અમુક પળો પેહલા
- કૉપી લિંક
ઉત્તરાખંડના ચમોલી જિલ્લાના બદ્રીનાથ ધામ નજીક આવેલા માના ગામ પાસે એક ગ્લેશિયર તૂટવાના સમાચાર છે. જેમાં બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન BROના કોન્ટ્રાક્ટર હેઠળ કામ કરતા 57 મજૂરો કાટમાળ નીચે દટાયા હોવાના અહેવાલ છે.
અત્યાર સુધીમાં 10 મજૂરોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે, જ્યારે બાકીના 47 મજૂરોની શોધકોળ ચાલી રહી છે. IG રાજીવ સ્વરૂપે જણાવ્યુ કે રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે.
જમ્મુ-કાશ્મીરમાં પણ ત્રણ દિવસથી વરસાદ અને હિમવર્ષા થઈ રહી છે. શુક્રવારે વહેલી સવારે ઉધમપુર જિલ્લાના મૌંગરી નજીક પહાડ પરથી પથ્થર પડતાં માતા અને પુત્રનું મોત થયું હતું. કઠુઆ જિલ્લાના રાજબાગ વિસ્તારમાં ઉઝ નદીમાંથી 11 લોકોને અને નીકી તવી વિસ્તારમાંથી 1 વ્યક્તિને બચાવી લેવામાં આવી હતી.
વધુ અપડેટ કરી રહ્યા છીએ…