હૈદરાબાદ20 મિનિટ પેહલા
- કૉપી લિંક
22 ફેબ્રુઆરીના રોજ તેલંગાણાના નાગરકુર્નૂલ જિલ્લામાં શ્રીશૈલમ લેફ્ટ બેંક કેનાલ (SLBC) ટનલનો એક ભાગ તૂટી પડ્યો હતો. આમાં 8 કર્મચારીઓ ફસાઈ ગયા. તેમને સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે રેસ્ક્યૂ ઓપરેશન સોમવારે ત્રીજા દિવસે પણ શરૂ છે.
રેસ્ક્યૂ ઓપરેશનમાં આર્મી, NDRF, SDRF સિવાય રાજ્ય સરકારની અન્ય એજન્સીઓ પણ સામેલ થઈ ગઈ છે. ઉત્તરાખંડના સિલક્યારા ટનલમાં ફસાયેલાં લોકોને બહાર કાઢતી ટીમ પણ આમાં સામેલ કરવામાં આવી છે. 2023માં સિલક્યારા ટનલનો એક ભાગ પડી ગયો હતો. 17 દિવસ પછી 41 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા.
તેલંગાણા સરકારના મંત્રી જુપલ્લી કૃષ્ણ રાવે જણાવ્યું હતું કે આ અકસ્માત ટનલના મુખથી લગભગ 13 કિલોમીટર દૂર થયો હતો. બચાવ ટીમ ફસાયેલા લોકોથી 100 મીટર દૂર છે પરંતુ પાણી અને કાદવને કારણે કામગીરીમાં અવરોધ આવી રહ્યો છે. કામદારોના બચવાની શક્યતા ઓછી છે. અમારા પ્રયાસો ચાલુ છે.
બચાવ કામગીરીમાં NDRF-SDRF અને સેનાના જવાનો સામેલ બચાવ કામગીરી માટે 145 NDRF અને 120 SDRF જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે. સેનાની એક એન્જીનિયર રેજિમેન્ટ, જે સિકંદાબાદમાં ઇન્ફૈન્ટ્રી ડિવિઝનનો ભાગ છે. તેને પણ રેસ્ક્યૂમાં જોડવામાં આવ્યો છે.
આ અકસ્માત 22 ફેબ્રુઆરીના રોજ સવારે 8:30 વાગ્યે થયો હતો. ટનલના એન્ટ્રી પોઈન્ટથી 13 કિમી અંદર ટનલની છતનો લગભગ 3 મીટર ભાગ તૂટી પડ્યો છે. આ સમય દરમિયાન લગભગ 60 લોકો ટનલની અંદર કામ કરી રહ્યા હતા.
52 લોકો કોઈક રીતે પોતાનો જીવ બચાવવામાં સફળ રહ્યા, પરંતુ ટનલ બોરિંગ મશીન (TBM) ચલાવતા 8 લોકો ફસાઈ ગયા. જેમાં 2 એન્જિનિયર, 2 મશીન ઓપરેટર અને ચાર મજૂરોનો સમાવેશ થાય છે. બચાવ કામગીરી ચાલુ છે.
ટનલની અંદર અવાજ કરવામાં આવ્યો, રિસ્પોન્સ ના મળ્યો જિલ્લા મેજિસ્ટ્રેટ બી સંતોષે જણાવ્યું હતું કે બચાવ ટીમો તે સુરંગ સુધી પહોંચી ગઈ છે જ્યાં બોરિંગ મશીન કામ કરી રહ્યું હતું. અંદર ફસાયેલા કર્મચારીઓનો સંપર્ક થઈ શક્યો નહીં. કાદવને કારણે આગળ વધવામાં મુશ્કેલી પડી રહી છે.
SDRF અધિકારીના મતે, સુરંગમાં પ્રવેશવાનો કોઈ રસ્તો નથી. ઘૂંટણ સુધી કાદવ છે. ટનલની અંદર ઓક્સિજન મોકલવામાં આવી રહ્યો છે. પાણી કાઢવા માટે 100 હોર્સ પાવરનો પંપ મંગાવવામાં આવ્યો છે.
બચાવ કામગીરીના ફોટા…

ટનલની અંદર પાણી અને કાદવ વચ્ચે બચાવ કામગીરી હાથ ધરતી ટીમો.

