27 મિનિટ પેહલા
- કૉપી લિંક
ફિલ્મ દિગ્દર્શક ફરાહ ખાન વિરુદ્ધ ફોજદારી કેસ નોંધવામાં આવ્યો છે. ફરાહ ખાન વિરુદ્ધ આ કેસ હિન્દુસ્તાની ભાઉ તરીકે પ્રખ્યાત ઇન્ફ્લુએન્સર વિકાસ પાઠક દ્વારા દાખલ કરવામાં આવ્યો છે. ફરાહ વિરુદ્ધ ખાર પોલીસ સ્ટેશનમાં હિન્દુઓની ધાર્મિક લાગણીઓનું અપમાન કરવા બદલ ફોજદારી ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
વિકાસના વકીલ, એડવોકેટ અલી કાશિફ ખાન દેશમુખે જણાવ્યું હતું કે હોળીના તહેવારને ‘છપરી’ તહેવાર કહીને ફરાહે હિન્દુઓની ધાર્મિક લાગણીઓનું અપમાન કર્યું છે. ફરિયાદમાં જણાવાયું છે કે 20 ફેબ્રુઆરી, 2025 ના રોજ, લોકપ્રિય શો ‘સેલિબ્રિટી માસ્ટરશેફ’ માં, આરોપીએ હોળીને છપરિયાઓનો તહેવાર ગણાવ્યો હતો. સામાન્ય રીતે ‘છપરી’ શબ્દનો ઉપયોગ અપમાનજનક શબ્દો સાથે થાય છે.

શું છે આખો મામલો?
ખરેખર, આ આખો વિવાદ ‘સેલિબ્રિટી માસ્ટરશેફ’ શોના એક એપિસોડથી શરૂ થયો હતો. ફરાહ આ શોની જજ છે. શોના એક એપિસોડમાં, તેણે હોળી પર ટિપ્પણી કરી હતી. તેમણે કહ્યું કે ‘હોળી એ બધા છપરી છોકરાઓનો પ્રિય તહેવાર છે’. ફરાહનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જેના પછી તેની ભારે ટીકા થઈ રહી છે. કેટલાક લોકો તેને માફી માગવાનું કહી રહ્યા છે તો કેટલાક તેમની સામે કાર્યવાહીની માગ કરી રહ્યા છે. કેટલાક યુઝર્સે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને પણ ટેગ કર્યા અને કાર્યવાહીની માગ કરી.’