વડોદરા શહેરનું કોટંબી ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ 230 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવ્યું હતું. અહીં ઇન્ટરનેશનલ મેચો સતત રમાઈ રહી છે. સચિન તેડુંલકર જેવા મહાન ક્રિકેટર પણ અત્યારે રમવા માટે આવ્યા છે, તેમ છતાં મુખ્ય રોડથી સ્ટેડિયમ તરફ જતો રસ્તો હજી
.
સ્ટેડિયમ જવાનો રસ્તો જ બનાવવાનું ભૂલી ગયા કે શું? બરોડા ક્રિકેટ એસોસિયેશન વર્ષો સુધી ક્રિકેટ સ્ટેડિયમ વિના જ રહ્યું હતું. જેના કારણે ક્રિકેટરોની ખાણથી જાણીતા વડોદરામાં ઈન્ટરનેશનલ મેચો રમાઇ રહી નહોતી. વર્ષો પછી અદ્યતન સુવિધાઓથી સજ્જ કોટંબી ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ વડોદરાને મળ્યું છે. અહીં ક્રિકેટરો માટે તમામ સુવિધાઓ ઉભી કરવામાં આવી છે, પરંતુ બરોડા ક્રિકેટ એસોસિયશન જાણે સ્ટેડિયમ તરફ જવાનો રસ્તો જ બનાવવાનું ભૂલી ગયું હોય તેમ લાગે છે. વડોદરા હાલોલ રોડ પર આવેલા કોટંબી ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ તરફ જવાના રોડ પર માત્ર કપચી જોવા મળી રહી છે.

ક્રિકેટર્સ અને મેચ જોવા આવતા ક્રિકેટ રસિકો પરેશાન સૌથી પહેલા આ સ્ટેડિમમાં ભારત અને વેસ્ટ ઇન્ડિઝ મહિલા ક્રિકેટ ટીમો વચ્ચે 3 મેચની વન ડે સિરીઝ રમાઈ, ત્યારબાદ વિમેન્સ પ્રિમિયર લીગની 6 મેચ રમાઈ અને હવે ઇન્ટરનેશનલ માસ્ટર્સ લીગની 6 મેચ રમાઈ રહી છે. અહીં ઇન્ટરનેશનલ કક્ષાના ક્રિકેટર્સ મેચો રમવા માટે આવે છે અને તેમને સ્ટેડિયમ સુધી પહોંચવા માટે ઉબડખાબડ રસ્તો છે. જેને કારણે ક્રિકેટર્સ અને મેચ જોવા આવતા ક્રિકેટ રસિકો પરેશાન થઈ રહ્યા છે.

પાર્કિંગ વ્યવસ્થા પણ ડબલ કરવામાં આવે તેવી માગ માત્ર રસ્તો જ નહીં પણ પાર્કિંગ પણ અહીંની મોટી સમસ્યા છે. 32 હજાર પ્રેક્ષકોની કેપેસિટી ધરાવતા આ સ્ટેડિયમમાં હજી માંડ અડધી સંખ્યામાં પ્રેક્ષકો મેચ જોવા માટે આવે છે. તેમ છતાં અહીં પાર્કિંગની સમસ્યા ઉભી થાય છે અને લોકોને રોડ પર જ વાહનો પાર્ક કરવા પડે છે. જ્યારે ટીમ ઇન્ડિયાના વિરાટ કોહલી અને રોહિત શર્મા જેવા દિગ્ગજો મેચ રમવા આવશે અને સ્ટેડિયમ હાઉસ ફૂલ થઈ જશે, ત્યારે શું હાલત થશે તે ચિંતાનો વિષય છે. જેથી પાર્કિંગ વ્યવસ્થા પણ ડબલ કરવામાં આવે તેવી લોકો માગ કરી રહ્યા છે.

ટ્રાફિકના કારણે 2 કલાક મોડા પહોંચે છે પ્રેક્ષકો આ ઉપરાંત વડોદરાથી હાલોલ તરફ જ્યાં સ્ટેડિયમ આવે તે સ્થળે કોઇ કટ આપવામાં આવ્યો નથી. જેથી વાહન ચાલકોને દોઢથી બે કિ.મી. દૂર જવુ પડે છે અને ત્યાંથી પરત આવીને સ્ટેડિયમમાં જવું પડે છે. જેના કારણે વડોદરા-હાલોલ હાઇવે પર 5થી 7 કિ.મી. સુધીનો ટ્રાફિકજામ થઈ જાય છે અને આ ટ્રાફિકજામના કારણે હજારો ક્રિકેટ રસિકો મેચમાં 2 કલાક મોડા પહોંચે છે અને વાહન ચાલકો હેરાન પરેશાન પણ થાય છે. આ સમસ્યાને પણ હલ કરવામાં આવે તેવી માગ ઉઠી રહી છે.

રસ્તો સારો બનાવવા લોકોએ માગ કરી કોટંબી ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં મેચ જોવા આવેલા મહેશભાઇએ જણાવ્યું હતું કે, અમે ઇન્ડિયા માર્સ્ટ્સ અને સાઉથ આફ્રિકા માસ્ટર્સ વચ્ચેની મેચ જોવા માટે અમે આવ્યા, પરંતુ અહીં રસ્તો કાચો છે. જેથી અમારું ટુ-વ્હીલર સ્લીપ ખાઈ શકે તેમ છે, આ રસ્તાને સારો બનાવવો જોઇએ. અહીં ખૂબ મુશ્કેલી પડે છે. બરોડા ક્રિકેટ એસોસિયશને આ બાબતે ગંભીરતાથી વિચારવું જોઇએ.