રાજ્યમાં જમીન-મકાન ઉપર થયેલા ગેરકાયદેસર દબાણો સામે યોગ્ય કાર્યવાહી થઈ શકે તે માટે લેન્ડ ગ્રેબિંગ પ્રો એક્ટ -2020 બનાવવામાં આવ્યો છે. આ એક્ટ અંતર્ગત આણંદ જિલ્લામાં જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં જિલ્લા લેન્ડ ગ્રેબિંગ કમિટીની રચના કરવામાં આવી છે. આ કમિટ
.
આ બેઠકમાં લેન્ડ ગ્રેબિંગ કમિટી પાસે રજુ થયેલી કુલ 35 કેસ પૈકી જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરીની અધ્યક્ષતામાં મળેલી જિલ્લા લેન્ડ ગ્રેન્ડ કમિટી દ્વારા કુલ 7 કેસમાં પોઝિટિવ નિર્ણય કરી સંબંધિતો સામે કેસ કરવા નિર્ણય કરવામાં આવ્યો હતો.
જે અન્વયે જિલ્લા લેન્ડ ગ્રેબિંગ કમિટી દ્વારા લેન્ડ ગ્રેબિંગ એક્ટ અંતર્ગત વિવિધ ચકાસણી કર્યા બાદ 7 કેસમાં પોલીસ એફ.આઈ.આર. નોંધાવવા અને એફ.આઇ.આર નોંધાયા બાદ આ 7 કેસમાં જિલ્લા પોલીસ દ્વારા જરૂરી કાર્યવાહી કરવા જણાવાયું હતું. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી દેવાહુતી, પોલીસ અધિક્ષક ગૌરવ જસાણી, નિવાસી અધિક કલેક્ટર ઋતુરાજ દેસાઈ, નાયબ મ્યુનિ. કમિશ્નર તથા પ્રાંત અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.
નોંધનિય છે કે, લેન્ડ ગ્રેબિંગ પ્રો એક્ટ -2020 અંતર્ગત કોઈપણ વ્યક્તિ લેન્ડ ગ્રેબિંગ અંગે જરૂરી આધાર પુરાવા સહિત જિલ્લા લેન્ડ ગ્રેબિંગ કમિટીમાં તેમનો કેસ રજૂ કરી શકે છે. આવા કેસમાં જરૂરી ચકાસણી કર્યા બાદ જિલ્લા લેન્ડ ગ્રેબિંગ કમિટી દ્વારા નિર્ણય કરવામાં આવે છે.