ઓનલાઇન પેમેન્ટનો જેમ જેમ વપરાશ વધ્યો છે, તેમ તેમ છેતરપિંડીમાં પણ વધારો થયો છે. છેલ્લા એક મહિનામાં જ કચ્છમાંથી રાજસ્થાન અને દિલ્હી તરફના આવા ઠગો લાખોની છેતરપિંડી કરતા પકડાયા છે. એવી જ રીતે કચ્છ આવતા પ્રવાસીઓને પણ ભુજની પ્રખ્યાત હોટલોમાં બુકિંગ એમાઉન્ટ
.
ડિજિટલ એરેસ્ટના બનાવો બહાર આવ્યા બાદ રૂપિયા પડાવવા માટે નવી મોડસ ઓપરેન્ડી બહાર આવી છે. ભુજની સેવન સ્કાય હોટલના જટુભા રાઠોડે જણાવ્યું કે ગત વર્ષે તેમના પાંચથી સાત ગેસ્ટ સાથે આવી છેતરપિંડી થઈ હતી. તેમ અન્ય હોટલોના પણ મહેમાનો સાથે છેતરપિંડી કરવામાં આવી હતી. નવી મોડસ ઓપરેન્ડી મુજબ google સર્ચ એન્જિનમાં હોટલ અંગે વિગતો મેળવવા જ્યારે કોઈ કસ્ટમર શોધખોળ કરે છે ત્યારે તેમાં બતાવવામાં આવેલા કોલ, ડાયરેક્શન, કોપીમાંથી સૌપ્રથમ ઓપ્શન આપવામાં આવેલું છે તે કોલ માટેના આઈકનને હેક કરી લેવામાં આવે છે.
ત્યાં છેતરપિંડી કરનાર તેમના મેનેજમેન્ટની ભાષા જાણનાર એક્સપર્ટને સાથે લઈને જે તે હોટલની વિગતો સમજાવે છે અને કસ્ટમરના whatsapp નંબર પર તે હોટલના ફોટોગ્રાફ અને કરંટ લોકેશન સહિતની વિગત મોકલાવી વિશ્વાસમાં લે છે. ત્યારબાદ પેકેજના બુકિંગ એમાઉન્ટ પેટે 50% ગુગલ પે કરવાની અને હોટલના રૂમના ટેરિફ્થી 50 થી 70% ના નીચા ભાવે રૂમ બુકિંગની ઓફર કરે છે. જેને કારણે જે કોઈપણ ગૂગલ પે, પેટીએમ કે અન્ય પ્લેટફોર્મથી પૈસા ટ્રાન્સફર કરે કે તે તરત જ ઓનલાઇન ફ્રોડ કરનાર નેટવર્કના મોબાઈલ નંબર પર લિંક થયેલા એકાઉન્ટમાં જમા થઈ જાય છે.
પસંદ કરેલી હોટલનાં એકાઉન્ટમાં ટ્રાન્સફર નથી થતા. એટલું જ નહી જેવી આ રકમ જમા થાય કે તરત તે હોટલની બોગસ રીસીપ્ટ પણ મળે છે. જ્યારે ગેસ્ટ હોટલ પર પહોંચે અથવા તો તપાસ કરે ત્યારે ખબર પડે કે તેમના પૈસા બુકિંગ માટે નહીં પરંતુ કોઈ ઓનલાઇન ફ્રોડ કરનાર પાસે ગયા છે.
ડિસેમ્બર 2022 થી જાન્યુઆરી 2023 દરમિયાન કચ્છની અન્ય હોટલોમાં પણ આવા બનાવો બન્યા હતા. જોકે તે અંગે સાયબર ક્રાઇમમાં ફરિયાદ પણ કરાઈ હતી. આવી રીતે ફ્રોડ કરતા તત્વો મોટેભાગે રાજસ્થાનના ભરતપુર વિસ્તારના હોવાનું જાણવા મળે છે. એટલું જ નહીં તેમના મોબાઇલના સીમ પણ બદલતા રહે છે.
10 મિનિટમાં 4 અલગ અલગ એકાઉન્ટમાં ટ્રાન્સફર અને ATMથી ઉપડી ગયા
હોટલ બુકીંગ માટે એક ગ્રાહકથી થયેલી છેતરપિંડીમાં જે હોટલન ગુગલ પર મોબાઈલ નંબર હતા તેના પર યુપીઆઈ દ્વારા ટ્રાન્સફર કરતા 10 જ મિનિટમાં તે અન્ય બેન્કના ચાર ખાતામાં ટ્રાન્સફર થયા અને 10 મી મિનિટે રાજસ્થાનના ભરતપુરના પહાડી વિસ્તારના એટીએમમાંથી ઉપડી પણ ગયા. સાયબર સેલમાં ફરિયાદ કરતા દરેક એકાઉન્ટનું પગેરું મેળવતા જે જગ્યાએથી ઉપડી ગયા ત્યાં સાબિતી હોવા છતાં પણ એફ.આઈ.આર. કરાવવા કોઈ પહોંચી ન શકે.