47 મિનિટ પેહલા
- કૉપી લિંક
ગ્રેમી એવોર્ડ-નોમિનેટેડ આર એન્ડ બી સિંગર એન્જી સ્ટોનનું શનિવારે 63 વર્ષની વયે કાર અકસ્માતમાં અવસાન થયું. આ અકસ્માત અલાબામાના મોન્ટગોમરી શહેરમાં બન્યો હતો.
તેઓ હિપ-હોપ ટ્રાયો ધ સિક્વન્સમાં ભાગ લેવા માટે જાણીતી હતી. એન્જી સ્ટોન ઓલ-ફીમેલ હિપ-હોપ ટ્રાયો ધ સિક્વન્સના મેમ્બર હતા અને તેમના હિટ સોન્ગ ‘વિશ આઈ ડિડન્ટ મિસ યુ’ માટે જાણીતી હતા.
મેનેજરે અકસ્માત અંગે આપી જાણકારી મેનેજરે કહ્યું- સવારે લગભગ 4 વાગ્યે, સિંગર કારથી અલાબાથી એટલાન્ટા જઈ રહી હતી. તે સમયે કાર પલટી ગઈ અને એક મોટા ટ્રક સાથે અથડાઈ. તેમણે કહ્યું કે સ્ટોન સિવાય કાર્ગો વાનમાં બધા જ બચી ગયા.

અધિકારીઓ અકસ્માતની તપાસ કરી રહ્યા છે એક સમાચાર પ્રકાશનમાં જણાવ્યું હતું કે શનિવારે સવારે 4:25 વાગ્યે ઇન્ટરસ્ટેટ 65 પર 2021 મર્સિડીઝ-બેન્ઝ સ્પ્રિન્ટર વાન પલટી ગઈ અને પછી 33 વર્ષીય ટેક્સાસના એક વ્યક્તિ દ્વારા ચલાવવામાં આવતા 2021 ફ્રેઇટલાઇનર કાસ્કેડિયા ટ્રક સાથે અથડાઈ. હાઇવે પેટ્રોલિંગે જણાવ્યું હતું કે એન્જી સ્ટોનને ઘટનાસ્થળે જ મૃત જાહેર કરવામાં આવ્યા હતા. આ અકસ્માત મોન્ટગોમરી શહેરથી લગભગ 8 કિલોમીટર સાઉથમાં થયો હતો. સ્પ્રિન્ટર ડ્રાઇવર અને વાનમાં સવાર અન્ય સાત લોકોને સારવાર માટે બાપ્ટિસ્ટ મેડિકલ સેન્ટર લઈ જવામાં આવ્યા હતા. અધિકારીઓ અકસ્માતની તપાસ કરી રહ્યા છે.

એન્જી સ્ટોનની દીકરી એ સમાચાર આપ્યા સિંગરના મેનેજર, મિલ્સેપે જણાવ્યું હતું કે તેમને આ સમાચાર એન્જી સ્ટોનની દીકરી, ડાયમંડ અને ‘ધ સિક્વન્સ’ મેમ્બર બ્લોન્ડી તરફથી મળ્યાં છે. એન્જી સ્ટોનના બાળકો, ડાયમંડ અને માઈકલ આર્ચર, SRG ગ્રુપ દ્વારા શેર કરાયેલા એક નિવેદનમાં જણાવ્યું હતું કે – અમે હજુ પણ આ સમજવાનો પ્રયાસ કરી રહ્યા છીએ અને ખૂબ જ દુઃખી છીએ.
એક શોમાં પરફોર્મ કરવાનું હતું શનિવારે સેન્ટ્રલ ઇન્ટરકોલેજિયેટ એથ્લેટિક એસોસિએશન મેન્સ ચેમ્પિયનશિપ બાસ્કેટબોલ રમતમાં હાફટાઇમ શો દરમિયાન એન્જી સ્ટોનનું પરફોર્મ થવાનું હતું. સીઆઈએએના ધર્મગુરુ જેરોમ બાર્બરે રમત દરમિયાન એક મિનિટનું મૌન પાળવાની વિનંતી કરી.

એન્જી સ્ટોનના જીવનનો હિસ્સો હતું મ્યૂઝિક સંગીત હંમેશા એન્જી સ્ટોનના જીવનનો એક ભાગ રહ્યું છે. 1999માં એસોસિએટેડ પ્રેસ સાથેની મુલાકાતમાં, સ્ટોને તેની સિંગિંગ કરિયર વિશે વાત કરી હતી. તેમણે કહ્યું, હું એકમાત્ર સંતાન છું, તેથી મારા પિતા અને માતા મારું જીવન છે, અને જ્યારે હું નાની હતી, ત્યારે હું મારા પિતાનો ખૂબ આદર કરતી હતી. તેણે કહ્યું હતું કે- હું જે કરવા માગું તે કરી શકું છું