Gujarat ATS Operation: ગુજરાત ATS (Anti-Terrorism Squad) અને હરિયાણા STF(Special Task Force)ને આતંકવાદીઓને પકડવામાં મોટી સફળતા હાથ લાગી છે. બાતમીના આધારે ફરીદાબાદથી બે આતંકવાદીઓને ઝડપી લેવામાં આવ્યાં છે. હરિયાણા STF સાથે કરવામાં આવેલાં સંયુક્ત ઓપરેશનમાં બે આતંકવાદી સાથે હેન્ડ ગ્રેનેડનો જથ્થો પણ જપ્ત કરવામાં આવ્યો છે.
આ પણ વાંચોઃ અમદાવાદમાં ચાલુ પરેડમાં પોલીસ જવાનને આવ્યો હાર્ટ એટેક, CPR આપ્યા છતાં ના બચ્યો જીવ
મોડી રાત્રે હાથ ધરાયું ઓપરેશન
ગુજરાત ATS ને આતંકવાદીઓને પકડવામાં એક મોટી સફળતા મળી છે. હરિયાણા STF સાથે સંયુક્ત ઓપરેશન હાથ ધરી ઉત્તર પ્રદેશના ફરીદાબાદમાંથી બે આતંકીