લગભગ 6 લાખની વધુની વસ્તીવાળા ઔદ્યોગિક સંકુલમાં ફાયર વ્યવસ્થા સાવ પાંગળી છે. ગાંધીધામ આદિપુર જોડિયા શહેરો અને ગ્રામીણનો વિસ્તાર મોટો છે. કચ્છમાં મતદારો ની સંખ્યામાં પ્રથમ નંબરની વિધાનસભાની સીટ છે. આ ઔદ્યોગિક સંકુલ રેવન્યુ થી લઈને રેલવે સુધી સરકારને મો
.
આપાતકાલીન પરિસ્થિતિઓને પહોંચી વળવા માટે રાજ્યના પાંચ પૈકી ગાંધીધામમાં ઈમરજન્સી રિસ્પોન્સ સેન્ટર કાર્યરત કરવામાં આવ્યું હતુ, લગભગ 25 કરોડથી વધુનાના સાધનો છે. પણ મેનપાવર એટલે કે કર્મચારીઓ નથી, માત્ર પાંચ કર્મચારીઓ છે. જેના પગલે અતિઆધુનિક સાધનો છે જે ગમે તેવી પરિસ્થિતિને પહોંચી વળે તેમ છે. પરંતુ કર્મચારીઓ ન હોવાથી તે શોભાના ગાંઠિયા સમાન બન્યા છે. આપાતકાલીન પરિસ્થિતિમાં આ સેન્ટર રિસ્પોન્સ આપી શકે તેવી સ્થિતિમાં નથી, કમ નસીબે કોઈ ઘટના બને તો તંત્ર કેવી રીતે પહોંચી વળશે તે સહિતના વ્યાપક સવાલો ઊભા થયા છે. ગાંધીધામ સંકુલને કચ્છમાં ફાયરની વ્યવસ્થાઓને સુદ્રઢ કરવાની અત્યંત જરૂરી છે.
તો બીજી તરફ ગાંધીધામ આદિપુર જોડિયા શહેરો અને સંકુલમાં આગ બનાવને પહોંચી વળવા માટે રાજ્ય સરકારની વ્યવસ્થામાં મહાનગરપાલિકા પાસે માત્ર એક જ મીનીફાયર ફાઈટર છે. તેમણે વર્ષ દરમિયાન 102 થી વધુ જગ્યાઓ ઉપર આગ બુજાવી છે. માત્ર એક જ ફાયર ફાઈટર છે 24 કલાકમાં ગમે ત્યારે ફાયર વિભાગના હેમંત ગગલાની અને દિપક ગરવા ને આગ નો કોલ મળે એટલે સ્થળ ઉપર ફાયર ફાઈટર મોકલવામાં આવે છે, અને આગ ઉપર કાબુ મેળવાય છે. કર્મચારીઓ છે પરંતુ આગ સહિતની આપાતકાલીન પરિસ્થિતિ અને પહોંચી વળવા માટે સાધનો નથી.
તાજેતરમાં રહેણાંક તથા કોમર્શિયલ વિસ્તારોમાં લાગેલી આગ અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન ની કંપનીમાં લાગેલી આગ અને બુજાવવા માટે ગાંધીધામ નું એક ફાયર ત્યાં જ હતું અને સતત કામગીરી કરી હતી માત્ર એક જ ફાયર છે. તેની ક્ષમતા પણ ઝાઝી નથી વર્ષોથી સરકારે નવા સાધનો આપ્યા નથી અને તત્કાલીન સમયની નગરપાલિકાના નેતાઓને અધિકારીઓએ સરકાર પાસેથી જરૂરિયાત મુજબના સાધનો માંગ્યા નથી તેના કારણે નગરપાલિકાની ફાયર વ્યવસ્થા લંગડાવવા લાગી છે. ગાંધીધામ મનપા બની છે ત્યારે ટ્રેનિંગ બધ્ધ કર્મચારીઓની ભરતી કરવામાં આવે તે અતિ જરૂરી ના આવશ્યક છે.
મનપાના ફાયર વિભાગે 18 જગ્યાએ રેસ્ક્યુ કર્યું મહાનગરપાલિકા પાસે માત્ર એક જ મીની ફાયર ફાઈટર છે. તેમ છતાં વર્ષ દરમિયાન 102 થી વધુ કોલ લીધા છે. અને તેમાં 19 મેજર કોલ હતા જ્યારે 18 રેસક્યુ તથા 44 સ્ટેન્ડ બાય અને 17 માં પણ ફાયર વિભાગ જોડાયો હતો. ગાંધીધામ આદિપુર જોડિયા શહેરોમાં આગના બનાવમાં મનપાનું ફાયર ફાઈટર કામ કરી રહ્યું છે. સાધનો નથી એટલે વ્યાપક મુશ્કેલીઓ પણ આવે છે.
ડીપીએ,કાસેઝ આગ બુજાવવાના પણ રૂપિયા લે છે સંકુલ માં ફાયર વ્યવસ્થા પાંગળી છે. ઇ.આર.સી પ્રતિક્રિયા આપી શકતું નથી મનપા પાસે સાધનો નથી તેવામાં રહેણાંક કોમર્શિયલ વિસ્તારમાં આગ લાગે ત્યારે દિન દયાલ પોર્ટ ઓથોરિટી અને કંડલા સ્પેશિયલ ઇકોનોમિક ઝોનના ફાયર વિભાગ નો સંપર્ક કરવામાં આવે છે, પરંતુ તેઓ રૂપિયા લીધા વગર આગનો કોલ લેતા નથી. જેના કારણે મુશ્કેલીઓ વધી જાય છે. તાજેતરમાં જ એ બાઈકના શો રૂમમાં લાગેલી આગ બુજાવવા માટે રૂપિયા માંગવામાં આવ્યા હતા. જ્યારે કંડલા ટિમ્બર દ્વારા નિશુલ્ક ફાયર સેવા અપાઈ રહી હોવાનું જાણવા મળે છે.