અટલાદરા નારાયણવાડી નજીક મેફે સનરાઇઝ સોસાયટીમાં પાડોશી વચ્ચે ઝઘડો થતા મારામારી થઇ હતી. એક પાડોશી સામે મારામારી અને બીજા પાડોશી સામે અટલાદરા પોલીસે દારૃનો નશો કર્યાનો ગુનો દાખલ કર્યા છે.
અટલાદરા નારાયણવાડી નજીક મેફે સનરાઇઝ સોસાયટીમાં રહેતા હાર્દિકભાઇ રસિકભાઇ ભટ્ટ એગ્રીકલ્ચરમાં નોકરી કરે છે. અટલાદરા પોલીસ સ્ટેશનમાં તેમણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ગઇકાલે રાતે સાડા આઠ વાગ્યે હું નોકરી પરથી છૂટીને ઘરે આવતો હતો. નારાયણવાડી પાસે ગલ્લા પર ગયો હતો.