કાલાવડ નગરપાલિકાની આગામી સામાન્ય ચૂંટણી-2025ને ધ્યાનમાં રાખીને સ્થાનિક પોલીસ તંત્ર દ્વારા સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવી છે. જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂ અને ગ્રામ્ય ડીવાયએસપી રાજેન્દ્ર દેવધાએ કાલાવડ શહેરના વિવિધ વિસ્તારોનું નિરી
.
ઉચ્ચ પોલીસ અધિકારીઓએ શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ કરી પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. તેમણે ક્રિટિકલ બૂથ, મતદાન મથકોના બિલ્ડિંગ અને મતપેટીઓ સુરક્ષિત રાખવા માટેના સ્ટ્રોંગ રૂમની મુલાકાત લીધી હતી. આ નિરીક્ષણ દરમિયાન ચૂંટણી સંબંધિત સુરક્ષા વ્યવસ્થા અને આયોજનની વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી.
આ નિરીક્ષણનો મુખ્ય હેતુ આગામી નગરપાલિકા ચૂંટણીમાં કોઈપણ અનિચ્છનીય ઘટના ન બને અને શાંતિપૂર્ણ રીતે મતદાન પ્રક્રિયા સંપન્ન થાય તે સુનિશ્ચિત કરવાનો છે. પોલીસ તંત્ર દ્વારા ચૂંટણી સુધી નિયમિત પેટ્રોલિંગ અને સતત નિરીક્ષણ ચાલુ રાખવામાં આવશે.
![](https://images.bhaskarassets.com/web2images/960/2025/02/08/07a9243d-b9ba-4862-bff9-1e8a710c23de_1739025808976.jpg)
![](https://images.bhaskarassets.com/web2images/960/2025/02/08/ef6d59a5-ee97-4911-9d45-8fe53d0bc668_1739025808974.jpg)