6 મિનિટ પેહલા
- કૉપી લિંક
થોડા દિવસો પહેલા કેરળ કોંગ્રેસે પ્રીટિ ઝિન્ટા પર આરોપ મૂક્યો હતો કે ભાજપની મદદથી 18 કરોડ રૂપિયાની લોન માફ કરાવી છે, જોકે એકટ્રેસે આ દાવાઓ નકારી કાઢ્યા હતા અને ટ્વીટનો જવાબ આપ્યો હતો. એક્ટ્રેસની પોસ્ટ પર એક યુઝરે કોમેન્ટ કરતા પૂછ્યું કે શું તમે રાહુલ ગાંધી વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કરશો? જવાબમાં, એક્ટ્રેસે કહ્યું કે મને નથી લાગતું કે આ રીતે કોઈને બદનામ કરવું યોગ્ય છે, કારણ કે તેઓ આ કાર્ય માટે જવાબદાર નથી.
પ્રીટિએ આગળ લખ્યું, હું સમસ્યાઓ અથવા કોઈપણ મુદ્દાને સીધા હેન્ડલ કરવામાં માનું છું, નાના-નાના ઝઘડાઓ દ્વારા નહીં. મને રાહુલ ગાંધી સામે વ્યક્તિગત રીતે કોઈ પણ વાંધો નથી, તેથી તેમને શાંતિથી રહેવા દો અને હું પણ શાંતિથી રહીશ.

શું છે સમગ્ર મામલો? કેરળ કોંગ્રેસે 17 ફેબ્રુઆરીએ તેના ટ્વીટર હેન્ડલ પર એક પોસ્ટ શેર કરી હતી. જેમાં લખ્યું હતું કે, પ્રીટિ ઝિન્ટાએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ ભાજપને આપી દીધા અને બદલામાં તેમનું 18 કરોડ રૂપિયાનું દેવું માફ કરાવ્યું. ગયા અઠવાડિયે બેંકને નુકસાન થયું હતું અને હવે થાપણદારો તેમના પૈસા માટે રસ્તા પર ઉતરી આવ્યાં છે.

કેરળ કોંગ્રેસની પોસ્ટ રિ-પોસ્ટ કરતી વખતે, પ્રીટિએ કોંગ્રેસ પર પ્રહારો કર્યો. તેણે લખ્યું કે- ના, હું મારા સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ જાતે ચલાવું છું અને તમને આવા ફેક સમાચારને શેર કરવામાં શરમ આવવી જોઈએ. કોઈએ મારું દેવું માફ કર્યું નથી કે કોઈ લોન માફ કરી નથી.
મને આઘાત લાગ્યો છે કે કોઈપણ રાજકીય પક્ષ કે તેના પ્રતિનિધિઓ મારા નામ અને તસવીરોનો ઉપયોગ ખોટા સમાચારોને પ્રોત્સાહન આપવા અને પાયાવિહોણા દાવાઓ અને ક્લિકબેટમાં સામેલ થવા માટે કરી રહ્યા છે. રેકોર્ડ માટે લોન લેવામાં આવી હતી, જે સંપૂર્ણપણે ચૂકવી દેવામાં આવી હતી. આ ઘટનાને 10 વર્ષથી વધુ સમય થઈ ગયો છે. આશા છે કે તે આ સ્પષ્ટતા કરશે અને ભવિષ્યમાં કોઈ ગેરસમજ ન થાય તે માટે મદદ કરશે.

તાજેતરમાં પ્રીટિ ઝિન્ટા વિશે સમાચાર આવ્યાં હતાં કે ન્યૂ ઈન્ડિયા કોઓપરેટિવ બેંક દ્વારા તેમના 18 કરોડ રૂપિયા માફ કરવામાં આવ્યા છે.
ન્યૂ ઈન્ડિયા કોઓપરેટિવ બેંકને થોડા સમય પહેલા અનિયમિતતાને કારણે સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો, જેના કારણે ગ્રાહકોને તેમના પૈસા મેળવવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. તે સમયે, એવા સમાચાર બહાર આવ્યા હતા કે બેંકે નિયમોનું પાલન કર્યા વિના કેટલાક લોકોને મોટી લોન આપી હતી અને તેમની લોન પણ માફ કરી દીધી હતી, જેમાં પ્રીટિ ઝિન્ટાનું નામ પણ સામેલ હોવાનું કહેવાય છે.