- Gujarati News
- Entertainment
- The First Actress To Become Miss India, People Called Her Ugly; When Rumors Of An Affair Spread, She Slapped Sanjeev Kumar
2 કલાક પેહલાલેખક: હિમાંશી પાંડેય
- કૉપી લિંક
21 ફેબ્રુઆરી, 1991.. આ એ તારીખ છે જ્યારે હિન્દી સિનેમાની એક નાયિકા, જેમના અભિનયની બધાએ પ્રશંસા કરી હતી, તેણે દુનિયાને અલવિદા કહ્યું. લોકો કહેતા હતા કે જ્યારે તે પડદા પર આવતી હતી ત્યારે તેનો અભિનય કુદરતી લાગતો હતો. તેમનું સ્મિત અને સરળતા દરેકના હૃદયને સ્પર્શી ગયાં. તે એક્ટ્રેસ નૂતન બહલ હતી, તેણે આ દુનિયા છોડીને 34 વર્ષ વીતી ગયાં છે.
શરૂઆતના દિવસોમાં, તેને કદરૂપી કહીને ત્રાસ આપવામાં આવતો હતો. કેટલાક લોકો તેના શ્યામ રંગની મજાક ઉડાવતા હતા, જેના કારણે તે પોતાને સુંદર માનતી ન હતી. પરંતુ જ્યારે તેણે મિસ ઈન્ડિયાનો ખિતાબ જીત્યો, ત્યારે તે જ લોકો તેના વખાણ કરતા થાક્યા નહીં.
મહિલા-કેન્દ્રિત ભૂમિકાઓ ધરાવતી ફિલ્મો તેમની ઓળખ બની. તેમણે ફિલ્મ ઉદ્યોગમાં એક્ટ્રેસિસ માત્ર શોપીસ તરીકે ઉપયોગ કરવાની પરંપરા બદલી નાખી. તે મિસ ઈન્ડિયામાં ભાગ લેનારી પહેલી અભિનેત્રી પણ હતી. તે હિન્દી ફિલ્મોમાં સ્વિમસ્યુટ પહેરનારી પહેલી એક્ટ્રેસ પણ હતી.
નૂતન, જેણે પોતાના જીવનની દરેક લડાઈ લડી અને જીતી, તે કેન્સર સામે હારી ગઈ. નૂતનની છેલ્લા દિવસોમાં તબિયત ખરાબ હતી. તે ચીસો પાડતી અને બૂમો પાડતી રહી. જે દિવસે નૂતનને કેન્સર હોવાનું નિદાન થયું, તે દિવસે તેણે કહ્યું હતું: ‘આજ મી સુટલી’. એનો અર્થ એ કે ‘આજે હું મુક્ત થઈ ગઈ’.
નૂતનની પુણ્યતિથિ પર, ચાલો જાણીએ તેમના જીવન સાથે જોડાયેલી રસપ્રદ વાતો…

તે પોતાને કદરૂપી માનતી હતી, ‘મુઘલ-એ-આઝમ’નો અસ્વીકાર કર્યો હતો
નૂતને 1945માં ફિલ્મ ‘નલ દમયંતી’થી બાળ કલાકાર તરીકે પોતાની અભિનય કારકિર્દીની શરૂઆત કરી હતી. જ્યારે તે 14 વર્ષની હતી, ત્યારે તેને ‘મુઘલ-એ-આઝમ’ ફિલ્મમાં અનારકલીનો રોલ ઓફર કરવામાં આવ્યો હતો. પરંતુ તે પોતાને કદરૂપી માનતી હતી, જેના કારણે તેણે આ ફિલ્મ કરવાનો ઇનકાર કરી દીધો. જોકે, પછી 1950માં તેમણે ફિલ્મ “હમારી બેટી”માં કામ કર્યું. આ ફિલ્મ તેમની માતા શોભના સમર્થે બનાવી હતી. ફિલ્મમાં નૂતનની નાની બહેનનો રોલ તેની સગી બહેન તનુજાએ ભજવ્યો હતો.
