21 મિનિટ પેહલા
- કૉપી લિંક
અગામી તા.26 હિન્દુ પંચાંગ મુજબ, મહાશિવરાત્રિનો તહેવાર મનાવાશે. એવું માનવામાં આવે છે કે આ દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીનાં લગ્ન થયાં હતાં. તેથી આ તહેવાર દર વર્ષે શિવભક્તો દ્વારા ખૂબ જ ધામધૂમથી ઉજવાય છે. આ મહાશિવરાત્રિ પર્વ નિમિત્તે એક ખાસ સંયોગ બનશે જે 60 વર્ષ પછી બની રહ્યો છે. મહાશિવરાત્રિના તહેવાર પર ત્રણ ગ્રહોની યુતિ થશે. તેમાં ધનિષ્ઠા નક્ષત્ર, પરિઘ યોગ, શકુનિકરણ અને મકર રાશિમાં ચંદ્રની હાજરીમાં શિવરાત્રિની ઉજવણી કરવામાં આવશે અને આ દિવસે ચાર પ્રહર માટે ધ્યાન કરવાથી શિવની કૃપા પ્રાપ્ત થશે. શુભ સંયોગ અને શુભ મુહૂર્તમાં ભગવાન શિવની પૂજા કરવાથી તેમના ભક્તોને ઇચ્છિત ફળ મળશે.
60 વર્ષ પછી બની રહ્યો છે ખાસ સંયોગ જ્યોતિષાચાર્ય આશિષ રાવલના જણાવ્યાનુસાર, 1965માં જ્યારે મહાશિવરાત્રિનો તહેવાર આવ્યો ત્યારે સૂર્ય, બુધ અને શનિ કુંભ રાશિમાં ગોચર કરી રહ્યા હતા. અગામી તા.26 મહાશિવરાત્રિ પર, શુક્ર તેની ઉચ્ચ રાશિ મીનમાં રહેશે, રાહુ પણ તેની સાથે રહેશે. આ એક શુભ યોગ છે. આ ઉપરાંત સૂર્ય અને શનિ કુંભ રાશિમાં રહેશે. સૂર્ય શનિના પિતા છે અને કુંભ શનિની રાશિ છે. આવી સ્થિતિમાં, સૂર્ય પોતાના પુત્ર શનિના ઘરમાં રહેશે. શુક્ર પોતાના શિષ્ય રાહુ સાથે મીન રાશિમાં રહેશે. કુંભ રાશિમાં પિતા-પુત્ર અને મીન રાશિમાં ગુરુ-શિષ્યના સંયોજનમાં શિવની પૂજા કરવામાં આવશે.

ચાર પ્રહરની પૂજાનું મહત્ત્વ જ્યોતિષના જણાવ્યા મુજબ, ચતુર્દશી તિથિ 26 ફેબ્રુઆરીએ સવારે 11:08 કલાકે શરૂ થશે અને 27 ફેબ્રુઆરીએ સવારે 8:54 કલાક સુધી ચાલુ રહેશે. રાત્રિના સમયે ભગવાન શિવની પૂજા કરી શકાય છે. તેની સાથે પૌરાણિક માન્યતાઓ મુજબ, યથા શ્રદ્ધા, યથા પ્રહર, યથા સ્થિતિ અને યથા ઉપચાર મુજબ થવી જોઈએ. ચાર પ્રહરની સાધનાથી ધન, યશ, પ્રતિષ્ઠા અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. જેઓ બાળકો સંબંધિત સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે તેમણે પણ આ સાધના જરૂરથી કરવી જ જોઈએ. ઉપરાંત, ભગવાન શિવનો અભિષેક કરતી વખતે 108 વખત “ૐ પાર્વતીપતયે નમઃ” મંત્રનો જાપ કરવો જોઈએ. આમ કરવાથી જીવનમાં કોઈ અકાળ સંકટ આવતું નથી.

જાણો દરેક રાશિના જાતકોએ ચંદ્ર રાશિ પ્રમાણે કેવી રીતે પૂજા કરવી

મહાદેવને લીંગ ઉપર કાચા દૂધનો અભિષેક કરીને સફેદ માવાની મીઠાઈ અર્પણ કરવી, જેનાથી માનસિક શાંતિ મળશે અને અટકેલા કાર્યો પરિપૂર્ણ થવા લાગશે.

મોળા દહીંથી મંત્રોચ્ચાર કરી શિવજીને અભિષેક કરવો ત્યારબાદ સફેદ કપડાંનું વસ્ત્ર દાન આપવું, જેનાથી સર્વ પ્રકારે શારીરિક સુખાકારી પ્રાપ્ત થશે.

શિવલિંગને લીલુ નારિયેળ અર્પણ કરો ત્યારબાદ ‘ઓમ નમઃ શિવાય’ મંત્ર બોલી એક મીઠ્ઠી મગ ચઢાવો, તેનાથી આકસ્મિક દુર્ઘટના તેમજ માનસિક, ચિંતા, ઉદ્વેગ, અશાંતિ અજંપો દૂર થશે.

શુદ્ધ પાત્રમાં ગંગાજળ ભરી શિવજી પર અભિષેક કરવો ત્યારબાદ લિંગ ઉપર સફેદ ફૂલ ચડાવવું, તેનાથી આકસ્મિક ધનપ્રાપ્તિ સાથો-સાથ માનસિક શાંતિ પ્રાપ્ત થશે.

શુદ્ધ જળથી અભિષેક કરવો અને સાથે 108 બીલીપત્ર અર્પણ કરો, તેનાથી રાજકીય માન-સન્માન પદ, પ્રતિષ્ઠામાં વધારો થશે તેમજ અટકેલા પૈસા પાછા મળશે.

શુદ્ધ જળ, કાચું દૂધ ઉપરાંત રીંગણા મહાદેવને અર્પણ કરવા, તેનાથી શારીરિક-માનસિક આધિ વ્યાધિનો નાશ થશે અને આકસ્મિક સારા સમાચાર પ્રાપ્ત થશે.

શુદ્ધ જળમાં ગંગાજળ, સાકર મિશ્રિત કરી મહાદેવજીને જળાભિષેક કરવો સાથે રોકડ 21 રૂપિયા અર્પણ કરવી

અક્ષત ચડાવી ત્યારબાદ જળાભિષેક કરવો, તેનાથી લાંબા સમયના અટકેલા કાર્યો પૂર્ણ થશે અને આકસ્મિક શુભ સમાચાર પ્રાપ્ત થશે.

શેરડીના રસનો અભિષેક કરી ત્યારબાદ મહાદેવજીને કોરા વસ્ત્ર અર્પણ કરવા અને બ્રાહ્મણને ફરાળી જમાડવી

શુદ્ધ જળમાં કાળા તલ મિશ્રિત કરી તેનો અભિષેક કરવો અને ગરીબોમાં મીઠાઈઓ વહેંચવી

પંચોપચાર પૂજા સાથે રૂદ્રાભિષેક કરીને મહાદેવજીની કૃપા દષ્ટિ પ્રાપ્ત કરવી, તેનાથી શનિની સાડાસાતીની અશુભ અસર ઓછી વર્તાયશે.

મહાદેવજીને શુદ્ધ ઘીનો અભિષેક કરી ત્યારબાદ જળ ચઢાવવાથી અને સુગંધી દ્રવ્ય સાથે આરતી કરવાથી, તેનાથી લાંબા સમયના મહેચ્છાઓ પરિપૂર્ણ થશે.
શિવરાત્રિ સાથે જોડાયેલી માન્યતાઓ
