25 મિનિટ પેહલા
- કૉપી લિંક
પંજાબી સિંગર-એક્ટર ગુરુ રંધાવાનો ગંભીર અકસ્માત થયો છે. તેણે ઇન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરી, જેમાં તે હોસ્પિટલનાં બેડ પર સૂતેલો છે, સાથે જ તેના ગળા અને માથાના ઈજા થયેલી પણ જોવા મળે છે. ગુરુ તેમની ફિલ્મ ‘શૌંકી સરદાર’નું શૂટિંગ કરી રહ્યો હતો, જેમાં તેને એક એક્શન સીન ફિલ્માવવાનો હતો. સ્ટન્ટ કરતી વખતે, તેને ઈજા થઈ અને તે ગંભીર રીતે ઘાયલ થયો. જોકે, હાલમાં તેમની તબિયતમાં સુધારો થઈ રહ્યો છે.
ગુરુ રંધાવાએ શેર કરી તસવીર આ તસવીર શેર કરતાં ગુરુએ કેપ્શનમાં લખ્યું, “મારો પહેલો સ્ટન્ટ, મારી પહેલી ઈજા, પણ મારી હિંમત અકબંધ છે. ફિલ્મ ‘શૌંકી સરદાર’ના સેટની ગંભીર યાદ. એક્શન ખૂબ જ મુશ્કેલ કામ છે, પણ હું મારા દર્શકો માટે મહેનત કરીશ.
ફેન્સ જ નહીં ઘણા સેલેબ્સ પણ ચિંતિત ગુરુની આ પોસ્ટ જોઈને માત્ર તેમના ફેન્સ જ નહીં પરંતુ ઘણા સેલેબ્સ પણ ચિંતિત છે. એક્ટ્રેસ મૃણાલ ઠાકુરે કોમેન્ટ કરી અને લખ્યું, શું થયું છે. ઉપરાંત, પીઢ એક્ટર અનુપમ ખેરે કોમેન્ટ કરી અને લખ્યું, “તમે બેસ્ટ છો. જલ્દી સ્વસ્થ થઈ જાઓ.” આ સાથે, ફેન્સ પણ સિંગરના ઝડપથી સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરી રહ્યાં છે.

ગુરુ રંધાવાની ફિલ્મ ક્યારે રિલીઝ થશે? ગુરુ રંધાવાની ફિલ્મ ‘શૌંકી સરદાર’ આ વર્ષે 16 મેના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે, જેનું મેકિંગ ગુરુના બેનર, 751 ફિલ્મ્સ દ્વારા કરવામાં આવી રહ્યું છે. ધીરજ રતન આ ફિલ્મનું ડિરેક્શન કર્યું છે. આ ફિલ્મમાં સિંગરની સાથે ટીવી એક્ટ્રેસ નિમ્રિત કૌર આહલુવાલિયા પણ જોવા મળશે. આવી સ્થિતિમાં, તેના ફેન્સ આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
થોડા દિવસો પહેલા ગુરુ રંધાવાએ મહાકુંભ દરમિયાન ત્રિવેણી સંગમમાં ડૂબકી લગાવી હતી. ગુરુએ ઇન્સ્ટાગ્રામ પર પ્રયાગરાજનો એક કોલાજ વીડિયો શેર કર્યો હતો, જેમાં તેઓ સંગમમાં ડૂબકી લગાવતા, બોટની સવારીનો આનંદ માણતા અને સાંજની આરતી કરતો જોવા મળ્યો. એટલું જ નહીં, સિંગરે પોતાના ફેન્સ સાથે સેલ્ફી લઈને તેમને ખુશ પણ કર્યા.