આવતીકાલે એટલે કે 12 ફેબ્રુઆરીના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વન-ડે મેચ રમાશે. વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં રમાનાર ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની સિરીઝની અંતિમ મેચમાં ભારત વ્હાઇટવોશ કરવા માટે ઉતરશે. જોકે આ મેચ દરમિયાન “Donate Organs, S
.
મેચ દરમિયાન પ્રેક્ષકો અંગદાન જાગૃતિની પ્રતિજ્ઞા લેશે આ અભિયાનને લઈને ઐતિહાસિક એવા સ્ટેડિયમથી વધુ એકવાર વિશ્વભરમાં સામાજીક સંદેશ જશે. જેમાં મેચ જોવા આવનાર પ્રેક્ષકોને અંગદાનની જાગૃતિ અંગેની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવશે. આ અંગે વધુ વિગતો આપતા ગુજરાત ક્રિકેટ એસોસિયેશનના સેક્રેટરી અનિલ પટેલે જણાવ્યું હતું કે, “આવતીકાલે વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ઇંગ્લેન્ડ સામે ભારતની જે વન-ડે સિરીઝ રમાઈ રહી છે, તે મેચ દરમિયાન એક સામાજીક કાર્યક્રમ તે ગુજરાતના જ આપણા પોતાના જયભાઈના નેતૃત્ત્વની નીચે, ગુજરાત ક્રિકેટ એસોસિયેશન, રેડક્રોસ અને BCCI સાથે મળીને એક અભિગમ ઊભો કર્યો છે કે ઓર્ગન ડોનેશનમાં લોક જાગૃતિ ઊભી થાય, તે માટે વિશેષ કાર્યક્રમનું આયોજન કર્યું છે. આ સાથે મેચ દરમિયાન હાજર પ્રેક્ષકો ઓર્ગન ડોનેશનની પ્રતિજ્ઞા લેશે. આ માટે મેચ દરમિયાન તેમને યોગ્ય સમય પણ ફાળવવામાં આવશે.”
ગુજરાત ક્રિકેટ એસોસિયેશનના સેક્રેટરી અનિલ પટેલ.
BCCIએ વીડિયો મેસેજ પોસ્ટ કર્યો મહત્ત્વનું છે કે, આ અભિયાન શરૂ થાય તે પહેલાં, BCCI દ્વારા સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કરવામાં આવી હતી. જેમાં, વિરાટ કોહલી, શુભમન ગિલ, કેએલ રાહુલ, શ્રેયસ અય્યર, રવીન્દ્ર જાડેજા, રિષભ પંત અને હાર્દિક પંડ્યા જેવા સ્ટાર ખેલાડીઓ ઓર્ગન ડોનેશન કરીને હજારો લોકોના જીવ બચાવવાનો મેસેજ આપી રહ્યા છે.
રેડક્રોસ દ્વારા જાહેર કરવામાં આવેલા QR કોડની મદદથી અંગદાનનું આહવાન મહત્વનું છે કે, એક વ્યક્તિના અંગદાનથી 8 વ્યક્તિઓનું જીવન બચે છે ત્યારે ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી અમદાવાદ અને ગુજરાત દ્વારા જયભાઈ શાહ અને BCCIના આ અભિયાનને બિરદાવી રહ્યું છે. આ સાથે 12મી ફેબ્રુઆરીએ અંગદાન માટેની પ્રતિજ્ઞા લેવા માટે તમામ અમદાવાદીઓ અને ગુજરાતીઓને રેડક્રોસે વિનંતી કરી છે. જેથી આવનારા સમયમાં દરેક જરૂરિયાત ટ્રાન્સપ્લાન્ટ દર્દીને જરૂરિયાતના સમયે ઓર્ગન મળી રહે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી અમદાવાદ અને ગુજરાત દ્વારા સૌને 12મી ફ્રેબ્રુઆરીના દિવસે સવારે 10 થી 11 વાગ્યા દરમિયાન તેમના દ્વારા જાહેર કરવામાં આવેલા QR કોડની મદદથી અંગદાન કરવાની સંમતિ ભરવા આહવાન કર્યું છે અને સૌથી વઘુ અંગદાન શપથના વર્લ્ડ રેકોર્ડમાં ભાગીદારી નોંધાવવા વિનંતી કરે છે.
વધુમાં વધુ લોકોને આ અભિયાનમાં જોડવા માટે રેડક્રોસ સોસાયટી દ્વારા તેમના શતકવીર રક્તદાતાઓ, રક્તદાન શિબિર આયોજકો, સ્વયંસેવકો અને સ્ટાફ મેમ્બર્સ મળીને કુલ 1000 જેટલા સ્વયંસેવકો સ્ટેડિયમની અંદરના લોકોને શપથ લેવડાવશે. રેડક્રોસ સોસાયટી સતકવીર રક્તદાતાઓ, રક્તદાન શિબિર આયોજકો, સ્વયંસેવકો અને સ્ટાફ મેમ્બર્સને બીસીસીઆઈ દ્વારા આપવામાં આવેલી કોમ્પલીમેન્ટ્રી ટીકિટ દ્વારા સ્ટેડિયમમાં મેચ નિહાળી આજુબાજુના લોકોને અંગદાન પ્રવૃત્તિ માટે પ્રોત્સાહિત કરવાનું અનોખું અભિયાન હાથ ધરશે.