પારિજાત પરિવાર અને સંલગ્ન સાહિત્ય ગ્રુપે આદર્શ શિક્ષક સન્માન સમારંભનું આયોજન કર્યું. આ કાર્યક્રમમાં લાખવડ પગાર કેન્દ્ર શાળાના શિક્ષિકા સંગીતાબેન રાવલને વિશેષ સન્માન આપવામાં આવ્યું.
.
માણેકલાલ પટેલ, પી.સી. પટેલ અને કિરણબેન શર્માના નેતૃત્વમાં યોજાયેલા આ કાર્યક્રમમાં સંત મહાત્માઓની પણ વિશેષ ઉપસ્થિતિ રહી. સંગીતાબેન રાવલને તેમની શિક્ષણ ક્ષેત્રે કરેલી અવનવી અને વિશિષ્ટ કામગીરી માટે પંચામૃત સ્વરૂપે પાંચ વસ્તુઓથી સન્માનિત કરવામાં આવ્યા.

પારિજાત પરિવાર દ્વારા તેમને શાલ, બે પુસ્તક, પેન, મીઠાઈનું બોક્સ અને પ્રમાણપત્ર એમ પાંચ વસ્તુઓ અર્પણ કરવામાં આવી. આ સન્માન સમારોહમાં સંગીતાબેનની શૈક્ષણિક પ્રતિભા અને નવતર પ્રયોગોની વિશેષ નોંધ લેવામાં આવી.





