સરસ્વતી તાલુકાની ભાટસણ પગાર કેન્દ્ર શાળાએ એક દિવસીય શૈક્ષણિક પ્રવાસનું આયોજન કર્યું. આ પ્રવાસમાં ધોરણ 3થી 8ના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો.
.
પ્રવાસ દરમિયાન બાળકોએ સૌ પ્રથમ મોઢેરા સૂર્યમંદિરની મુલાકાત લીધી. અહીં તેમને મંદિરના ઐતિહાસિક મહત્વ વિશે માહિતી આપવામાં આવી. ચા-નાસ્તા બાદ બાળકોને પાટડી સ્થિત મીની પોઈચા લઈ જવામાં આવ્યા. અહીં તેમણે વિવિધ રાઈડ્સની મજા માણી અને પ્રદર્શન નિહાળ્યું.
બપોરના સમયે બાળકોને પૌષ્ટિક ભોજન પીરસવામાં આવ્યું. જેમાં દાળ-ભાત, શાક-પુરી, કાલાજામ, પાપડ, છાશ અને સલાડનો સમાવેશ થતો હતો. ત્યારબાદ પીપળીધામ ખાતે રામદેવપીરના દર્શન કરવામાં આવ્યા. આ મુલાકાતથી બાળકો અને શાળા પરિવાર ધન્યતા અનુભવી.

રાત્રે હળવું ભોજન લીધા બાદ તમામ વિદ્યાર્થીઓને સલામત રીતે ભાટસણ પરત લાવવામાં આવ્યા. આમ, શૈક્ષણિક અને આનંદદાયક પ્રવાસ સફળતાપૂર્વક સંપન્ન થયો.
