મુન્દ્રાના મુખ્ય માર્ગો પર બેફામ વિચરતા ચોપગા પશુઓ અંગે પ્રશાસન સમક્ષ અનેક રજૂઆતો કરવામાં આવી છે ભૂતકાળમાં આખલાની હડફેટે ચડેલા ત્રણ રાહદારીને જીવ ખોવાનો વારો સુદ્ધાં આવી ચુક્યો છે છતાં દરજ્જો મળ્યાના ચાર વર્ષ પછી પણ પાલિકા સમસ્યા નિવારવામાં સદંતર નિષ
.
નગરના કોટ અંદરના વિસ્તારમાં જવાહર ચોકથી ઉભી બજાર નદીવાળા નાકા સુધી,તેમજ ઓસવાળ શેરી,ભાટિયા ચોક,ખારવા ફળિયું,ગુંદી ફળિયું,બોર્ડિંગ વાડી શેરી,હસનપીર બજાર સહિતના અનેક આંતરિક વિસ્તારોમાં બેફામપણે વિચરતા પશુઓ ખાસ કરીને વ્યસ્કો તથા મહિલાઓ માટે જોખમરૂપ સાબિત થઇ રહ્યા છે.
ભૂતકાળમાં મુખ્ય બજારમાં સાહેબ હોટલ નજીક તેમજ જવાહરચૉકમાં વ્યસ્ક વેપારીને માતેલા સાંઢે હડફેટે લઇ મોત નિપજાવ્યું હોવાની ઘટના પણ ચોપડે બોલે છે.બીજી તરફ અતિ વિકસિત એવા બારોઇ રોડ પર તો પશુઓના ઉપદ્રવે માઝા મુકી છે.માર્ગની વચ્ચે ડિવાઈડર પર અડિંગો જમાવી બેઠેલ પશુધન ગમે તે ઘડીએ રાહદારી કે વાહનચાલકો પર ત્રાટકે તેવી સ્થિતિ નિર્માણ પામી છે.
અત્રે નોંધનીય છે કે અગાઉ યોજાયેલી પાલિકાની સામાન્યસભામાં સર્વસંમતિથી બારોઇ સ્થિત ઢોરવાળા પાછળ આઠ લાખ રૂ ખર્ચ કરવાનો નિર્ણય સર્વસંમતિથી લેવાયો હતો.તેમજ ગોયરસમા માં વથાણ માટે ઉચ્ચ સ્તરે જમીન ફાળવવાની માંગ સુદ્ધાં કરાઈ હતી જેને સુસ્ત પ્રતિસાદ સાંપડ્યો છે.ત્યારે હવે લોકો તાત્કાલિક ધોરણે રખડતા પશુઓનું સ્થળાંતર તેમજ રેઢા મુકી દેતા ઢોર માલિકો વિરુદ્ધ દંડનીય કાર્યવાહી થાય તેવું ઈચ્છી રહ્યા છે.
સુધરાઈની પ્રથમ સામાન્ય સભામાં પશુઓનું ગુંદાલા ખાતે સ્થળાંતર કરવાનો કોલ અપાયો હતો મુન્દ્રા બારોઇ સંયુક્ત પણે નગરપાલિકા જાહેર થયા બાદ નવી ચૂંટાયેલી બોડીએ પ્રથમ સામાન્ય સભામાં લોકો માટે ત્રાસદાયી બનેલા ચોપગા પશુઓને સ્થાનિક પાંજરાપોળ સાથે બેઠક કરી ગુંદાલા સ્થિત જીવદયા કેન્દ્રમાં ખસેડવાનો કોલ અપાયો હતો.ગણતરી ના દિવસો દરમ્યાન ઢોરો પુરી ને ત્યાં મુકવામાં પણ આવ્યા અને બાદમાં અચાનક પશુઓના સ્થળાંતર પર રોક લાગી ગઈ હોવા સંદર્ભે લોકો આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે.
ઢોરોને ખુલ્લા મૂકી દેતા માલિકો સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી બીજી તરફ ફક્ત દૂધની દોહાઈ પૂરતા સ્વાર્થ ખાતર ઢોરો પાડતા માલિકો પોતાનું કામ પૂર્ણ થયે પશુઓને ખુલ્લા મૂકી દેતા હોવાની બાબત સર્વવિદિત છે માટે સુધરાઈ દ્વારા તેમની વિરુદ્ધ દંડનીય કાર્યવાહી કરાય તો પણ સમસ્યામાં આંશિક રાહત મળવાનો મત ચોમેર પ્રવર્તી રહ્યો છે.