ગુજરાતમાં પ્રથમ વખત રાજકોટમાં ન્યુરોસર્જીકલ એસોસિએશનના વડપણ હેઠળ 3 દિવસના ન્યુરોલોજીકલ સર્જન સોસાયટી ઓફ ઈન્ડિયાના ઉપક્રમે ન્યુરોસર્જન કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે, જેનો આજે બીજો દિવસ છે. આ એન્યુઅલ કોન્ફરન્સમાં ભાગ લેવા માટે ભારત ઉપરાંત રશિયા,
.
ગઈકાલે (28 ફેબ્રુઆરી) પ્રથમ દિવસે એઇમ્સ હોસ્પિટલ ખાતે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સિનિયર ડોક્ટર્સ દ્વારા જુનિયર ડોક્ટર્સને લેક્ચર તેમજ ડેડબોડી ઉપર લાઈવ ઓપરેશન અંગે શીખ આપવામાં આવી હતી. આજે બીજા દિવસે દુનિયાભરમાં થઇ રહેલા ન્યુરોસર્જનને લગતા રિસર્ચ પેપર અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, દુનિયામાં દર વર્ષે 5 કરોડ લોકોને વાહન અકસ્માતમાં ઈજાઓ પહોંચતી હોય છે. જેમાં 70% દર્દીઓના મૃત્યુ થાય છે અથવા પેરેલાઈસ થઇ જ હોય છે. ત્યારે તેને ઘટાડવા માટે રિસર્ચ કરી તે અંગે ચર્ચા વિચારણા આજના વર્કશોપમાં કરવામાં આવી છે.
વાહન અકસ્માતમાં બાદ થતી સારવાર પર ચર્ચા કરાઈ સૌરાષ્ટ્રના જાણીતા ન્યુરોસર્જન ડોક્ટર હેમાંગ વસાવડાએ દિવ્ય ભાસ્કર સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં પ્રથમ વખત 13મી એન.એસ.એસ.આઈ. કોન્ફરન્સ રાજકોટ ખાતે યોજાઇ છે. રાજકોટ ન્યુરોસર્જન એસોસિએશન દ્વારા આયોજિત 13મી અખિલ ભારતીય ન્યુરોલોજિકલ સર્જન સોસાયટીની કોન્ફરન્સનો આજે બીજો દિવસ છે. દુનિયામાં દર વર્ષે 5 કરોડ લોકોને વાહન અકસ્માતમાં ઈજાઓ પહોંચતી હોય છે. જેમાં 70% દર્દીઓના મૃત્યુ થાય છે અથવા પેરેલાઈસ થઇ જ હોય છે. ત્યારે તેને ઘટાડવા માટે રિસર્ચ કરી તે અંગે ચર્ચા વિચારણા આજના વર્કશોપમાં કરવામાં આવેલ છે. જેમાં જુદી જુદી ટેક્નિકના ઓપરેશનો, રોડ સાઇડથી ઉપાડી હોસ્પિટલ સુધી કેટલા સમયમાં પહોંચાડવા આ દરમિયાન શું સારવાર કરવી શું કાળજી રાખવી પાટાપિંડી કેવી રીતે અને ક્યાં કરવી વગેરે બાબતોની ચર્ચા પણ કરવામાં આવી છે. દર્દીને ઇજા પહોંચ્યા પછી એ સારવાર કેવી રીતે કરવી આગળ લગભગ કેટલો સમય જીવી શકશે, તેનું પ્રિડીક્શન સાથે લંડનની યુનિવર્સિટી દ્વારા કરવામાં આવતા રિસર્ચ અંગે ચર્ચા પણ કરવામાં આવી છે.
