9 મિનિટ પેહલાલેખક: કિરણ જૈન
- કૉપી લિંક
મોડેલિંગ દ્વારા ઓળખ મેળવનાર રોહમન શોલને ઘણા લોકો સુષ્મિતા સેનના એક્સ બોયફ્રેન્ડ તરીકે પણ ઓળખે છે. પરંતુ હવે તે પોતાની કારકિર્દી અને પોતાના પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યો છે. એક્ટિંગમાં આવ્યા પછી, તેણે પોતાને એક નવા દ્રષ્ટિકોણથી જોયો અને સમજ્યો છે.
તાજેતરમાં, દિવ્ય ભાસ્કર સાથેની ખાસ વાતચીતમાં, તેણે તેની કારકિર્દી, રિલેશનશીપ અને તેમના જીવનમાં આવેલા ફેરફારો વિશે ખુલીને વાત કરી.
![](https://images.bhaskarassets.com/web2images/521/2025/02/08/4_1739010411.jpg)
તમારા પ્રોફેનલ જીવન કરતાં તમારા પર્સનલ જીવન પર વધુ ધ્યાન ગયું, તમે તેને કેવી રીતે બેલેન્સ કર્યું? રોહમનના પર્સનલ જીવન, ખાસ કરીને સુષ્મિતા સેન સાથેના તેના સંબંધોએ તેના પ્રોફેસનલ જીવન કરતાં વધુ ધ્યાન ખેંચ્યું. પરંતુ તેણે ક્યારેય તેને પ્રેશર બનવા દીધું નહીં. રોહમને કહ્યું, શરૂઆતમાં, મને લોકો મારા વિશે શું વિચારે છે તેની પરવા નહોતી. પણ જ્યારે મારો સંબંધનો અંત આવ્યો અને મેં એક્ટિંગની શરૂઆત કરી, ત્યારે આ તે મારો ઈમોશનલ સ્પોર્ટ બની ગયો. એક્ટિંગથી મને માનસિક અને ઈમોશનલી શાંતિ મળી. ક્યારેક કોઈ સીન તમને અંદરથી સાજા કરી દે છે અને તમને તેનો ખ્યાલ પણ નથી હોતો. પણ જ્યારે તમે સીનમાંથી બહાર આવો છો, ત્યારે તમને રાહત થાય છે.
![](https://images.bhaskarassets.com/web2images/521/2025/02/08/1_1739010495.jpg)
શું સંબંધોની ચર્ચા ક્યારેય પ્રેશરરૂપ બની છે? રોહમન આ પ્રશ્ન પર સ્માઈલ સાથે ખચકાટ વિના જવાબ આપ્યો કે, જે વ્યક્તિનું નામ મારી સાથે જોડાયું છે તે એક લીજેન્ડ છે. આ મારા જીવનનો એક ભાગ હતો અને રહેશે. મને ગર્વ છે કે મારો એક સુંદર સંબંધ હતો. એમાં શું ખોટું છે? પ્રેમ કરવામાં કંઈ ખોટું નથી. આજે પણ, હું તે સંબંધને સુંદર માનું છું અને તેનાથી સંબંધિત બાબતો વિશે મને ક્યારેય કોઈ ફરિયાદ થઈ નથી.
બ્રેકઅપ પછી તમારા જીવનમાં કયા ફેરફારો આવ્યા? બ્રેકઅપ પછી, રોહમને પોતાને સમય આપ્યો અને પોતાને સમજ્યા. તેણે કહ્યું કે, પ્રેમમાં આગળ વધવા માટે, તમારે પહેલા પોતાને પ્રેમ કરવો પડશે તે સમજવામાં મને ત્રણ વર્ષ લાગ્યા. જ્યારે તમે તમારી જાતને સ્વીકારતા નથી, ત્યારે તમે બીજા કોઈ સાથે સંપૂર્ણપણે ખુશ રહી શકતા નથી. આ જ કારણ છે કે ઘણા સંબંધો સફળ થતા નથી. હવે મને લાગે છે કે આગલી વખતે જ્યારે હું કોઈ સંબંધમાં પ્રવેશ કરીશ, ત્યારે તેમાં જૂની વાતોનો બોજ નહીં હોય.
![](https://images.bhaskarassets.com/web2images/521/2025/02/08/2_1739010520.jpg)
શું તમે હજુ પણ પ્રેમમાં માનો છો? રોહમન હસીને કહ્યું, ‘અલબત્ત, મને પ્રેમમાં સંપૂર્ણ વિશ્વાસ છે.’ પહેલાં કારકિર્દી, પછી પ્રેમ – એ જ હવે સૂત્ર છે. પહેલાં મને મારી જાતને સેટ કરવા દો, પછી પ્રેમ થશે. મારા રિલેશનશિપ સ્ટેટસ વિશે વાત કરીએ તો, હું સિંગલ છું. પણ હવે હું માનસિક રીતે નવા સંબંધ માટે તૈયાર છું.
![](https://images.bhaskarassets.com/web2images/521/2025/02/08/comp-31738331188_1739011173.gif)
શું મોડેલિંગથી એક્ટિંગ તરફ જવું મુશ્કેલ હતું? રોહમને કહ્યું કે શરૂઆતમાં તેને પોતાના પર શંકા હતી, પરંતુ ધીમે ધીમે તેનો આત્મવિશ્વાસ વધતો ગયો. ઇન્ડસ્ટ્રીમાં એક શબ્દ વપરાય છે – સુંદર ચહેરો પણ તેઓ અભિનય કરી શકતા નથી, એટલે કે મોડેલો સારા કલાકારો બની શકતા નથી. આ સાંભળ્યા પછી, મને પણ એવું લાગવા લાગ્યું કે આપણે ફક્ત પોઝ આપી શકીએ છીએ. પછી મને મોટો ઝટકો લાગ્યો જ્યારે મને એક ફિલ્મ માટે ફાઇનલ કરવામાં આવ્યો પરંતુ અચાનક કોઈ કારણ વગર મને રિપ્લેસ પણ કરી દીધો. આના કારણે મારો આત્મવિશ્વાસ ઓછો થયો અને હું એક્ટિંગથી દૂર ભાગવા લાગ્યો.
પરંતુ જેમ-જેમ મારા જીવનના અનુભવો વધતા ગયા, તેમ તેમ મને સમજાયું કે હું ફક્ત એક્ટિંગ માટે જ મારી જાતને તૈયાર કરી રહ્યો હતો. એક્ટિંગ ફક્ત ટેકનિકથી નથી આવતી, તે તમારા જીવનના અનુભવોમાંથી આવે છે. હવે મને લાગે છે કે ભગવાન ઇચ્છતા હતા કે હું પહેલાં જીવનને સમજું અને પછી કાર્ય કરું. આજે, જ્યારે હું કેમેરા સામે આવું છું, ત્યારે હું દરેક સીનને મારા જીવનનો હિસ્સો સમજી શકું છું.
શું તમે કોઈ ખાસ ભૂમિકાની રાહ જોઈ રહ્યા છો? હું એવા પાત્રો કરવા માંગુ છું જેનાથી લોકો મારી સાથે જોડાઈ શકે. આ તો ફક્ત શરૂઆત છે, પણ હા, હું પડકારજનક ભૂમિકાઓ કરવા માટે તૈયાર છું. મને એક્શનના રોલ વધારે પસંદ છે.