તિવારી
.
લોક અદાલતમાં વકીલ બાર એસોસિએશનના પ્રમુખ અને હોદ્દેદારો, ન્યાયખાતાના કર્મચારીઓ તેમજ બેંક ઓફ બરોડાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચ જિલ્લાની તમામ કોર્ટમાંથી કુલ 925 કેસો નિકાલ માટે મૂકવામાં આવ્યાં હતા. જેમાંથી 227 કેસોનો સફળતાપૂર્વક નિકાલ કરવામાં આવ્યો હતો. નિકાલ થયેલા કેસોમાં 170 ચેક બાઉન્સના, 18 લગ્ન વિષયક, 20 સિવિલ દાવા, 17 મોટર અકસ્માત વળતરના અને 2 જમીન સંપાદન વળતરના કેસોનો સમાવેશ થાય છે.