ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અંતર્ગત સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા ભાવનગરમાં ખેલ મહાકુંભ 3.0નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. સરદાર પટેલ રમત સંકુલ ખાતે 5થી 11 ફેબ્રુઆરી 2025 દરમિયાન જિલ્લા કક્ષાની ટેનિસ સ્પર્ધાનું
.
ખેલ મહાકુંભનો મુખ્ય ઉદ્દેશ ગુજરાતના નાગરિકોમાં રમત-ગમત પ્રત્યે રુચિ વધારવાનો અને સુપ્ત પ્રતિભાઓને શોધવાનો છે. રાજ્ય સરકારે આ કાર્યક્રમને વાર્ષિક રમતોત્સવ તરીકે સંસ્થાકીય સ્વરૂપ આપ્યું છે. આ સ્પર્ધાના સફળ આયોજન માટે ટેનિસ પ્લેયર એસોસિયેશન ભાવનગરના સેક્રેટરી દેવાંગ રંગાની અને તેમની ટીમનો સહયોગ મળ્યો છે. SAG કોચ હિરવાબેન લિંબચિયા, કન્વીનર શરદ ગોહેલ અને અમન ડેરૈયાએ કાર્યક્રમનું શ્રેષ્ઠ આયોજન કર્યું છે. સમગ્ર કાર્યક્રમ જિલ્લા રમતગમત અધિકારી નરેશ ગોહિલ અને જિલ્લા રમત વિકાસ અધિકારી દિવ્યરાજસિંહ બારીયાના સંયુક્ત માર્ગદર્શન હેઠળ યોજાઈ રહ્યો છે.
![](https://images.bhaskarassets.com/web2images/960/2025/02/08/1abefccf-5376-49f6-9869-6843da674766_1739021285774.jpg)