સ્પોર્ટ્સ ડેસ્ક9 મિનિટ પેહલા
- કૉપી લિંક
રણજી ટ્રોફી 2024-25ની ક્વાર્ટર ફાઈનલમાં ગુજરાતે સૌરાષ્ટ્રને એક ઇનિંગ્સ અને 98 રનથી હરાવીને સેમિફાઈનલમાં એન્ટ્રી કરી લીધી છે. ત્યારે હવે સૌરાષ્ટ્રની સફરના અંત સાથે, ડોમેસ્ટિક ક્રિકેટના દિગ્ગજ ખેલાડી શેલ્ડન જેક્સને રિટાયરમેન્ટ લીધું છે.
ગુજરાતે ટૉસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો. ચિંતન ગજાની શાનદાર બોલિંગને કારણે સૌરાષ્ટ્રની ટીમ 216 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. જવાબમાં ગુજરાતે ઉર્વિલ પટેલના 140 અને જયમીત પટેલના 103 રનની મદદથી 511 રન બનાવ્યા હતા. સૌરાષ્ટ્રની ટીમ બીજી ઇનિંગમાં 197 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. પ્રિયજીત સિંહ જાડેજાએ 4 વિકેટ અને અર્જન નાગવાસવાલાએ 3 વિકેટ લીધી.
રણજી સિઝનમાં ચેતેશ્વર પૂજારાનું એવરેજ પરફોર્મન્સ આ રણજી સિઝન ચેતેશ્વર પૂજારા માટે સારી રહી નહીં. તે ફક્ત 1 સદી અને 1 અડધી સદી ફટકારી શક્યો. જોકે, તેણે તે સદીને બેવડી સદીમાં કન્વર્ટ કરી અને 234 રનની ઇનિંગ રમી. તેણે 7 મેચની 10 ઇનિંગ્સમાં 40.20 ની સરેરાશથી 402 રન બનાવ્યા. તે 5 ઇનિંગ્સમાં બે આંકડાનો આંકડો પાર કરી શક્યો નહીં. આમાંથી એક પણ ઇનિંગમાં તે પોતાનું ખાતું ખોલાવી શક્યો ન હતો. તેણે 16,0,134,2,3,14,6,99,26 અને 2નો સ્કોર કર્યા.
સૌરાષ્ટ્રના દિગ્ગજ બેટર શેલ્ડન જેક્સને ડોમેસ્ટિક ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી. (ફોટો- SCA)
શેલ્ડન જેક્સને નિવૃત્તી લીધી સૌરાષ્ટ્રના દિગ્ગજ બેટર શેલ્ડન જેક્સને ડોમેસ્ટિક ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી છે. તેણે 8 મેચની 11 ઇનિંગ્સમાં 30.36 ની સરેરાશથી 334 રન બનાવ્યા. તેણે 2 અડધી સદી ફટકારી. સૌરાષ્ટ્રના કેપ્ટન જયદેવ ઉનડકટે જેક્સનને ખેલાડીઓ દ્વારા સહી કરાયેલી જર્સી ભેટમાં આપી હતી અને તેના પર એક ઇમોશનલ પોસ્ટ લખેલી હતી. સૌરાષ્ટ્રના સૌથી સફળ બેટર્સમાંના એક, જેક્સને લગભગ 15 વર્ષની કારકિર્દીમાં 7200 થી વધુ રન બનાવ્યા. તેનો હાઇએસ્ટ સ્કોર 186 રન હતો. તેણે 39 ફિફ્ટી અને 21 સદી ફટકારી હતી.