વોશિંગ્ટન ડીસી35 મિનિટ પેહલા
- કૉપી લિંક
શિવોન ઝિલિસ અને એલોન મસ્ક તેમના જોડિયા બાળકો સાથે.
ઈલોન મસ્ક 14મા બાળકના પિતા બન્યા છે. તેમની કંપની ન્યુરાલિંકના એક્ઝિક્યુટિવ શિવોન ઝિલિસ આ બાળકની માતા છે. બાળકનું નામ સેલ્ડન લાઇકર્ગસ છે.
શિવોન ઝિલિસ શુક્રવારેના રોજ બાળકના જન્મની જાણકારી X પર આપી હતી. તેણે લખ્યું કે ઈલોન સાથે વાત કર્યા પછી અમને લાગ્યું કે અમારા અદ્ભુત અને અવિશ્વસનીય પુત્ર વિશે માહિતી શેર કરવી વધુ સારું રહેશે. જો કે, તેમણે તેમના પુત્રનો જન્મ ક્યારે થયો તે જણાવ્યું ન હતું.
શિવોને લખ્યું,

તે એક શક્તિશાળી યોદ્ધા જેવો મજબૂત છે, અને તેનું હૃદય સોના જેવું નિર્મળ છે. અમે તેને ખૂબ પ્રેમ કરીએ છીએ.

શિવોન અને મસ્કને પહેલાથી જ 3 બાળકો છે
શિવોન અને મસ્કને પહેલાથી જ 3 બાળકો છે. આમાં બે જોડિયા છોકરાઓ- સ્ટ્રાઇડર અને એઝ્યોર અને એક પુત્રી આર્કેડિયા છે. નવેમ્બર 2021માં, મસ્ક અને ગિલિસે જાહેર કર્યું કે તેમણે જોડિયા બાળકો, સ્ટ્રાઇડર અને એઝ્યોરને જન્મ આપ્યો છે. જ્યારે ગયા વર્ષે પુત્રી આર્કેડિયાનો જન્મ થયો હતો.
મોદીની અમેરિકા મુલાકાત વખતે મસ્ક શિવોન અને બાળકોને પોતાની સાથે લાવ્યા હતા
પીએમ મોદીની અમેરિકા મુલાકાત દરમિયાન, ઈલોન મસ્ક શિવોન ગિલિસ અને તેમના ત્રણ બાળકો સાથે મોદીને મળવા આવ્યા હતા.
સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરે દાવો કર્યો- મસ્ક મારા બાળકનો પિતા છે
હાલમાં, અમેરિકન સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર અને લેખિકા એશ્લે સેન્ટ ક્લેયરે દાવો કર્યો હતો કે તે ટેસ્લા કંપનીના માલિક ઈલોન મસ્કના પુત્રની માતા છે. ક્લેયરે કહ્યું કે તેણે 5 મહિના પહેલા સીક્રેટ રીતે આ બાળકને જન્મ આપ્યો હતો, પરંતુ સલામતી અને પ્રાઈવેસીને કારણે તેણે તેની જાહેરાત પહેલા કરી ન હતી.
જો ક્લેયરનો દાવો સાચો હોય તો આ મસ્કનું 13મું બાળક હશે. મસ્કને તેની 3 પત્નીથી 12 બાળકો છે.
એશ્લે ક્લેયરે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી-

5 મહિના પહેલા મેં આ દુનિયામાં એક બાળકનું સ્વાગત કર્યું. મસ્ક તેના પિતા છે. મીડિયામાં આ વાતને હાઇલાઇટ કરવામાં આવી રહી છે. હું બાળકને સુરક્ષિત વાતાવરણ આપવા માંગુ છું. હું મીડિયાને અપીલ કરું છું કે તેઓ અમારા બાળકની પ્રાઈવેસીનું સન્માન કરે.

મસ્ક ગયા વર્ષે તેના 12મા બાળકનો પિતા બન્યો હતો
આ દાવા પર ઈલોન મસ્કે હજુ સુધી કોઈ નિવેદન આપ્યું નથી. મસ્ક હાલમાં ન્યુરાલિંકના મેનેજર શિવોન જિલિસલ સાથે સંબંધમાં છે. બંનેને ત્રણ બાળકો છે. તે ગયા વર્ષે જ તેના 13મા બાળકનો પિતા બન્યો.
મસ્કે પહેલા લગ્ન 2000માં કેનેડિયન લેખિકા જસ્ટિન વિલ્સન સાથે કર્યા હતા. તેમનો પહેલો દીકરો, નેવાડા, 2002માં જન્મ્યો હતો અને જ્યારે તે દસ અઠવાડિયાનો હતો ત્યારે ઈંફેંટ ડેથ સિન્ડ્રોમથી મૃત્યુ પામ્યો. 2008માં વિલ્સન સાથે તેમના છૂટાછેડા થયા હતા.
મસ્કે કહ્યું હતું – વિશ્વમાં ઓછી વસ્તીનું સંકટ છે
ઈલોને 2010માં બ્રિટિશ સ્ટાર તાલુલાહ રાયલી સાથે લગ્ન કર્યા. જો કે, 2012માં તેમના છૂટાછેડા થઈ ગયા. આ પછી, તેઓએ ફરીથી લગ્ન કર્યા. ડિસેમ્બર 2014માં તાલુલાહે બીજી વખત છૂટાછેડા માટે અરજી કરી, પરંતુ તે પછીના વર્ષે તેણે પાછી ખેંચી લીધી. માર્ચ 2016માં, તાલુલાહ ત્રીજી વખત છૂટાછેડા માટે અરજી કરી અને છૂટાછેડા લીધા. આ કપલને કોઈ બાળક નથી.
મસ્ક માને છે કે વિશ્વ હાલમાં વસ્તી સંકટનો સામનો કરી રહ્યું છે અને સારા IQ ધરાવતા લોકોએ બાળકોને જન્મ આપવો જોઈએ. તેમણે 2021માં કહ્યું હતું કે જો લોકો વધુ બાળકોમે જન્મ નહી આપે, તો આપણી સભ્યતાનો અંત થી જશે.