મહાત્મા ગાંધી અને સરદાર સાહેબની પાવન ધરા ગુજરાત ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધિવેશન માટે યજમાન બનવા જઈ રહી છે. ત્યારે આ અંગે ગુજરાત પ્રેદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, ગુજરાતમાં અમદાવાદ ખાતે કોંગ્રેસ પક્ષનું રાષ્ટ્રીય અ
.
રાજ્યમાં પ્રથમ અધિવેશન 1938માં યોજાયું હતું કોંગ્રેસ પક્ષના બે ઐતિહાસિક અધિવેશન અગાઉ ગુજરાતમાં યોજાયા છે. જેમાં વર્ષ 1938માં 51મું અધિવેશન બારડોલીના હરીપુરા ખાતે તત્કાલીન પ્રદેશ પ્રમુખ સરદાર વલ્લભભાઈ પટેલની દેખરેખ હેઠળ યોજાયું હતું. જેમાં સુભાષચંદ્ર બોઝ રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે ચૂંટાયા હતા. હરીપુરા અધિવેશનમાં પ્લાનિંગ કમિશનની વિભાવના સુભાષચંદ્ર બોઝ દ્વારા રજૂ કરવામાં આવી હતી. જેને પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુએ લાગુ કર્યું હતું. હરીપુરા અધિવેશનમાં જાણીતા ચિત્રકાર નંદલાલ બોઝ દ્વારા સાત ચિત્રો રજૂ કરવામાં આવ્યા હતા. જે ચિત્રોની કૃતિને દિલ્હી ખાતે કોંગ્રેસ પક્ષના નવીન રાષ્ટ્રીય કાર્યાલયમાં ઇન્દિરા ભવનમાં રજૂ કરવામાં આવ્યા છે.
આ વખતે ભાજપની જનવિરોધી નીતિઓ અંગે ચર્ચા થશે કોંગ્રેસ પક્ષનું ગુજરાત ખાતે વર્ષ 1961માં 66મું કોંગ્રેસ પક્ષનું અધિવેશન ભાવનગર ખાતે નીલમ સંજીવા રેડ્ડીની અધ્યક્ષતામાં યોજાયું હતું. ભાવનગરના અધિવેશનમાં પંડિત જવાહરલાલ નહેરૂ સહિત ટોચના કોંગ્રેસના નેતાઓ આવ્યા હતા. વર્ષ 1961માં ભાવનગરમાં યોજાયેલા કોંગ્રેસ અધિવેશનમાં તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નહેરૂ, વાય.બી. ચવ્હાણ, જ્ઞાની ઝૈલસિંઘ, શ્રવણસિંગ વગેરે દેશના મોટા ગજાના આગેવાનો આવ્યા હતા. ત્યારે સાંપ્રત સમયમાં જ્યાં બંધારણ તેમજ તેના મૂલ્યો પર થતાં સતત હુમલાઓ અને ભાજપની જનવિરોધી નીતિઓ અંગે ચર્ચા થશે અને પક્ષની આગામી કામગીરી અંગે માર્ગદર્શન નિર્ધારિત કરવામાં આવશે.
ગુજરાતનું દેવું સતત વધી રહ્યું છે વિધાનસભામાં ભાજપ સરકાર દ્વારા આપવામાં આવેલા ખોટા આંકડા અંગે ભાજપ સરકારની પોલ ખોલતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શક્તિસિંહ ગોહિલએ જણાવ્યું હતું કે, ગુજરાત વિધાનસભામાં હંમેશાથી સત્ય અને પારદર્શક સંસદીય કામગીરીની પરંપરા રહી છે. ત્યારે ભાજપ સરકાર દ્વારા વિધાનસભામાં ગુજરાતનું કુલ દેવું 3,70,000 કરોડ જેટલું છે તેમ દર્શાવામાં આવ્યું છે. પરતું લોકસભામાં કેન્દ્ર સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલા જવાબમાં ગુજરાત પર 4,43,753.3 કરોડ જેટલું દેવું દર્શાવવમાં આવ્યું છે. લોકસભામાં રીઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા રજૂ કરવામાં આવેલા રિપોર્ટ ‘સ્ટેટ ફાયનાન્સ: એ સ્ટડી ઓફ બજેટ ઓફ 2023-24’ અંતર્ગત આપવામાં આવેલી વિગતો દર્શાવે છે કે, ગુજરાતનું દેવું સતત વધી રહ્યું છે.
ભાજપ સરકાર ઉદ્યોગપતિઓ માટે કામ કરી રહી છે વર્ષ 2007માં રાજ્ય પર 90,955.7 કરોડ દેવું હતું. જે અધધ વધીને વર્ષ 4,43,753.3 કરોડ અને વર્ષ 2025માં 4,94,435.9 કરોડ થઇ જશે. જે રાજ્યના એક વર્ષના કુલ બજેટના કરતા પણ વધુ છે. ગાંધી બાપુ અને સરદાર સાહેબના ગુજરાતમાં સાદગી અને સરળતાને કાર્યપદ્ધતિ બનાવી હતી. જ્યારે ભાજપ સરકારએ કરોડો રૂપિયા દેવું કરીને પણ ગુજરાતના નાગરીકોને 500 રૂપિયે ગેસનો બાટલો નથી મળતો, મહિલાઓને મફત બસ પ્રવાસ આપવામાં નથી આવતો. આજ દર્શાવે છે કે, ભાજપ સરકારએ માનીતા ઉદ્યોગપતિઓ માટે જ કામ કરી રહી છે.
રાજીવ ગાંધી ભવન ખાતે આયોજિત પત્રકાર પરિષદમાં ગુજરાત પ્રદેશ કોગ્રેસના મીડિયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનીષ દોશી, પ્રવક્તા હિરેન બેન્કર અને મહામંત્રી નઈમ મિર્ઝા ઉપસ્થિત રહ્યા હતા.