રાંદેર સ્થિત ભાણકી સ્ટેડિયમમાં 3 ફેબ્રુઆરી 2025ના રોજ જિલ્લા કક્ષાનો દિવ્યાંગ ખેલ મહાકુંભ યોજાયો. આ સ્પર્ધામાં અહિલ્યાબાઈ હોળકર કન્યા શાળા નંબર 185, વેડ રોડની બે વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો.
.
ધોરણ 8માં અભ્યાસ કરતી પૂર્ણિમા જમાદાર અને ધોરણ 2ની વિદ્યાર્થીની ભાગ્યશ્રી સોનવણેએ સોફ્ટબોલ થ્રો અને 50 મીટર દોડની સ્પર્ધામાં ભાગ લીધો. બંને વિદ્યાર્થીનીઓએ શાળાનું નામ રોશન કર્યું.
આ સફળતા માટે શાળાના IED શિક્ષિકા શ્રુતિબેન વ્યાસે વિશેષ માર્ગદર્શન પૂરું પાડ્યું. શાળાના આચાર્ય સુનિલભાઈ નેહતેના નેતૃત્વ અને વાલીઓના સહયોગથી આ સિદ્ધિ પ્રાપ્ત થઈ. 8થી 15 વર્ષની વય જૂથની આ સ્પર્ધામાં બંને વિદ્યાર્થીનીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું.