44 કિમી લાંબી આ ટનલ શ્રીશૈલમ લેફ્ટ બેંક કેનાલના નિર્માણાધીન વિભાગ પર છે. આ એક સિંચાઈ યોજના છે જે નાગરકુર્નૂલ અને નાલગોંડા જિલ્લાઓને પાણી પૂરું પાડે છે.

ટનલની બહાર સ્થાનિક લોકો અને બચાવ ટીમ છે. ફસાયેલા લોકોને બચાવવાની કામગીરી ચાલુ છે.

ટનલની અંદર કાદવ છે અને કાટમાળ લગભગ 300 મીટર સુધી ફેલાયેલો છે.

NDRF, SDRF અને અન્ય બચાવ ટીમોએ ટનલનું નિરીક્ષણ કર્યું.

બચાવ ટીમ ટનલની અંદર પહોંચી ગઈ છે. કાટમાળ પાછળ કામદારો ફસાયેલા છે.

જ્યાં કાટમાળ ફસાયેલો છે ત્યાં ખૂબ જ અંધારું છે. બચાવ ટીમે કામદારોને બોલાવ્યા, પરંતુ કોઈ જવાબ મળ્યો નહીં.

ટનલની અંદર બચાવ કામગીરી ચાલી રહી છે. NDRF અને SDRFના જવાનો બચાવ કામગીરીમાં રોકાયેલા છે.

ટનલની અંદર પાણી ભરાઈ જવાને કારણે બચાવ કામગીરીમાં મુશ્કેલી પડી રહી છે.
શ્રી નિવાસ યુપીના ચંદૌલીના છે તેલંગાણામાં તૂટી પડેલી ટનલમાં ફસાયેલા શ્રી નિવાસ (48) ચંદૌલી જિલ્લાના સદર કોતવાલી વિસ્તારના માટીગાંવના રહેવાસી હતા. શ્રી નિવાસ 2008 થી હૈદરાબાદમાં જેપી કંપનીમાં જેઈ તરીકે કાર્યરત છે. તેલંગાણામાં થયેલી ટનલ દુર્ઘટનામાં ઉન્નાવના એન્જિનિયરો પણ સામેલ છે. ગ્રામજનોના જણાવ્યા અનુસાર, બેહત મુજાવર પોલીસ સ્ટેશનના મટુકરી ગામના રહેવાસી અર્જુન પ્રસાદનો પુત્ર મનોજ કુમાર (50) પણ ટનલમાં હતો. તે એન્જિનિયર તરીકે કામ કરે છે.
પંજાબનો ગુરપ્રીત 20 દિવસ પહેલાં જ ડ્યૂટી પર પાછો ફર્યો હતો પંજાબના તરનતારનનો રહેવાસી ગુરપ્રીત સિંહ પણ ટનલમાં ફસાયો છે. તે તેની માતા, પત્ની અને બે પુત્રીઓ સાથે રહે છે. મોટી દીકરી 16 વર્ષની છે અને નાની 13 વર્ષની છે. પિતા ગુજરી ગયા છે. ગુરપ્રીતે 10મા ધોરણ સુધી અભ્યાસ કર્યો છે. તે 20 દિવસ પહેલાં જ ઘરેથી કામ પર પાછો ફર્યો હતો. પરિવાર પાસે 2 એકરથી ઓછી જમીન છે.
ઓગસ્ટમાં સુનકીશાલામાં રિટેનિંગ દીવાલ ધરાશાયી થઈ હતી ઓગસ્ટ 2024ની શરૂઆતમાં, તેલંગાણામાં નાગાર્જુનસાગર ડેમ નજીક સુનકીશાલા ખાતે એક રિટેનિંગ દીવાલ ધરાશાયી થઈ હતી. ભારત રાષ્ટ્ર સમિતિ (BRS)એ આ માટે કોંગ્રેસ સરકારને જવાબદાર ઠેરવી અને ન્યાયિક તપાસની માંગ કરી. કોંગ્રેસે વળતો પ્રહાર કરતા કહ્યું હતું કે આ પ્રોજેક્ટ BRS શાસન દરમિયાન શરૂ થયો હતો. નબળી ગુણવત્તાના કારણે દીવાલ ધરાશાયી થઈ.

આ તસવીર સુનકિશાલામાં રિટેનિંગ વોલ ધરાશાયી થયા પછીની છે.