નૂતન ‘મિસ ઈન્ડિયા’ બનનારી પહેલી અભિનેત્રી હતી નૂતને 1952માં મિસ ઈન્ડિયાનો ખિતાબ જીત્યો હતો. તે સમયે તે માત્ર 16 વર્ષની હતી. આ ખિતાબ જીતનાર તે પ્રથમ ભારતીય એક્ટ્રેસ હતી. ખાસ વાત એ છે કે તે વર્ષે બે ‘મિસ ઈન્ડિયા’ સ્પર્ધાઓ યોજાઈ હતી. એકમાં ઇન્દ્રાણી રહેમાન અને બીજામાં નૂતન વિજેતા રહ્યા. આ જ કાર્યક્રમમાં નૂતનને ‘મિસ મસૂરી’નો તાજ પણ એનાયત કરવામાં આવ્યો હતો. નૂતને પુખ્ત વયની થઈ ત્યાં સુધી ‘હમલોગ’, ‘શીશમ’, ‘પરબત’ અને ‘આગોશ’ જેવી ફિલ્મોમાં કામ કર્યું. આ પછી તે લંડન ગઈ.

‘સીમા’ થી બોલિવૂડમાં પહેલો મોટો બ્રેક મળ્યો
લંડનથી આવ્યા પછી, નૂતનને બોલિવૂડમાં પહેલો મોટો બ્રેક ફિલ્મ ‘સીમા’ દ્વારા મળ્યો. તેમના સિવાય તેમાં બલરાજ સાહની અને શોભા ખોટે જોવા મળ્યા હતા. આ ફિલ્મનું દિગ્દર્શન અમિયા ચક્રવર્તીએ કર્યું હતું. આ ફિલ્મ માટે નૂતનને ફિલ્મફેરનો શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ મળ્યો હતો. આ પછી તેમના ફિલ્મી કરિયરને એક અલગ ઓળખ મળી.
ત્યારબાદ તેમણે દેવ આનંદ સાથે ‘પેઇંગ ગેસ્ટ’ (૧૯૫૭), રાજ કપૂર સાથે ‘અનારી’ (૧૯૫૯), સુનિલ દત્ત સાથે ‘સુજાતા’ (૧૯૫૯) અને દિલીપ કુમાર સાથે ‘કર્મ’ (1986) જેવી ફિલ્મોમાં કામ કર્યું. પરંતુ 1963માં આવેલી ફિલ્મ ‘બંદિની’માં તેણે એક યુવાન કેદીની ભૂમિકા ભજવી હતી, જેમાં તેમના અભિનયની ખૂબ પ્રશંસા થઈ હતી.
લગ્ન પછી નૂતન પોતાની ફિલ્મી કારકિર્દી છોડી દેવા માગતી હતી
1959માં, જ્યારે નૂતન માત્ર ૨૩ વર્ષની હતી, ત્યારે તેમણે લેફ્ટનન્ટ કમાન્ડર રજનીશ બહલ સાથે લગ્ન કર્યા. નૂતન લગ્ન પછી પોતાની ફિલ્મી કારકિર્દી છોડી દેવા માગતી હતી. પછી દિગ્દર્શક બિમલ રોય તેમની પાસે ફિલ્મ ‘બંદિની’ની ઓફર લઈને આવ્યા. પરંતુ નૂતને ફિલ્મની ઓફર નકારી કાઢી. પછી જ્યારે તેના પતિ રજનીશે તેને સમજાવ્યું, ત્યારે તે આ ફિલ્મ કરવા માટે સંમત થઈ ગઈ. આ ફિલ્મ તેમના કરિયરની શ્રેષ્ઠ ફિલ્મ બની. આ ફિલ્મ માટે નૂતનને ફિલ્મફેરનો બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ પણ મળ્યો હતો. ફિલ્મના શૂટિંગ દરમિયાન તે પ્રેગ્નન્ટ પણ હતી.
