અમુક પળો પેહલા
- કૉપી લિંક
રાજકોટમાં સોમવારની રાત્રીએ ડબલ મર્ડર ની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે. આર્યનગરમાં એક મકાનમાં જ ઉપર નીચે રહેતા બે પરપ્રાંતીય પરિવાર વચ્ચેની માથકૂટ હત્યા સુધી પહોંચી હતી. શહેરના સંત કબીર રોડ ઉપર આર્ય નગરમાં રહેતા 2 સગ્ગા ભાઈ પર અજાણ્યા શખસોએ છરી વડે જીવલેણ હૂમલો કર્યો હતો. જેમાં એક ભાઈનું ઘટના સ્થળે તો અન્યનુ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ નીપજો હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ સામે આવ્યું છે.
શહેરનાં સંત કબીર રોડ ઉપર રહેતા પરપ્રાંતિય અમિત જૈન અને વિક્કી જૈન નામના બંને ભાઈઓ પર આજે રાત્રે અજાણ્યા શખ્સો દ્વારા છરી વડે હૂમલો કરવામાં આવ્યો હતો. જેમાં બન્ને યુવાનને પેટ અને શરીરના અન્ય ભાગો ઉપર છરીના ઘા મારવામાં આવ્યા હતા જેને કારણે એક ભાઈ તો લોહી લુહાણ હાલતમાં ત્યાં જ ઢળી પડ્યો હતો તો અન્ય ભાઈને ગંભીર હાલમાં 108 એમ્બ્યુલન્સમાં લઈ જવામાં આવ્યો હતો જોકે સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન બીજા ભાઈનુ પણ મૃત્યુ નિપજ્યું હતું
શહેરમાં સોમવારની રાત્રીએ એક સાથે 2 ભાઈઓની કરપીણ હત્યા થઈ હોવાની પ્રાથમિક વિગતો સામે આવી છે ત્યારે મોડી રાત્રે પોલીસ કાફલો સિવિલ હોસ્પિટલે પહોંચી ગયો હતો અને હત્યારાઓને ઝડપી લેવા માટે પોલીસે તપાસ હાથ ધરી છે અને કયા કારણોથી બંને ભાઈઓને હત્યા નીપજાવવામાં આવી તે અંગે પોલિસે ચક્રો ગતિમાન કર્યા છે.
અમે આને સતત અપડેટ કરી રહ્યા છીએ…