‘મુખ્ય ઉદેશ અપંગતા અને મૃત્યુદર ઘટાડવાનો’ તેમને વધુમાં જણાવ્યું હતું કે, બે દિવસના વર્કશોપમાં ન્યુરોસર્જીકલ ફિલ્ડના તમામ મુખ્ય મુદાઓને આવરી લઇ વિચાર વિમર્સ કરવામાં આવશે. જેમાં બ્રેઈન ટ્યુમર, બ્રેઈન સ્ટ્રોક, બ્રેઈન ડેડ, કરોડરજ્જુની ગાંઠ, વેન્ટિલેટર ઉપયોગ ક્યારે કરવો સહિત તમામ સારવાર અંગે ચર્ચા-વિચારણા દેશ અને દુનિયાના ડોક્ટરોની હાજરીમાં કરવામાં આવી રહી છે. મુખ્ય ઉદેશ અપંગતા અને મૃત્યુદર ઘટાડવા અંગેનો છે. નવા ટેસ્ટ, નવી સારવાર, નવી દવાઓ, નવા આધુનિક મશીનરીનો ઉપયોગ પણ કેવી રીતર કરવો આ માટે પણ બે દિવસના વર્કશોપમાં ચર્ચા કરવામાં આવી રહ્યું છે.
બ્રેઈન સ્ટ્રોક્સ સહિતના બનાવ પર રિસર્ચઃ ડો. આર. એસ. મિત્તલ રાજકોટમાં યોજાયેલ આ કોન્ફરન્સમાં દેશભરમાંથી 300 ન્યુરોસર્જન્સ, ન્યુરોનર્સીઝ તથા સહયોગી બ્રાન્ચના ડોકટરો ઉપસ્થિત રહ્યા છે. જેમાં ઓલ ઇન્ડિયા ન્યુરોલોજીકલ સર્જન સોસાયટીના ફાઉન્ડર પ્રમુખ ડોક્ટર આર. એસ. મિત્તલ પણ ખાસ ઉપસ્થિત રહ્યા છે. જેમને દિવ્ય ભાસ્કર સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, 3 દિવસના આ કાર્યક્રમમાં દેશ અને દુનિયાના ન્યુરોસર્જનો આવી ચર્ચા વિમર્શમાં ભાગ લઈ રહ્યા છે. આ કોન્ફરન્સમાં કેટલાક રિસર્ચ પેપર અંગે પણ ચર્ચા કરવામાં આવી રહી છે. જેમાં મુખ્યત્વે હેડ ઇન્જરી વધુ જોવા મળતી હોય છે તો એના ઉપર ઘણા રિસર્ચ થઇ રહ્યા છે. કોઈ મશીનરી કામ કરી શકે કેમ તેના માટે પણ રિસર્ચ કરવામાં આવી રહ્યું છે. બ્રેઈન સ્ટ્રોક્સના બનાવ સતત વધી રહ્યા છે, ત્યારે તેના ઉપર પણ નેનો ટેક્નોલોજી મદદથી રિસર્ચ કરવામાં આવી રહ્યું છે.

બ્રેઈન ટ્યુમરનું મુખ્ય કારણ જાણવા રિસર્ચ તેમને વધુમાં જણાવ્યું હતું કે, બ્રેઈન ટ્યુમરનું પણ પ્રમાણ વધી રહ્યું છે. જેમાં બ્રેઈન ટ્યુમરનું મુખ્ય કારણ જાણવા, પ્રથમ ફેઝમાં સ્ટાર્ટિંગ સમયે જાણ થાય અને ડિટેકટ કરી શકાય તેના માટે રિસર્ચ કરવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત બ્રેઇ ટ્યુમર માટે જિન અને કીમો થેરાપી ઉપલબ્ધ છે. જેની સાથે સાથે સર્જીકલ રીતે ટ્યુમરને દૂર કરવા માટે શું કરી શકાય તેના માટે પણ રિસર્ચ ચાલી રહ્યા છે. સ્પાઈનલ કોડના કારણે દર્દી પેરેલાઈઝ થઇ જતો હોય છે .આ માટે નેનો ટેક્નોલોજી મદદથી પ્રાયોગિક ધોરણે સારવાર કેટલાક દેશોમાં ચાલી રહી છે, પરંતુ હાલમાં તે 100% સક્સેસ નથી.