નૂતને અગાઉ બિમલ રોય સાથે ફિલ્મ ‘સુજાતા’માં કામ કર્યું હતું અને નૂતનને તે ફિલ્મ માટે ફિલ્મફેર બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ પણ મળ્યો હતો.

1959માં લગ્ન પછી નૂતન અને રજનીશ બહલ. 1961માં, બંને એક પુત્ર, મોહનીશના પેરેન્ટ બન્યા.
અને લગ્નના લગભગ બે વર્ષ પછી, નૂતને મોહનીશ બહલને જન્મ આપ્યો, જે એક જાણીતા બોલિવૂડ અભિનેતા છે. તેમણે ઘણી ફિલ્મોમાં નેગેટિવ રોલ કર્યા છે. એક શો દરમિયાન તેણે તેના માતાપિતાની પ્રેમકથા વિશે વાત કરી. તેણે કહ્યું, ‘તેમની પ્રેમકથા હજુ પણ એક રહસ્ય છે.’ કોઈને ખબર નથી કે તેઓ કેવી રીતે મળ્યા, પણ મારું માનવું છે ત્યાં સુધી મારા પિતા રોયલ નેવીમાં હોવાથી, મારી માતા એક સમયે જહાજ પર ગઈ હશે અને ત્યાં તેમને મળી હશે. પછી બંને પ્રેમમાં પડ્યા અને લગ્ન કરી લીધા હશે.’
મોહનીશે એમ પણ કહ્યું, ‘પિતાને ખબર નહોતી કે માતા આટલી મોટી સુપરસ્ટાર છે. જ્યારે તેમને આ વાતની ખબર પડી ત્યારે તે ચોંકી ગયા અને કહ્યું,આ મેં શું કર્યું છે? કારણ કે મારી માતાને એક ફિલ્મમાંથી જેટલા પૈસા મળતા હતા, તેટલા પૈસા મારા પિતાના મુખ્ય અધિકારીના પગાર જેટલા હતા. જોકે, મારી માતા પિતાની અસલામતીથી વાકેફ હતી. એટલા માટે તેમણે ક્યારેય પોતાનું સ્ટારડમ બતાવ્યું નહીં. તે તેમના પિતાની કારમાં શૂટિંગ માટે જતી હતી અને ઘરના ખર્ચની જવાબદારી પણ પિતા પર હતી.’

લગ્ન પછી પણ નૂતનનું સ્ટારડમ ઓછું ન થયું
ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઘણીવાર એવું જોવા મળે છે કે જો કોઈ એક્ટ્રેસ લગ્ન કરે છે, તો તેની કારકિર્દી ધીમે ધીમે ઓસરવા લાગે છે. પરંતુ નૂતન સાથે આવું નહોતું, કારણ કે લગ્ન પછી પણ ફિલ્મ નિર્માતાઓ તેમને પોતાની ફિલ્મોમાં લેવા તૈયાર હતા. ફિલ્મમાં તેમને કાસ્ટ કરતા પહેલા, ખાતરી કરવામાં આવી હતી કે મહિલા મુખ્ય ભૂમિકા મજબૂત છે અને તે હીરોની બરાબર છે.
અફેરના સમાચાર સાંભળીને ગુસ્સે થઈને સંજીવ કુમારને થપ્પડ મારી દીધી
એવું કહેવાય છે કે 1969માં ફિલ્મ ‘દેવી’ના શૂટિંગ દરમિયાન નૂતને સંજીવ કુમારને જાહેરમાં થપ્પડ મારી હતી. વાત એમ હતી, જ્યારે ફિલ્મનું શૂટિંગ શરૂ થયું ત્યારે બંને એકબીજાને ઓળખતા નહોતા. પછી ધીમે ધીમે તેઓ મિત્રો બન્યા. આ પછી, કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં તેમના અફેરના સમાચાર આવવા લાગ્યા. આ કારણે નૂતન અને તેના પતિ વચ્ચે ઘણો ઝઘડો થયો. પરંતુ જ્યારે નૂતને દેવીના સેટ પર એક મેગેઝિનમાં સંજીવ કુમાર સાથેના તેના અફેરના સમાચાર વાંચ્યા, ત્યારે તે ખૂબ ગુસ્સે થઈ ગઈ.
