7 મિનિટ પેહલાલેખક: નિખિલ ભટ્ટ
- કૉપી લિંક
સપ્તાહના પ્રથમ કારોબારી દિવસે ભારતીય શેરબજારમાં કડાકાનો દોર યથાવત્ રહ્યો હતો. મિશ્ર વૈશ્વિક સંકેતો વચ્ચે સપ્તાહના શરૂઆતે બીએસઈ સેન્સેક્સ અને નિફ્ટી ફ્યુચરમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો હતો. વૈશ્વિક સ્તરે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકામાં થતી તમામ સ્ટીલ અને એલ્યુમિનિયમ આયાત પર 25% ડ્યુટી લાદવાની જાહેરાતની અસર વિશ્વભરના શેરબજારો પર સ્પષ્ટપણે દેખાઈ હતી અને જાપાન, દક્ષિણ કોરિયા અને તાઇવાનના બજારો રેડ ઝોનમાં ટ્રેડ થઈ રહ્યા હતા. સ્થાનિક સ્તરે બજેટમાં મોટી જાહેરાતો, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનો રેપો રેટ ઘટાડવાનો નિર્ણય તેમજ દિલ્હી ચૂંટણીના પરિણામોમાં ભારતીય જનતા પાર્ટીનો બહુમતી સાથે વિજયને બજારે ડિસ્કાઉન્ટ કરી કોર્પોરેટ પરિણામોની નેગેટીવ અસર અને ફુગાવો-મોંઘવારીના જોખમી પરિબળે બજારનું સેન્ટીમેન્ટ ફરી ડહોળાઈ રહ્યું હોઈ સાવચેતીમાં ફંડો, ઓપરેટરો, ખેલંદાઓ મિડકેપ, સ્મોલ કેપ શેરોમાં સતત ઓફલોડિંગ કરતાં માર્કેટબ્રેડ્થ નેગેટીવ રહી હતી. કરન્સી માર્કેટની વાત કરીએ તો, વૈશ્વિક ડોલર ઈન્ડેક્સ તથા બોન્ડ યીલ્ડમાં વધારો થતા ભારતીય રૂપિયાના મૂલ્યમાં ઘટાડો જોવા મળ્યો હતો. જયારે ક્રૂડઓઈલના ભાવમાં સાંકડી વધઘટ જોવા મળી હતી.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ 2.0% અને સ્મોલકેપ ઈન્ડેક્સ 2.25% ઘટીને બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી 4225 સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા 3032 અને વધનારની સંખ્યા 1070 રહી હતી, 123 શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે 4 શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે 8 શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
એસએન્ડપી બીએસઈ સેન્સેક્સમાં કોટક બેન્ક 1.20%, ભારતી એરટેલ 0.90%, આઈસીઆઈસીઆઈ બેન્ક 0.48%, ટેક મહિન્દ્ર 0.41%, એચસીએલ ટેકનોલોજી 0.40%, ટીસીએસ લી. 0.15% અને હિન્દુસ્તાન યૂનિલિવર 0.01% વધ્યા હતા, જયારે પાવર ગ્રીડ કોર્પોરેશન 3.45%, ટાટા સ્ટીલ 3.11%, ઝોમેટો લિ. 2.87%, ટાઈટન કંપની 2.83%, બજાજ ફાઈનાન્સ 2.15%, એનટીપીસી લી. 2.07%, મહિન્દ્રા & મહિન્દ્રા 2.02%, ટાટા મોટર્સ 1.52%, અલ્ટ્રાટેક સિમેન્ટ 1.36%, ઇન્ફોસિસ લી. 1.24%, એકસિસ બેન્ક 1.13% અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ 1.06% ઘટ્યા હતા.
નિફ્ટી ફ્યુચર ટેકનિકલ લેવલ નિફ્ટી ફ્યુચર બંધ :- ( 23459 ) :- આગામી વધઘટે સંભવિત નિફ્ટી ફ્યુચર 23272 પોઈન્ટના પ્રથમ અને 23202 પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે 23505 પોઈન્ટ થી 23575 પોઈન્ટ ની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં 23202 પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી.
