વર્ષ 2036માં ઓલિમ્પિક ભારતમાં યોજાય તે માટે પ્રયાસો કરવામાં આવ્યા છે. અમદાવાદને ઓલિમ્પિક સિટી તૈયાર કરવાને લઈને આગોતરું આયોજન રાજ્ય સરકાર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવી રહ્યું છે. નારણપુરા વિસ્તારમાં વરદાન ટાવર પાસે ગુજરાતનું સૌ
.
કેન્દ્ર અને રાજ્ય સરકારના રમતગમત વિભાગ તેમજ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા કરવામાં આવેલા સૂચનો મુજબ ફેરફાર કરવામાં આવ્યા છે. સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં ઇન્ડોર સ્પોર્ટ્સ એરેનામાં ઓલિમ્પિક યોજવા માટે બ્લોક બી અને બ્લોક સી વચ્ચે સેનિટાઇઝડ પેસેજ ઉમેરવામાં આવ્યો છે. આગામી માર્ચ મહિનામાં ઓલિમ્પિક માટે તૈયાર થયેલા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું ઉદ્ઘાટન કરવામાં આવશે.
82,507 ચો.મી. જગ્યામાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ તૈયાર ઓલિમ્પિકને ધ્યાનમાં રાખીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નારણપુરા વિસ્તારમાં વિશ્વકક્ષાનું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવા અંગે 3 વર્ષ પહેલાં નિર્ણય લેવામાં આવ્યો હતો. મ્યુનિસિપલ કોર્પોરેશનના ઇજનેર વિભાગના એડિશનલ સિટી ઇજનેર કૃષિ પંડ્યાએ જણાવ્યું હતું કે, 72,500 ચો.મી. જગ્યામાં નવું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવા માટે 3 વર્ષ પહેલાં પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં પ્લોટમાં વધારો થયો છે. 82,507 ચો.મી. જગ્યામાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવામાં આવ્યું છે. તે મુજબ બિલ્ટઅપ એરિયામાં પણ ખૂબ જ વધારો થતા આર્કિટેક્ટ દ્વારા પ્લાનિંગ અને ડિઝાઈનમાં વખતોવખત સૂચનો મુજબ ફેરફાર અને સુવિધાઓમાં વધારો કરવામાં આવ્યો છે.
700 કરોડથી વધુના ખર્ચે કોમ્પ્લેક્સ બનીને તૈયાર સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયાને મળેલી સૂચના મુજબ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં ઇન્ડોર સ્પોર્ટ્સ એરેનામાં ઓલિમ્પિક યોજવા માટે બ્લોક બી અને બ્લોક સી વચ્ચે સેનિટાઇઝડ પેસેજ ઉમેરવા જણાવવામાં આવ્યું હતું. જે સૂચવેલા સુધારા મુદબ રીવાઇઝડ ટેન્ડર કરવામાં આવ્યું હતું. 700 કરોડથી વધુના ખર્ચે આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનીને તૈયાર થઈ ગયું છે. 95 ટકા જેટલી કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. આગામી માર્ચ મહિનામાં કોમ્પ્લેક્સનું ઉદ્ઘાટન કરવામાં આવે તેવી શક્યતા છે.

850 ટૂ-વ્હીલર અને 800 ફોર-વ્હીલર પાર્ક કરવાની વ્યવસ્થા હશે આ સમગ્ર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનો આખા પ્રોજેકટને 6 ભાગમાં વહેંચવામાં આવ્યો છે, જેમાં એક્વાટિક કોમ્પ્લેક્સ, કોમ્યુનિટી સ્પોર્ટ્સ સેન્ટર, સેન્ટર ફોર સ્પોર્ટ્સ એક્સેલન્સ, ઇન્ડોર મલ્ટી સ્પોર્ટ્સ એરેના, ફિટ ઇન્ડિયા ઝોન અને આઉટડોર સ્પોર્ટ્સનો સમાવેશ કરવામાં આવ્યો છે. સ્પોર્ટ્સ કોમ્પલેક્સમાં કુલ 4 બિલ્ડિંગ અને 6 ગેટ રહેશે. 850 ટૂ-વ્હીલર અને 800 ફોર-વ્હીલર પાર્ક થઈ શકે એવું પાર્કિગ બનાવાશે. ખેલાડીઓ અને પ્રેક્ષકોને ટ્રાન્સપોર્ટેશનની સરળ વ્યવસ્થા રહે એના માટે શહેરની વચ્ચે આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનશે.
સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં શું-શું હશે?



