આરોપી બે મહિના પૂર્વે જ જેલમાંથી બહાર આવ્યો હોવાનું સામે આવ્યું છે
રાજકોટ શહેરના મોરબી રોડ પર બેડી ચોકડી પાસેથી બિહારી ટ્રક ડ્રાઈવરનું અપહરણ કરી મારમારી છરીની અણીએ લૂંટ ચલાવવાના બનાવમાં નવો વળાક આવ્યો છે. લૂંટ ચલાવી આરોપી પોલીસથી બચવા હવાતીયા મારતો હતો ત્યારે જ માલિયાસણ ચોકડી પાસે વાહન ચેકીંગ કરી રહેલ પોલીસને જોઈ ભા
.
માલીયાસણ નજીક કાર રોડ પરથી ઉતરી દીવાલ સાથે ધડાકાભેર અથડાઈ
લૂંટના બનાવ અંગેની ફરીયાદ પરથી બી. ડિવિઝન પોલીસે ગુનો નોંધી ટીમે સીસીટીવી ફુટેજના આધારે તપાસ હાથ ધરી હતી તે દરમ્યાન અપહરણ કરી ટ્રક ડ્રાઇવરને મારમારી લૂંટ ચલાવી નાસી છૂટનાર આરોપી કારમાં પોલિસથી બચવા માલિયાસણ ચોકડી તરફ જતો હતો ત્યારે ત્યાં વાહન ચેકીંગમાં રહેલ પોલીસને જોઈ કાર ભગાડતાં હાઈવે પર કાર પરનો કાબૂ ગુમાવતાં કાર સાઈડમાં ઉતરી જઈ દિવાલ સાથે ધડાકાભેર અથડાઈ હતી. તેમનો પીછો કરતી પોલીસ ઘટનાસ્થળે પહોંચતા આરોપીને અટકમાં લીધો હતો. જે અંગેની જાણ બી. ડિવિઝન પોલીસને થતાં પીએસઆઇ જે.આર.સોલંકી સહિતનો સ્ટાફ પણ દોડી ગયો હતો અને આરોપી ઇમરાન ઉર્ફે ઈમલો કાદરીની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી.
આરોપી બે મહિના પૂર્વે જ જેલમાંથી બહાર આવ્યો હોવાનું સામે આવ્યું છે પોલીસ તપાસમાં આરોપી વિરુધ્ધ અગાઉ રાજકોટ શહેરમાં 2 તેમજ એલિસબ્રિજ પોલીસ સ્ટેશન ખાતે એક ગુનો નોંધાઈ ચુક્યો છે જે ગુનામાં બે મહિના પૂર્વે જ જેલમાંથી બહાર આવ્યો હોવાનું સામે આવ્યું છે. આરોપી પાસેથી પોલીસે વરના કાર પણ કબ્જે કરી છે અને ગુનામાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તેમજ અન્ય કોઈ ગુનાને અંજામ આપ્યો છે કે કેમ તે દિશામાં તપાસ અર્થે પોલીસે વધુ તપાસ હાથ ધરી આરોપીના રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે.
બિહારના અરવાલ વિસ્તારમાં રહેતાં સતેન્દ્રકુમાર જીતન પાલ (ઉ.વ.28) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે કાળા કલરની વર્ના કારમાં આવેલ અજાણ્યાં શખ્સનું નામ આપતાં બી. ડિવિઝન પોલીસે લૂંટ, અપહરણ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. ફરિયાદીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ અરિહંત શિપીંગ નામના ટ્રાન્સપોર્ટમાં છેલ્લા દસેક વર્ષથી ટ્રક ડ્રાઈવિંગ કરી ભારતના તમામ રાજ્યોમાં ટ્રક ચલાવે છે. ટ્રાન્સપોર્ટની મેઈન ઓફીસ ગાંધીધામમાં, અમદાવાદ, અને મુંદ્રામાં આવેલ છે. શનિવારે રાત્રીના એકાદ વાગ્યાની આસપાસ ટ્રાન્સપોર્ટના માલીકે ગાંધીધામથી બાબરા જીનીંગ મીલમાં કપાસ ભરવા માટે મોકલેલ હતો.