20 દેશના નિષ્ણાંત ડોક્ટરની હાજરી મેડીકલ ફીલ્ડમાં રોજબરોજ નવા સંશોધનો થતા રહે છે. ઓપરેશનની નવી ટેક્નીક અને નવા ઉપકરણોનો ઉપયોગ પણ કરવામાં આવી રહ્યો છે. રાજકોટમાં આયોજિત આ કોન્ફરન્સમાં ભારત ઉપરાંત જાપાન, જર્મની, સીંગાપોર સહીત 20 જેટલા દેશોના નિષ્ણાંતો પણ તેમના દેશની સારવાર પદ્ધતિની ચર્ચા કરી રહ્યા છે, ત્યારે ન્યુરોસર્જરીના ફિલ્ડમાં (AI) આર્ટિફિશિઅલ ઈન્ટેલિજન્સના કારણે આવેલ બદલાવ બાબતની પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી રહી છે. વર્કશોપમાં આધુનિક ઉપકરણોના વિવિધ સ્ટોલ સાથે તેની માર્ગદર્શિકા પણ આપવામાં આવી રહી છે.

આધુનિક મશીનરીથી જટિલ સર્જરી પણ સરળ બની એક સમયે એવું માનવામાં આવતું હતું કે, મગજ એટલે કે બ્રેઈન ખોલી તેનું ઓપરેશન ન કરવું જોઈએ. તેને છનછેડવું ન જોઈએ. જો કે, આજના ટેક્નોલોજીના યુગમાં આધુનિક મશીનરી મદદથી જટિલ સર્જરી પણ સરળ બની રહી છે. અગાઉના સમયમાં તબીબો અનુમાન લગાવી સર્જરી કરતા હતાં, જે આજે જર્મન જેવા દેશની શોધના આધુનિક વિટોમ 3D જેવા મશીન વડે સરળતાથી કરી શકાય છે. આ મશીનરીમાં 30 મેગાપિક્સલ ઝુમિંગ સાથે 50 મીટર સુધીના વર્કિંગ લેન્થ પર કામ કરી શકાય છે. આ મશીન મદદથી નાનામાં નાની માણસના માથાના વાળ જેવી પાતળી નશ પણ એકદમ ક્લિયર જોઈ શકાય છે અને તરની પણ સારવાર કરી શકાય છે.
ન્યુરોસર્જન માટે નેવિગેશન અગત્યની મશીનરી આ ઉપરાંત ન્યુરો નેવિગેશન પણ ન્યુરોસર્જન માટે ખુબ જ અગત્યની મશીનરી છે. મગજ કે કરોડરજ્જુના ભાગે ઇજા પહોંચ્યા બાદ સારવાર કરવામાં આ મશીન ખુબ જ મદદરૂપ થાય છે. જેમાં ગુગલ મેપની જેમ ન્યુરો નેવિગેશન સર્જનને સર્જરી કરતા સમયે ઈન્ડિકેશન આપતું હોય છે. દાખલા તરીકે, કોઈ જગ્યાએ ગાંઠ છે, તો ગાંઠ કેવડી છે? ત્યાંથી કોઈ નળી પસાર થાય છે કે કેમ? સ્ક્રુ ફિટ કરવાના હોય યો ક્યાં ફિટ કરવા? કેટલા ઊંડે સુધી કરવા? યોગ્ય સ્થળ પર ફિટ થાય છે કે કેમ? તેની પણ માહિતી નેવિગેશન સેન્સર આધારે બતાવે છે અને જેના થકી ડોક્ટરોને સર્જરીમાં સરળતા થાય છે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં પ્રથમ વખત રાજકોટમાં કોન્ફોરન્સનું આયોજન થતા રાજકોટ ન્યુરોસર્જરીમાં વિશ્વના નકશામાં સ્થાન પામ્યું છે. આ માધ્યમથી જુનિયર તબીબોને પણ આંતરરાષ્ટ્રીય સ્તરની સારવાર અંગે પણ માર્ગદર્શન મેળવવાની સિદ્ધિ પ્રાપ્ત થઇ છે. આ પણ વાંચો…6 કરોડની વસતિ સામે ગુજરાતમાં 120 ન્યુરોસર્જન
