માત્ર કોઈ એક અંગની ખામીથી પર થઈ ખુમારી અને અનેરા જુસ્સાથી જીવન જીવતા રાજ્યના દિવ્યાંગોના જીવનને વધુ સાનુકૂળ બનાવવા અને સમાજના મુખ્ય પ્રવાહમાં જોડવા માટે રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ કલેક્ટર પ્રભવ જોશી દ્વારા રાજકોટ જિલ્લામાં તાલુકા સ્તરે દિવ્યાંગોની
.
જેના ભાગરૂપે રાજકોટ જિલ્લા વહીવટીતંત્ર તથા સંબંધિત વિભાગોના સહયોગથી છેલ્લા 1 વર્ષમાં રાજકોટ જિલ્લામાં તાલુકા વાઇઝ -11 અને શહેર કક્ષાએ-3 મળી કુલ 14 દિવ્યાંગ સાધન સહાય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કુલ 5011 લાભાર્થીએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. જે અન્વયે સાધન સહાય માટે પાત્રતા ધરાવતા 2494 લાભાર્થીને રૂ.3,43,49,570ના ખર્ચે 4314 સાધનો અર્પણ કરવામાં આવ્યા હતા. જેમાં રાજકોટ શહેર ખાતે યોજાયેલા ત્રણ કેમ્પમાં કુલ 1252 લાભાર્થીએ કેમ્પનો લાભ લીધો હતો જેમાંથી 915 લાભાર્થીને રૂ.1,08,23,281ના 1506 સાધનો અર્પણ કરવામાં આવ્યા હતા.
તમામ કેમ્પ ખાતે એલિમ્કો સંસ્થા દ્વારા દિવ્યાંગોનું એસેસમેન્ટ કરી તેમને જરૂરી સાધન સહાય આપવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી હતી. સાથે જ આ કેમ્પમાં દિવ્યાંગોને અસ્થિ વિષયક, ઈ.એન.ટી, મનોદિવ્યાંગતા, આંખની દિવ્યાંગતાના પ્રમાણપત્ર કાઢી આપવામાં આવ્યા હતા. સ્થળ ઉપર જ લોકોને યુ.ડી.આઈ.ડી. કાર્ડ, આવકનો દાખલો, આયુષ્માન ભારત કાર્ડ, આભાકાર્ડ, આધારકાર્ડ અને વય પ્રમાણપત્ર કાઢી આપવામાં આવ્યા હતા. એલિમ્કો દ્વારા તપાસ થયેલા લાભાર્થી દિવ્યાંગોને મોટરાઇઝ ટ્રાઇસિકલ, બ્રેઈલ કિટ, ફોલ્ડિંગ વ્હિલચેર, સ્માર્ટ ફોન, રોલેટર, ક્રચ એલ્બો, વોકિંગ સ્ટિક, કેન, મોબાઇલ ફોન સહિતના સાધનો એનાયત કરવામાં આવ્યા હતા.
તાલુકાવાઇઝ કેટલા દિવ્યાંગોની નોંધણી, કેટલાને લાભ મળ્યો
તાલુકાનું લાભ મેળવનાર સાધનોની રકમનામ લાભાર્થીની સંખ્યા સંખ્યા રૂપિયા
પડધરી 123 254 રૂ.17,52,144
વીંછિયા 214 372 રૂ.28,94,444
લોધિકા 107 189 રૂ.14,54,814
જસદણ 287 498 રૂ.48,42,985
રાજકોટ ગ્રા. 57 91 રૂ.12,75,253
કોટડાસાંગાણી 50 95 રૂ.10,96,825
ગોંડલ 110 195 રૂ.22,57,482
જામકંડોરણા 129 236 રૂ.18,28,893
ધોરાજી 115 208 રૂ.17,81,479
જેતપુર 237 423 રૂ.27,93,271
ઉપલેટા 150 247 રૂ.15,48,699
રાજકોટ શહેર 915 1506 રૂ.1,08,23,281