32 મિનિટ પેહલા
- કૉપી લિંક
બોલિવૂડ એક્ટ્રેસ શ્રદ્ધા કપૂર અને સ્ક્રિપ્ટ રાઇટર રાહુલ મોદી કેટલીક વખત રિલેશનશિપની તો કેટલીક વખત બ્રેકઅપની અટકળોને કારણે ચર્ચામાં રહે છે. થોડા સમય પહેલા આવા સમાચાર સામે આવ્યા હતા કે બંનેનું બ્રેકઅપ થઈ ગયું છે પરંતુ હાલમાં સામે આવેલી કેટલીક તસવીરો આ અટકળોને ફગાવી દીધી છે.
રૂમર્ડ કપલે લીધી અમદાવાદની મુલાકાત પાપારાઝીએ શ્રદ્ધા કપૂર અને રાહુલ મોદીને હાલમાં ફ્લાઇટના ઇકોનોમી ક્લાસમાં સ્પોટ કર્યા હતા. બંને એક જ ફ્રેમમાં દેખાયા અને એકબીજા સાથે વાત કરી રહ્યા હતા. રાહુલ અને શ્રદ્ધા બંનેએ મેચિંગ કપડાં પણ પહેર્યા હતા. આના એક દિવસ પહેલા રૂમર્ડ કપલે અમદાવાદમાં એક રિશેપશનમાં હાજરી આપી હતી. આ બંને વાતના ફોટો-વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યા છે.
શ્રદ્ધા કપૂર અને રાહુલ મોદી તાજેતરમાં અમદાવાદમાં એક લગ્નના રિસેપ્શનમાં હાજર રહ્યા હતા. બંને સ્ટેજ પર નવદંપતી સાથે ફોટો પણ પડાવ્યો હતો. ફક્ત એટલું જ નહીં આ ઈવેન્ટમાં એક્ટ્રેસે પાણીપુરીનો આનંદ પણ માણ્યો હતો. સાથે જ તેણે તસવીર શેર કરતાં લખ્યું, ‘હું ગણવાનું ભૂલી ગઈ, પછી મને યાદ આવ્યું કે લગ્નમાં તો અનલિમિટેડ હોય છે. સાથે જ બીજી ઘણી બધી તસવીરો શેર કરી.
શ્રદ્ધાએ કોમેન્ટમાં આપ્યો જવાબ શ્રદ્ધાની પોસ્ટના કોમેન્ટ સેક્શનમાં, એક યુઝરે પૂછ્યું, ‘તમને ખાવામાં સૌથી વધુ શું ભાવ્યું? આના જવાબમાં એક્ટ્રેસે કહ્યું, મેં પહેલી વાર દહીં વડા ખાધા અને મારું જીવન બદલાઈ ગયું. એક નેટીઝને પ્રશ્ન કર્યો, ચોથો ફોટો કોણે લીધો છે? તો શ્રદ્ધાએ જવાબ આપ્યો, ‘બીજા કોઈએ’. આ ઈવેન્ટમાં રાહુલ સફેદ શર્ટ અને ગ્રે કોટ-પેન્ટ પહેરેલો જોવા મળ્યો હતો અને શ્રદ્ધા કપૂરે ગોલ્ડન એથનિક આઉટફિટ પહેર્યું હતું.


ઇકોનોમી ક્લાસમાં ટ્રાવેલ કરતાં લોકોએ કહ્યું- પૈસા બચાવે છે અમદાવાદમાં લગ્નમાં હાજરી આપ્યાં બાદ બીજા દિવસે રૂમર્ડ કપલ સાથે ફલાઈટમાં ઇકોનોમી ક્લાસમાં ટ્રાવેલ કરતું દેખાયું. તસવીરોમાં જોઈ શકાય છે કે એક્ટ્રેસ તેના ફોન પર રાહુલને કંઈક બતાવી રહી છે. જ્યારે આ તસવીરો લેવામાં આવી રહી હતી, ત્યારે રાહુલનું ધ્યાન શ્રદ્ધા કપૂરની સ્ક્રીન પર પણ હતું. બંનેના ફોટા સોશિયલ મીડિયા પર ખૂબ વાઈરલ થઈ રહ્યા છે. તેમના સંબંધ વિશે વિવિધ અટકળો લગાવવામાં આવી રહી છે. જોકે, હજુ સુધી બંને રિલેશનશિપ વિશે કોઈ પુષ્ટિ કરી નથી.

આ કારણે બ્રેકઅપના સમાચાર વહેતા થયા હતા થોડા સમય પહેલા એક્ટ્રેસ શ્રદ્ધા કપૂરે બોયફ્રેન્ડ રાહુલ મોદીને ઈન્સ્ટાગ્રામ પર અનફોલો કરી દીધો હોવાના સમાચાર પણ સામે આવ્યા હતા. ત્યારબાદ શ્રદ્ધા અને રાહુલનું બ્રેકઅપની ચર્ચાઓ વહેતી થઈ હતી. એક્ટ્રેસે રાહુલની બહેન, તેના પ્રોડક્શન અને ડોગના પેજને પણ અનફોલો કર્યું હતું. જોકે આ પછી પણ રાહુલ શ્રદ્ધાને ફોલો કરી રહ્યો છે. બંને હજુ સુધી તેમના રિલેશનશિપ વિશે કોઈ પુષ્ટિ કરી નથી.

શ્રદ્ધા કપૂર-રાહુલ મોદીનું નામ કેવી રીતે જોડાયું? મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો શ્રદ્ધા અને રાહુલની મુલાકાત ફિલ્મ ‘તુ જૂઠી મેં મક્કાર’ દરમિયાન થઈ હતી. રાહુલ આ ફિલ્મ સાથે લેખક તરીકે જોડાયેલો હતો. આ ફિલ્મના શૂટિંગ બાદથી તેમનું બોન્ડ વધુ મજબૂત બન્યું છે. ફિલ્મનું શૂટિંગ પૂરું થયું ત્યાં સુધીમાં બંને એકબીજા સાથે કમ્ફર્ટેબલ બની ગયા હતા. પરંતુ તેઓ તેમના સંબંધને સત્તાવાર બનાવવાની ઉતાવળમાં ન હતા.

લવ રંજન દ્વારા નિર્દેશિત ફિલ્મ ‘તુ જૂઠી મેં મક્કાર’માં શ્રદ્ધા કપૂરે રણબીર કપૂર સાથે સ્ક્રીન શેર કરી હતી. રાહુલે ‘પ્યાર કા પંચનામા 2’ અને ‘સોનુ કે ટીટુ કી સ્વીટી’માં લેખક તરીકે પણ કામ કર્યું છે. એવું કહેવાય છે કે 2022માં શ્રદ્ધાનું ફોટોગ્રાફર રોહન શ્રેષ્ઠ સાથે બ્રેકઅપ થયું હતું. જે બાદ રાહુલ તેમના જીવનમાં આવ્યો છે.