પ્રાથમિક શાળાના શિક્ષકોની જિલ્લા ફેર બદલીનો કેમ્પ 27 અને 28 ફેબ્રુઆરીના રોજ જિલ્લા શિક્ષણ તાલીમ ભવન ઇડરમાં યોજાશે.
.
કેમ્પમાં 27 ફેબ્રુઆરીના રોજ ધો. 1 થી 5ના કુલ 178 જગ્યાઓ માટે સિનિયોરિટી પ્રમાણે 550 શિક્ષકોને બોલાવાયા છે. 28 ફેબ્રુઆરીએ ધો. 6 થી 8ના વિવિધ વિષયોને અનુરૂપ કુલ 66 શિક્ષકોને બોલાવાયા છે. જેમાં ગણિતના 9 જગ્યાની સામે 18, સામાજિક વિજ્ઞાનની 10 જગ્યા સામે 30 અને ભાષાની 6 જગ્યા સામે 18 શિક્ષકોને બોલાવાયા છે. ડી.પી.ઇ.ઓ. કેયુર ઉપાધ્યાએ જણાવ્યું હતું કે, આ બદલી કેમ્મથી શિક્ષકોને પોતાના વતનની નજીક આવવાનો અવસર મળશે.