પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક વી.કે.નાયીના માર્ગદર્શન હેઠળ એસઓજી પોલીસે ગેરકાયદેસર હથિયારો વિરુદ્ધ ચલાવેલા વિશેષ અભિયાન દરમિયાન મોટી સફળતા મેળવી છે. પોલીસને મળેલી બાતમીના આધારે કાકોશી પોલીસ સ્ટેશન વિસ્તારના નેદ્રોડા ગામની સીમમાં આવેલા રૂપીવાળા આંટા તરીકે
.
પકડાયેલા આરોપીઓની ઓળખ સાજન દલુભાઇ સિંધી (ડફેર) અને જુબેર સુલેમાન સિંધી (ડફેર) તરીકે થઈ છે, જેઓ સિદ્ધપુર તાલુકાના ગણવાડા ગામના રહેવાસી છે. પોલીસે તેમની પાસેથી અંદાજે રૂ. 5,000ની કિંમતની એક દેશી બનાવટની બંદૂક કબજે કરી છે.
એસઓજીના પીઆઈ જે.જી.સોલંકીના નેતૃત્વમાં કરવામાં આવેલી આ કાર્યવાહીમાં આરોપીઓ વિરુદ્ધ આર્મ્સ એક્ટની કલમ 25(1-બી)એ અને જી.પી.એક્ટની કલમ 135 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. વધુ તપાસ માટે બંને આરોપીઓને કાકોશી પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે. આ કાર્યવાહીથી વિસ્તારમાં ગેરકાયદે હથિયારોના વેપલા પર અંકુશ લગાવવામાં પોલીસને સફળતા મળી છે.