જ્યારે તેમણે આ વિશે સંજીવ કુમાર સાથે વાત કરી, ત્યારે તેમણે આખા મામલા પર ખૂબ જ બેદરકારીથી પ્રતિક્રિયા આપી. નૂતનને આ વાતનું ખરાબ લાગ્યું અને તેમણે ફિલ્મના સેટ પર બધાની સામે સંજીવ કુમારને થપ્પડ મારી દીધી. પાછળથી સમાચાર આવ્યા કે નૂતને આ કામ તેના પતિ રજનીશની સલાહથી કર્યું હતું.

50ના દાયકામાં, નૂતનેએ સ્વિમસ્યુટ પહેરીને સનસનાટી મચાવી હતી
50 અને 60 ના દાયકામાં, મહિલાઓ માટે ફિલ્મ ઉદ્યોગમાં કામ કરવું એ મોટી વાત માનવામાં આવતી હતી. આવી સ્થિતિમાં, તે જ દાયકામાં, નૂતને સ્વિમસ્યુટ પહેરીને બધાને આશ્ચર્યચકિત કરી દીધા. એક્ટ્રેસે તેની ફિલ્મ ‘દિલ્હી કા ઠગ’માં સ્વિમિંગ કોસ્ચ્યુમ પહેરીને શોટ્સ આપ્યા હતા. પાછળથી, શબાના અને સ્મિતા પાટિલ જેવી એક્ટ્રેસ પણ તેમનાથી પ્રેરિત થઈ.

ફિલ્મ ‘દિલ્લી કા ઠગ’ ના એક દૃશ્યમાં નૂતન.આ ફિલ્મ 1958માં રિલીઝ થઈ હતી.
માતા વિરુદ્ધ કોર્ટમાં ગઈ, 20 વર્ષ સુધી વાત ન કરી
નૂતનને તેની માતાએ ફિલ્મોમાં લોન્ચ કરી હતી. પરંતુ બંનેના જીવનમાં એક એવો સમય આવ્યો જ્યારે તેમના સંબંધો ખૂબ જ બગડી ગયા. હકીકતમાં, નૂતને તેની માતા પર આરોપ લગાવ્યો હતો કે તેમણે કમાયેલા પૈસાનો તેની સંમતિ વિના દુરુપયોગ કર્યો હતો.
આ કારણે, તેણે તેની માતા વિરુદ્ધ કોર્ટ કેસ પણ દાખલ કર્યો. આ કારણે, બંને વચ્ચેની વાતચીત 20 વર્ષ સુધી બંધ રહી. નૂતન તેની માતાથી એટલી નારાજ હતી કે એકવાર તેને ફ્લાઇટમાં જોયા પછી, નૂતન ફ્લાઇટમાંથી ઊતરી ગઈ. શોભના સમર્થે પોતાની પુત્રીના વર્તન પર કહ્યું હતું કે તેના પતિ રજનીશે તેને આવું કરવા માટે ઉશ્કેર્યો હતો.
બ્રેસ્ટ કેન્સરથી મૃત્યુ પામ્યા 1990 માં, નૂતનને બ્રેસ્ટ કેન્સર હોવાનું નિદાન થયું. તે સમયે તે ‘ગર્જના’ અને ‘ઇન્સાનિયત’ ફિલ્મોમાં કામ કરી રહી હતી. ફિલ્મના નિર્માતાએ નૂતનને તેના ભાગનું શૂટિંગ કરવા કહ્યું. પરંતુ અભિનેત્રીએ એમ કહીને ના પાડી દીધી કે તેની પાસે વધારે સમય નથી. જ્યારે ‘ગર્જના’ ક્યારેય રિલીઝ થઈ શકી નહીં, તો બીજી તરફ, નૂતન અને વિનોદ મહેરાના મૃત્યુ પછી, ફિલ્મ ‘ઇન્સાનિયત’ 1994 માં કલાકારોમાં ફેરફાર કર્યા પછી રિલીઝ થઈ.