બેન્ક નિફ્ટી ફ્યુચર ટેકનિકલ લેવલ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ :- ( 50234 ) :- આગામી વધઘટે સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર 50474 પોઈન્ટ પ્રથમ અને 50606 પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે 50133 પોઈન્ટ થી 50088 પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. બેન્ક નિફ્ટી ફ્યુચરમાં 50606 પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી.
ફ્યુચર સ્ટોક સંદર્ભે સ્પેસિફિક ટેકનિકલ લેવલ મુથુત ફાઈનાન્સ ( 2210 ) :- મુથુત ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.2188 આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.2170 ના સ્ટોપલોસથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.2247 થી રૂ.2254 નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.2260 ઉપર તેજી તરફી ધ્યાન.
એસીસી લિ. ( 1966 ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.1930 આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.1909 ના સપોર્ટથી આ સ્ટોક રૂ.1988 થી રૂ.2008 ભાવ નોંધાવે તેવી સંભાવના છે.
એસબીઆઈ લાઈફ ( 1452 ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ લાઈફ ઈન્સ્યુરન્સ સેક્ટરનો આ સ્ટોક રૂ.1477 આસપાસ વેચવાલી થકી રૂ.1424 થી રૂ.1408 ના નીચા મથાળે ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.1490 નો સ્ટોપલોસ ધ્યાને લેવો.
બાટા ઈન્ડિયા ( 1338 ) :- રૂ.1373 આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.1380 ના સ્ટોપલોસે તબક્કાવાર રૂ.1303 થી રૂ.1288 નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.1393 ઉપર તેજી તરફી ધ્યાને લેશો.
બજારની ભાવિ દિશા… મિત્રો, વર્તમાન વર્ષના જાન્યુઆરીમાં ભારતીય ઈક્વિટી કેશમાં નેટ વેચવાલ રહ્યા બાદ વિદેશી સંસ્થાકીય રોકાણકારો વર્તમાન મહિનાના પ્રથમ સપ્તાહમાં પણ ઈક્વિટી કેશમાં નેટ વેચવાલ રહ્યા છે. જાન્યુઆરીમાં ઈક્વિટી કેશમાં એફઆઈઆઈએ રૂ.87374 કરોડની નેટ વેચવાલી કરી હતી. ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં એફઆઈઆઈએ કેશમાં રૂ.10179.40 કરોડની નેટ વેચવાલી કરી છે. કેલેન્ડર વર્ષ 2025માં અત્યારસુધી ઈક્વિટી કેશમાં રૂ.97000 કરોડથી વધુની વેચવાલી આવી પડી છે.
ડોલર ઈન્ડેકસમાં મજબૂતાઈ તથા અમેરિકન બોન્ડ યીલ્ડસમાં વૃદ્ધિને કારણે વિદેશી રોકાણકારો ભારતીય ઈક્વિટીસમાંથી રોકાણ પાછા ખેંચી રહ્યા છે. જો કે ડોલર ઈન્ડેકસ તથા બોન્ડ યીલ્ડ ઘટવા લાગતા આગળ જતા એફઆઈઆઈની વેચવાલી પણ ધીમી પડવા શકયતા છે. આગામી નાણાં વર્ષના બજેટમાં આકર્ષક દરખાસ્તો અને રિઝર્વ બેન્ક દ્વારા વ્યાજ દરમાં કપાતને જોતા શેરબજારમાં તબક્કાવાર સુધારો જોવા મળવાની અપેક્ષા છે. જો કે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીની થનારી બેઠક તેમજ આર્થિક વિકાસ દર તથા કંપનીઓના પરિણામો બજારની લાંબા ગાળાની દિશા નિશ્ચિત કરનારા પરિબળો બની રહેશે.