(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ,સોમવાર
કોમ્પ્રીહેન્સીવ જનરલ ડેવલોપમેન્ટ કંટ્રોલ રેગ્યુલેશન, ૨૦૧૭ના અમલને પરિણામે અગાઉના બિન ઉપયોગી એવા ગુજરાત પ્રોફેશનલ સિવિલ એન્જીનીયર્સ એકટ-૧૯ રદ કરી દેવામાં આવ્યો છે. વર્તમાન સંજોગમાં આ કાયદો અપ્રસ્તુત થઈ જતાં તેને રદ કરી દેવામાં આવ્યો છે.
ગુજરાત પ્રોફેશનલ સિવિલ એન્જીનીયર્સ એક્ટ-૧૯ ૨૦૧૭માં શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા બાંધકામના માપદંડો અને પરવાનગી માટે સમગ્ર રાજ્યમાં એકસૂત્રતા રહે તે હેતુથી ‘કોમ્પ્રીહેન્સીવ જનરલ ડેવલોપમેન્ટ કંટ્રોલ રેગ્યુલેશન, ૨૦૧૭નો અમલ કરવામાં આવ્યો હતો. તેથી હાલ રાજ્યમાં અપ્રસ્તુત એવો ગુજરાત પ્રોફેશનલ સિવિલ એન્જીનીયર્સ એક્ટ-૧૯ રદ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, એમ સહકાર મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્માએ આજે વિધાનસભામાં જણાવ્યું હતું.
૨૦૦૧માં આવેલા ભયંકર ભૂકંપે કચ્છ સહિત સમગ્ર ગુજરાતમાં ભારે કુદરતી આફત સર્જી હતી. આ કુદરતી આપત્તિમાં મોટી સંખ્યામાં લોકો બેઘર બન્યા હતા અને તેમનું જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું હતું. વર્ષ ૨૦૦૧ના ભૂકંપગ્રસ્ત વિસ્તારોમાં થયેલી જાનહાનીને જોતાં, મકાનોની ડિઝાઈન અને બાંધકામ સુરક્ષિત હોત તો માનવજીવનને થયેલ નુકશાન ટાળી શકાયુ હોત એમ રાજ્ય સરકારના ધ્યાન પર આવતા બાંધકામ ઇજનેર તરીકે કામ કરતી પરંતુ લાયકાત ન ધરાવતી વ્યક્તિઓથી સામાન્ય જનતાનું રક્ષણ કરવા માટે,વ્યવસાયી સિવિલ એન્જિનીયર્સને રજિસ્ટર કરવા પ્રોફેશનલ સિવિલ એન્જિનીયર્સની ગુણવત્તા સુધારવા અને સુદ્રઢ બનાવવાના હેતુસરથી પ્રસ્તુત પગલું લેવામાં આવ્યું છે.
સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેન્દ્રમાં તેમજ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલેે હાલની જરૃરિયાતને ધ્યાનમાં રાખીને રાજ્યમાં બિન ઉપયોગી અનેક કાયદાઓ રદ કર્યા છે. ૨૦૧૭ની સાલમાં હાઇરાઇઝ બીલ્ડીંગ્સ એટલે કે ૪૫ મીટરથી વધુ ઉંચાઇની કોઈપણ બિલ્ડિંગના બાંધકામ માટે હાઇરાઇઝ બીલ્ડીંગ્સ કમીટી રચના કરવામાં આવે છે. જેને થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન દ્વારા સ્ટ્રક્ચરલ સેફ્ટી રિપોર્ટ જમા કરવવાની ફરજિયાત જોગવાઇ છે. જ્યારે જીપીસીઇ એક્ટ-૧૯, ૨૦૦૬માં આવી કોઇ જોગવાઇ ન હતી.