9 મિનિટ પેહલા
- કૉપી લિંક
દીપિકા પાદુકોણ ઘણીવાર સ્વાસ્થ્ય સંબંધિત મુદ્દાઓ પર ખુલીને વાત કરે છે. તાજેતરમાં, દીપિકાએ જણાવ્યું હતું કે તે હંમેશા તેના થેરાપી સેશનને પર્સનલ રાખતી હતી જેથી મીડિયાનું તેના પર કોઈ ધ્યાન ન પડે.
ધ સીઈઓ મેગેઝિન સાથે વાત કરતા દીપિકા પાદુકોણે કહ્યું, હું મારી કારકિર્દીની ટોચ પર હતી. બધું બરાબર ચાલી રહ્યું હતું. પરંતુ 2014માં એક સવારે, કામ કરતી વખતે, હું અચાનક બેહોશ થઈ ગઈ અને થોડા દિવસો પછી મને ખ્યાલ આવ્યો કે હું ડિપ્રેશનથી પીડાઈ રહી છું. મેં આ વિશે કોઈને કહ્યું નહીં. હું મુંબઈમાં એકલી રહેતી હતી, પણ કોઈની સાથે વાત શેર કરતી નહોતી. જ્યારે મમ્મી મુંબઈ આવી અને થોડા દિવસો પછી ગઈ, ત્યારે મને રડવાનું મન થયું. મને આખો દિવસ ખરાબ લાગી રહ્યું હતું, મેં જીવવાની ઇચ્છા ગુમાવી દીધી હતી.

દીપિકાના જણાવ્યા મુજબ, જ્યારે તેને ખબર પડી કે તે ડિપ્રેશન અને ચિંતાથી પીડાઈ રહી છે, ત્યારે તેણે એક થેરેપિસ્ટની સલાહ લીધી. દીપિકાએ કહ્યું, હું નહોતી ઇચ્છતી કે કોઈને ખબર પડે કે હું થેરાપિસ્ટ પાસે જઈ રહી છું. હું ખૂબ જ પર્સનલ રાખવા માગતી હતી કે હું કેવું અનુભવી રહી છું. પરંતુ જ્યારે હું સ્વસ્થ થવા લાગી, ત્યારે મને સમજાયું કે લોકોમાં માનસિક સ્વાસ્થ્ય પ્રત્યે શરમ રહેલી હોય છે અને આ મુદ્દે તેઓ ખુલીને વાત કરી શકતા નથી. આ પછી મેં આ વિષય પર મારો અવાજ ઉઠાવ્યો.

‘લીવ લવ લાફ’ ફાઉન્ડેશનની શરૂઆત કરી દીપિકાના મતે, થોડા સમય પછી તેણે નક્કી કર્યું કે તે આ વિશે ખુલીને વાત કરશે. એક્ટ્રેસે ડિપ્રેશન દરમિયાનની પોતાની સફરને એક મોટા પ્લેટફોર્મ પર દુનિયા સાથે શેર કરી. ડિપ્રેશનમાંથી બહાર આવ્યા પછી, દીપિકાએ ‘લિવ લવ લાફ’ ફાઉન્ડેશન શરૂ કર્યું, જેનો હેતુ માનસિક બીમારીથી પીડિત લોકોને મદદ કરવાનો છે.