- Gujarati News
- Dharm darshan
- On The Advice Of Vakdalabhya Muni, Shri Ram Took This Fast To Defeat Ravana, Know The Auspicious Time And Worship Rituals
7 મિનિટ પેહલા
- કૉપી લિંક
હિન્દુ ધર્મમાં એકાદશી વ્રત ખૂબ જ મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. ચંદ્રની સ્થિતિને કારણે વ્યક્તિની માનસિક અને શારીરિક સ્થિતિ સારી અને ખરાબ બને છે. આવી સ્થિતિમાં, એકાદશીનું વ્રત રાખીને ચંદ્રના દરેક ખરાબ પ્રભાવને રોકી શકાય છે. આજે વિજયા એકાદશી ઉજવવામાં આવી રહી છે. આ એકાદશી પર ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે.
વિજયા એકાદશીનું શુભ મુહૂર્ત વિજયા એકાદશીની તિથિ 23 ફેબ્રુઆરી એટલે કે ગઈકાલે બપોરે 1:55 વાગ્યે શરૂ થઈ છે અને તિથિ 24 ફેબ્રુઆરી એટલે કે આજે બપોરે 1:44 વાગ્યે સમાપ્ત થશે. ઉદયતિથિ અનુસાર, વિજયા એકાદશી આજે એટલે કે 24 ફેબ્રુઆરીના રોજ ઉજવવામાં આવી રહી છે. 25 ફેબ્રુઆરીના રોજ, એટલે કે આવતીકાલે, સવારે 6:50થી 9:08 વાગ્યા સુધી ઉપવાસ તોડવામાં આવશે.
વિજયા એકાદશીની પૂજા-વિધિની રીત એકાદશીના દિવસે સવારે ઉઠીને સ્નાન કરો અને પીળા ચંદન/પીળા ફૂલો/પીળી મીઠાઈ/લવિંગ, સોપારી વગેરેથી પૂજા કરો. ધૂપ પ્રગટાવો અને એકાદશીની કથા સાંભળો અને ભગવાન વિષ્ણુને તમારા મનમાં રહેલી સમસ્યા જણાવો. કથા પૂર્ણ થયા પછી, ભગવાન વિષ્ણુની આરતી કરો. તમારી ક્ષમતા મુજબ બ્રાહ્મણો અને જરૂરિયાતમંદ લોકોને દાન કરો અને પછી પોતે ભોજન કરો.

વિજયા એકાદશીની વ્રતકથા કહેવાય છે કે ત્રેતાયુગમાં જ્યારે ભગવાન શ્રી રામ લંકા પર આકરણ કરવા માટે સમુદ્ર કિનારે પહોંચ્યા, ત્યારે મર્યાદા પુરુષોત્તમે સમુદ્ર દેવને પ્રાર્થના કરી કે તેઓ તેમને રસ્તો આપે પરંતુ સમુદ્ર દેવે શ્રી રામને લંકા જવાનો રસ્તો ન આપ્યો. ત્યારબાદ શ્રી રામે વક્દલ્ભ્ય મુનિના આદેશ મુજબ નિર્ધારિત પદ્ધતિ મુજબ વિજય એકાદશીનું વ્રત રાખ્યું, જેના પ્રભાવથી સમુદ્ર દેવે ભગવાન રામને રસ્તો આપ્યો. આ સાથે, વિજયા એકાદશીનું વ્રત રાવણ પર વિજય મેળવવામાં મદદરૂપ સાબિત થયું અને ત્યારથી, આ તિથિ વિજયા એકાદશી તરીકે ઓળખાય છે.
વિજયા એકાદશી વ્રતનું મહત્ત્વ હિંદુ ધર્મમાં મહા સુદ પક્ષમાં આવતી વિજયા એકાદશીનું વિશેષ મહત્ત્વ છે. માન્યતા છે કે આ વ્રત કરવાથી મનુષ્ય બ્રહ્મ પાપમાંથી મુક્ત થઇને મોક્ષને પ્રાપ્ત કરે છે. આ વ્રતના પ્રભાવથી ભૂત, પિશાચ વગેરે યોનિઓથી પણ મુક્ત થઇ જાય છે. માન્યતા છે કે આ દિવસે વિધિપૂર્વક વ્રત કરવાથી અને શ્રી હરિ વિષ્ણુની પૂજા કરવાથી વ્યક્તિ ખરાબ યોનિમાંથી છૂટી જાય છે. કહેવાય છે કે જે વ્યક્તિએ આ એકાદશીનું વ્રત કર્યું છે તેમણે યજ્ઞ, જાપ, દાન વગેરે કરી લીધું હોય તેવું માનવામાં આવે છે. પ્રાચીન માન્યતાઓ પ્રમાણે જે વ્યક્તિ વિજયા એકાદશીનું વ્રત કરે છે તેઓ હજાર વર્ષ સુધી સ્વર્ગમાં વાસ કરે છે.

વ્રત અને દાન કરવાથી અનેક યજ્ઞોનું ફળ મળે છે વ્રત રાખવા સાથે માત્ર તલનો ફળાહાર કરવાનું વિધાન પણ શાસ્ત્રોમાં ઉલ્લેખવામાં આવ્યું છે. સાથે જ, વિજયા એકાદશી અને બારસ તિથિએ તલ દાન કરવાથી અનેક ગણું પુણ્ય મળે છે. કુંભ સંક્રાંતિએ તલ, ગરમ કપડાં, ભોજન, ધાબળો, બૂટ-ચપ્પલ અને અન્ય જરૂરી વસ્તુઓનું દાન કરવાથી અનેક યજ્ઞનું ફળ મળે છે. વ્રત અને દાનની આ પરંપરાથી જાણ્યે-અજાણ્યે થયેલાં પાપ નષ્ટ થઈ જાય છે.