સુરત,
ગુજરાતમાં કડક દારૂબંધી ચાલી રહી છે, જેથી શરાબ અને શબાબની મઝા માણવા માટે અવાર નવાર યુવકો ગુજરાત બહાર જતા હોય છે. આવી એક ઘટના હાલ સામે આવી છે. સુરતના ૯ બિલ્ડરો અને જમીન દલાલો મહારાષ્ટÙમાં ૮ બાર ગર્લ્સ સાથે ઝડપાયા છે.
સુરતના ૯ બિલ્ડરોની મહારાષ્ટÙમાં રેવ પાર્ટી કરવા બદલ ધરપકડ કરવામાં આવી છે. આ ઘટના સામે આવ્યા બાદ બિલ્ડરલોબીમાં ચર્ચાનો વિષય બન્યો છે. પોલીસે તમામની ધરપકડ કરી સુરતના તમામ ૨૨ લોકોની જામીન પર મુક્ત કર્યા છે.
આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, સુરતના નવ જેટલા બિલ્ડરો મહારાષ્ટÙમાં આઠ જેટલી બાર ગર્લ્સ સાથે ઝડપાયા છે. પાલઘરના અચ્છાડ ખાતે આવેલા ગ્રીનપાર્ક ક્લબ રિસોર્ટમાં તલાસરી પોલીસે કાર્યવાહી દરમિયાન તમામ લોકોની ધરપકડ કરી હતી.
સુરતના ૯ બિલ્ડરો મહારાષ્ટમાં ૮ બાર ગર્લ્સ સાથે દારૂની પાર્ટી અને બાર ગર્લ્સ પર રૂપિયા ઉડાવવામાં આવતા હતા. પોલીસને આ ઘટનાની જાણકારીની બાતમી મળી હતી. પોલીસે બાતમીના આધારે હોટલ ખાતે પહોંચીને રેવ પાર્ટી ચાલી રહી હતી, ત્યાં રેડ કરી હતી. ત્યાંથી પોલીસને સુરતના ૯ બિલ્ડરો સહિત કુલ ૨૨ લોકોની ધરપકડ કરવામાં આવી હતી.