રમવા જાવ છુ તેમ કહી ઘરેથી નિકળેલો 15 વર્ષનો કિશોર મોડી સાંજ સુધી ઘરે પરત ન આવતાં તેની શોધખોળ શરૂ કરવામાં આવી હતી પરંતુ તેનો કોઇ પત્તો લાગી શક્યો ન હતો એટલે કિશોરના પિતાએ નિલમબાગ પોલીસને તેમનો પુત્ર ગુમ થયો હોવાની જાણ કરી હતી. પોલીસે આ બનાવને ખુબ જ ગં
.
બનાવની વિગત એવી છે કે,પાનવાડી સરકારી વસાહતમાં રહેતા તુષારભાઇ દવેનો 15 વર્ષનો પુત્ર કુંજ ગઇકાલે સાંજે રમવા માટે ગયો હતો અને ત્યાર બાદ પરત આવ્યો ન હતો. બનાવની જાણ નિલમબાગ પોલીસને કરવામાં આવતાં પી.આઇ. બી.ડી.ઝાલાએ ગુમ યુવકને શોધવા માટે વિવિધ ટીમની રચના કરી હતી અને સીસીટીવી કેમેરા ચેક કરવામાનું શરૂ કર્યું હતું.
પોલીસે રેલવે સ્ટેશનના કેમેરા ચેક કરતા ગેટ નંબર-2ના સીસીટીવી ફુટેજમાં કુંજ રેલવે સ્ટેશનમાં પ્રવેશ કરતો જોવા મળ્યો હતો. આ સમયે બ્રાન્દ્રા ટ્રેન જવાની હોય પોલીસે તુરંત રેલવે પોલીસને સમગ્ર બનાવની જાણ કરી હતી.
રેલવે પોલીસને કુંજના ફોટોગ્રાફ્સ પણ મોકલવામાં આવ્યા હતા અને ટ્રેન ઉધના રેલવે સ્ટેશન પહોંચતા પોલીસે ફોટાના આધારે કુંજને શોધી લીધો હતો. કુંજ રેલવેમાં બેસી મુંબઇ તરફ જતો હોવાની જાણ થતાં કુંજના સુરતમાં રહેતા સગા સબંધી પણ પોલીસની સાથે ગયા હતા અને ટ્રેનમાં કુંજ મળી આવતા તમામે ભારે રાહતનો શ્વાસ લીધો હતો.
પોલીસે ગણતરીની કલાકોમાં બાળકને શોધી કાઢતા કુંજના પિતાની આંખમાં ખુશીના આંસુ સરી પડ્યા હતા અને તેણે પોલીસનો આભાર માન્યો હતો.હાલ કુંજને લઇને પોલીસ ઉધનાથી ભાવનગર આવવા રવાના થઇ હોવાનું પોલીસ સુત્રોએ જણાવ્યું હતું. આ બાળક ગુમ થયાના મેસેજ સોશિયલ મિડીયા પર પણ વાયરલ થયા હતા અને લોકોએ એક મેકને આ બાબતે ચિંતાભરી પુચ્છપરછ કરી હતી.
ભાવનગર મુંબઇ સર્ચ થયુ હોય કુંજ મળી ગયો કુંજ ગુમ થયો હોવાની જાણ પરિવારજનોએ પોલીસને કરતા પોલીસે સૌથી પહેલા કુંજના માત-પિતાના મોબાઇલ ફોન ચેક કર્યા હતા પરંતુ તેમાં કુંજે કંઇ સર્ચ કર્યું હોવાનું જોવા મળ્યું ન હતું એટલે પોલીસે તેની રીતે તપાસ શરૂ કરી હતી. જો કે, મોડી રાત્રે પોલીસને જાણ થઇ હતી કે, કુંજનું પરિવાર સયુક્ત ફેમલીમાં રહે છે. પોલીસે કુંજના કાકીને તમાર મોબાઇલ ફોન કુંજ જોવે છે ? તેમ પુછતા તેમણે હા કહી હતી એટલે પોલીસે મોબાઇલ ફોનમાં થયેલા સર્ચની તપાસ કરતા તેમાં ભાવનગર-મુંબઇ સર્ચ થયુ હોવાનું જોવા મળતાં કુંજ મુંબઇ તરફ જતો હોવાનું જણાતા પોલીસે તુરંત રેલવે સ્ટેશનના સીસીટીવી કેમેરા ચેક કરતા તે જોવા મળ્યો હતો અને તેને શોધી કાઢવામાં પોલીસને સફળતા મળી હતી.