વર્ના કારે ટ્રકને ઓવરટેક કરી અને ટ્રકની આગળ ઉભી રાખી હતી રાજકોટ બેડી સર્કલથી બાયપાસ રસ્તે પુલ પરથી જતો હતો ત્યારે પુલ ઉતરતા એક કાળા કલરની નંબર પ્લેટ વગરની વર્ના કારે તેમના ટ્રકને ઓવરટેક કરી અને ટ્રકની આગળ ઉભી રાખી હતી જેથી તેને ટ્રક રોકતા કારમાંથી એક શખ્સ ઉતરેલ અને ટ્રકના કેબીનમાં આવી ગયો હતો અને તે મારી કારમાં નુકસાન કરેલ છે તું મને પૈસા આપ પરંતુ કારમાં કોઈ નુકસાન કરેલ ના હતું જેથી પૈસા આપવાની મનાઈ કરતા તેણે નેફામાંથી એક છરી કાઢી અને ગળા પર રાખી ચુપચાપ પૈસા કાઢ નહીતર છરી મારી દઈશ તેમ કહી મોબાઈલ છીનવી લીધો હતો અને ખીસ્સા ચેક કરવા લાગેલ હતો. પરંતુ ખીસ્સામાંથી પૈસા ના નિકળતા તેણે ફોનમાં ગુગલ પે ખોલી પાસવર્ડ માંગેલ, જેથી તેને પાસવર્ડ આપતા ખાતામાં રૂ.16,200 હતા તે આપી દેવાનુ જણાવ્યું હતું.
ડરના લીધે હા પાડતાં તેણે ટ્રક સાઈડમાં રખાવી ટ્રકના દરવાજામાં લોક મારી ટ્રકની ચાવી અને મોબાઈલ લઈ તેણે બળજબરીથી તેની કારમાં બેસાડી અને માર મારેલ હતો. બાદ ફોન પર કોઈની સાથે વાત કરી અને કારમાં બેસાડી 30 મિનીટ સુધી રાજકોટમાં ફેરવેલ અને ગ્રીનલેન્ડ ચોકડીથી શાપર તરફ જતા રોડ પર નાલા નીચેથી કાર લઈ નાલાથી થોડે દુર એક જગ્યાએ કાર ઉભી રાખેલ હતી. બાદમાં આરોપી ફોન અને ટ્રકની ચાવી સાથે લઈ એક દુકાને ગયેલ અને ફરિયાદીને કારમાં જ બેસી રહેવાનું જણાવેલ હતું.
આરોપીએ ફરિયાદીના ફોન દ્વારા દુકાન પર ક્યુઆર સ્કેન કરી દુકાન વાળા પાસે પૈસા લઈ પરત આવેલ અને ફરીથી તે કારમાં રાજકોટમાં અલગ-અલગ જગ્યાએ ફેરવેલ હતો બાદમાં ટ્રક પાસે મુકી જવાનુ કહેતા ઉંધી છરી ખંભા પાસે મારી ફડાકા ઝીંકી દીધા હતાં. બાદમાં આરોપી તેને ટ્રક પાસે લઈ ગયેલ અને ત્યાં પહોંચી ધમકી આપેલ કે, જો આ બાબતે કોઈને વાત કરીશ તો છરી ઝીંકી દઈશ તેમ કહી કારમાં ફરીથી માર મારેલ હતો અને યુવાનને પોતાનો મોબાઈલ ફોન તથા ટ્રકની ચાવી આપી નાશી છૂટ્યો હતો બાદમાં યુવાને તેમના શેઠને વાત કરી ફરીયાદ નોંધાવી હતી.