સ્પોર્ટ્સ ડેસ્ક2 મિનિટ પેહલા
- કૉપી લિંક
ઇંગ્લેન્ડના જોસ બટલરે ODI અને T20 ફોર્મેટમાં ટીમની કેપ્ટનશિપ છોડી દીધી છે. ચેમ્પિયન્સ ટ્રોફીમાં ટીમના ખરાબ પ્રદર્શન બાદ બટલરે આ નિર્ણય લીધો હતો. શનિવારે કરાચીમાં સાઉથ આફ્રિકા સામેની ગ્રૂપ સ્ટેજ મેચમાં તે છેલ્લી વખત ટીમનું નેતૃત્વ કરશે.
બટલરે મેચ પહેલા શુક્રવારે પ્રેસ કોન્ફરન્સમાં કેપ્ટનશીપ છોડવા વિશે વાત કરી હતી. ઇંગ્લેન્ડની ટીમ 2023 ODI વર્લ્ડ કપ અને 2025 ચેમ્પિયન્સ ટ્રોફીમાં ગ્રૂપ સ્ટેજમાં બહાર થઈ ગઈ હતી.
બટલરે કહ્યું- રમત પર ઘણું કામ કરવાની જરૂર છે અફઘાનિસ્તાન સામે મેચ હાર્યા બાદ જોસ બટલરે કહ્યું, ‘મને લાગે છે કે ટીમને અમે ઇચ્છતા હતા તે પરિણામો મળ્યા નથી. તેથી, મારે કેપ્ટનશિપ અંગેના મારા નિર્ણય પર પુનર્વિચાર કરવો પડ્યો. ઇંગ્લેન્ડ ક્રિકેટને વ્હાઇટ બોલના બંને ફોર્મેટમાં ઘણું વિચારવાની જરૂર છે. મારે મારી રમત પર ઘણું કામ કરવું પડશે. મારે સમજવું પડશે કે હું સમસ્યાનો ભાગ છું કે ઉકેલનો?’

જો રૂટની સદી છતાં, ઇંગ્લેન્ડની ટીમ અફઘાનિસ્તાન સામે 8 રનથી હારી ગઈ.
ઇંગ્લેન્ડ ઓસ્ટ્રેલિયા અને અફઘાનિસ્તાન સામે હારી ગયું ચેમ્પિયન્સ ટ્રોફીમાં, ઇંગ્લેન્ડનો પ્રથમ મેચમાં જ ઓસ્ટ્રેલિયા સામે પરાજય થયો હતો. ટીમ 351 રનને ડિફેન્ડ કરી શકી નહોતી. ત્યારબાદ અફઘાનિસ્તાન સામે, ટીમ 326 રનના ટાર્ગેટને ચેઝ કરી શકી નહીં. બે હાર બાદ ટીમ સેમિફાઈનલ માટે ક્વોલિફાય થઈ શકી નહીં.

ઇંગ્લેન્ડને હરાવીને ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી બહાર કર્યા બાદ અફઘાનિસ્તાનના ખેલાડીઓએ ઉજવણી કરી હતી.
ભારત સામેની ODI સિરીઝમાં વ્હાઇટવોશ થયો હતો ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા, ઇંગ્લેન્ડ ભારતમાં T20 અને ODI સિરીઝ પણ હારી ગયું હતું. ભારતે 5 T20 શ્રેણી 4-1થી અને 3 વન-ડે સિરીઝ 3-0થી જીતી હતી. બટલરની કેપ્ટનશીપ હેઠળ, ટીમ સતત 7 મેચ હારી ગઈ હતી.