નૂતનની નજીકની મિત્ર લલિતાએ તેમના પુસ્તક ‘Nutan-Asen Mi.. Nasen Mi’ માં જણાવ્યું હતું કે નૂતનની બીમારીની શરૂઆત અસહ્ય દુખાવાથી થઈ હતી. મને એવું લાગ્યું કે જાણે મારી બગલમાં કંઈક ભોંકાઈ રહ્યું હોય. પછી 1990 માં, જ્યારે નૂતને કેન્સર હોવાનું નિદાન થયું, ત્યારે તેણે કહ્યું, “આજ હી સુતલી.” એનો અર્થ એ કે આજે હું મુક્ત છું. ધીમે ધીમે તેમની તબિયત બગડવા લાગી. આ પછી તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં, પરંતુ 21 ફેબ્રુઆરી, 1991 ના રોજ માત્ર 54 વર્ષની વયે તેમનું અવસાન થયું.
નૂતનના અંતિમ સંસ્કાર પછી, તેની માતા ઘરે આવી અને કહ્યું- મને ખાવાનું આપો
શોભના સમર્થે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે નૂતનના મૃત્યુ પછી તેમને તેમની વિદાયની અનુભૂતિ પણ ન થઈ. પુત્રીના અંતિમ સંસ્કાર પછી, તે ઘરે ગયા અને નોકરો પાસે ખાવાનું માંગ્યું. તેમને એવું લાગ્યું કે નૂતન મરી નથી ગઈ. કંઈ થયું નથી. તેમના મતે, નૂતન જીવવાની ઇચ્છા ગુમાવી ચૂકી હતી. તે જીવવા માંગતી ન હતી.

દાદીની ફિલ્મોએ મારા વિચારો બદલી નાખ્યા – પ્રનૂતન
નૂતનની પૌત્રી અને એક્ટર મોહનીશ બહલની પુત્રી, પ્રનૂતને દિવ્ય ભાસ્કર સાથે વાત કરી. તેણે કહ્યું, ‘દુર્ભાગ્યવશ, હું મારા દાદીને ક્યારેય મળી નહીં કારણ કે તેમનું 1991 માં અવસાન થયું.” મારો જન્મ ૧૯૯૩ માં થયો હતો. તો મારી પાસે કોઈ અંગત યાદો નથી, પણ અમે બધાએ તેમના સિનેમા દ્વારા તેમને ખૂબ નજીકથી અનુભવ્યા છે.’
‘મારા માટે, ‘બંદિની’ એ ફિલ્મ હતી જેણે મને એક્ટ્રેસ બનવાની પ્રેરણા આપી. આ ફિલ્મનો મારા પર ઊંડો પ્રભાવ પડ્યો અને એક એક્ટ્રેસ તરીકેના મારા વિચારો બદલાઈ ગયા.’
મારું નામ ‘પ્રનૂતન’ રાખવામાં આવ્યું જેથી હું હંમેશા મારી દાદી સાથે જોડાયેલી રહું. પ્રનૂતનએ કહ્યું- મારા દાદાએ મારું નામ એટલા માટે રાખ્યું કારણ કે તેઓ ઇચ્છતા હતા કે, મારી દાદીનું નામ હંમેશા મારી સાથે જોડાયેલું રહે. તેઓ મારું નામ ‘નૂતન’ રાખવા માગતા હતા, પણ પપ્પાને લાગ્યું કે મને તેની માતાના નામથી સીધું બોલાવવું થોડું વિચિત્ર લાગશે. તો મારા દાદાએ મારા માટે આ નામ રાખ્યું – પ્રનૂતન, જેનો અર્થ થાય છે નવું જીવન.
