પ્રાંતિજના આમોદરા ખાતે 2 માર્ચના રોજ યોજાનાર પ્રથમ સાંસદ સમૂહ લગ્નોત્સવની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. આજે 122 કન્યાઓને કરિયાવરની વસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. કન્યાઓને કરિયાવરમાં સોફા, બેડ, ખુરશી, તિજોરી, બાજોટ, ગાદલું, ટીપોઈ અને બાથરૂમ સેટ
.
આયોજન સ્થળે બે લાખ ચોરસ મીટરમાં 122 ચોરી, મુખ્ય સ્ટેજ, સંતો માટેનું સ્ટેજ અને મહેમાનો માટે બેઠક વ્યવસ્થા તૈયાર કરવામાં આવી છે. સાબરકાંઠા-અરવલ્લી સાંસદ શોભનાબેન બારૈયા, પ્રાંતિજના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા અને સાબરકાંઠા ભાજપ પ્રમુખ કનુભાઈ પટેલ સહિતના અગ્રણીઓ વિતરણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.

સાંસદ શોભનાબેન બારૈયાએ જણાવ્યું કે, લોકસભાની ચૂંટણી દરમિયાન તેમને સમૂહ લગ્નનું આયોજન કરવાનો વિચાર આવ્યો હતો. તેમણે ગરીબ અને અનાથ કન્યાઓના લગ્ન કરાવવાનો નિર્ણય કર્યો છે. આ આયોજન સમાજમાં એકતા અને સમરસતા જાળવવા માટે કરવામાં આવ્યું છે. પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયાએ લગ્ન દિવસે સવારે 8 વાગ્યે વર-કન્યા પક્ષને હાજર રહેવા સૂચના આપી છે.












