જામનગર મહાનગરપાલિકાનું લેણું એક વર્ષમાં રૂ.204 કરોડ વધ્યું છે. જો આ લેણાંની કડક વસૂલાત થાય તો નવા કરબોજની જરૂર પડે નહીં આટલું જ નહીં બાકી વેરા, ફી ઉઘરાવામાં આવે તો આવક વધશે અને વિકાસ કાર્યો ઝડપથી થશે. હાલમાં મનપા પાસે નાણાંની ખેંચના કારણે મોટાભાગના ક
.
પરંતુ આ કામો સરકાર તરફથી મળનાર સંભવિત ગ્રાન્ટ આધારિત હોય ગ્રાન્ટની ફાળવણી અનુસાર ક્રમશ: હાથ ધરવાની કટીબધ્તા દર્શાવામાં આવી છે. પરંતુ બીજી બાજુ મહાનગરપાલિકાનું લેણું એક વર્ષમાં રૂ.204 કરોડ વધ્યું છે. કારણ કે, વર્ષ 20234-24માં રિવાઇઝડ બજેટમાં જુદા-જુદા બાકી વેરા, ફીનું લેણું રૂ.562 કરોડ હતું. જેની સામે વર્ષ 2024-25ના રિવાઇઝડ અને 2025-26ના ડ્રાફટ અંદાજપત્રમાં આ લેણું વધીને રૂ.766 કરોડે પહોંચ્યું છે. ચાલુ વર્ષના બજેટમાં રૂ.11 કરોડથી વધુનો કરબોઝ ઝીંકાયો છે. પરંતુ જો બાકી લેણાં વસૂલવામાં આવે તો નવા કરબોજ અને ગ્રાન્ટની જરૂર પડે નહીં તે નરી વાસ્તવિકતા છે.
આ પગલાંથી મનપાનો ખર્ચ ઘટશે, શહેરીજનોની સુખાકારી વધશે
- શહેરની હદ 128 કીમી અને વસતી 8 લાખની હોવા છતાં ફકત 12 રૂટ પર મોટી સીટી બસ દોડી રહી છે. વર્ષે રૂ.2 કરોડનો ખર્ચ થાય છે. ત્યારે જો નાની સીટી બસ દોડાવામાં આવે તો થોડા વ્યકિતઓથી ચલાવી શકાય અને મનપાનો ખર્ચ ઘટે.
- નવા કાયદેસર નળજોડાણ માટે રૂ.4500થી 5000નો ખર્ચ કરવો પડે છે. જેની સામે ભૂતિયા નળજોડાણ હજુ પણ શહેરમાં છે. જે આસામીઓને બીલ આવતા નથી. આ માટે ખાસ ઝુંબેશ શરૂ કરી ફોજદારી કાર્યવાહી કરવી જોઇએ જેથી ખર્ચ ઘટે. ભૂતિયા નળજોડાણ નિયમિત કરવાથી આવક થશે.
- પાણીના ઓછા ફોર્સની ફરિયાદો જે વિસ્તારોમાંથી આવે છે તેમાં પ્રથમ સર્વે કરાવી કેટલા નળજોડાણ છે કેટલા આસામી ટેકસ ભરે છે તેનો સર્વે કરી નવી લાઇન નાખવી જોઇએ.
- શહેરમાં જાડાના તથા અન્ય જે નવા વિસ્તારો ભળ્યા છે તેમાં પ્રાથમિક સુવિધા ડેવલોપરે આપવાની હોય છે તેના બદલે મનપા આપે છે. આથી આ રકમ ડેવલોપર પાસે ભરાવી જોઇએ. જે બોન્ડ આપી ડેવલોપર સુવિધા આપે તે પ્રથા બંધ કરવી જોઇએ અને જે ચાર્જ થાય તે ભરાવો જોઇએ. કારણ કે, મોટાભાગના ડેવલોપર પાછળથી સુવિધા આપતા નથી.
- શહેરના દરેક વિસ્તારોમાં રેંકડીઓના ત્રાસની સમસ્યા છે. આથી સૌપ્રથમ આ પ્રકારના પોકેટ એરિયા પસંદ કરી સ્ટેન્ડ પાસની પ્રથા શરૂ કરવાથી મનપાને આવક થશે.
- ડોર ટુ ડોર કચરાની ગાડીમાં છાશવારે કેરણ ભર્યાની ફરિયાદો ઉઠે છે. આથી આ બાબતે કડક સતત કડક ચેકીંગની અમલવારીથી ખોટા ખર્ચમાં કાપ મૂકાશે. જામનગર મહાપાલિકા પાસે નાણાંની ખેંચના કારણે મોટાભાગના કાર્યો ગ્રાન્ટ આધારિત હોય છે