ઉના-ગીર રોડ પર ખાપટ ગામ નજીક આવેલી રાજ જિનિંગ મિલ પાસે બે બાઇક વચ્ચે સામસામે અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં બે યુવકોના મોત નિપજ્યા છે. મૃતક યુવકોની ઓળખ હરમડીયા ગામના 25 વર્ષીય ભરત ઓઘડભાઈ જેઠવા અને વડવિયાળા ગામના 21 વર્ષીય રાકેશ બાબુભાઈ સાંખટ તરીકે
.
અકસ્માત સમયે એક બાઇક પર ત્રણ સવાર હતા, જ્યારે બીજી બાઇક પર બે સવાર હતા. બંને બાઇક સામસામે ધડાકાભેર અથડાતા આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બે યુવકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા, જ્યારે અન્ય ત્રણ વ્યક્તિઓને ગંભીર ઈજાઓ થઈ છે. ગીર ગઢડા તાલુકાના વડવિયાળા અને હરમડીયા ગામના આ બાઇક સવારો વચ્ચે થયેલા અકસ્માતની જાણ થતાં સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

