35 મિનિટ પેહલા
- કૉપી લિંક
SPGએ સુરક્ષા સંભાળી; 100 સીસીટીવી કેમેરા, 2500 પોલીસકર્મીઓ તહેનાત
SPG એટલે કે સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપ પાસે વડાપ્રધાનની સુરક્ષાની જવાબદારી હોય છે. જ્યાં પણ આ VVIPનો કાર્યક્રમ થાય છે ત્યાં SPG સ્થાનિક વહીવટીતંત્ર સાથે ગાઈડલાઈન શેર કરે છે. તેને બ્લુ બુક કહેવામાં આવે છે. બાગેશ્વર ધામના આયોજન માટે સ્થાનિક વહીવટીતંત્ર આ બ્લુ બુકને ફોલો કરી રહ્યું છે.
આ બ્લુ બુક અનુસાર સુરક્ષા દળોની વ્યવસ્થા, ઈમરજન્સીને પહોંચી વળવાની તૈયારીઓ, દેખરેખ, બધું નક્કી કરવામાં આવી રહ્યું છે. PMની મુલાકાત દરમિયાન ખજુરાહો એરપોર્ટ અને સમગ્ર વિસ્તારને નો ફ્લાઈંગ ઝોન બનાવવામાં આવ્યો છે. 2500 પોલીસકર્મીઓ અને 100 કેમેરા સાથે સર્વેલન્સ કરવામાં આવી રહ્યું છે.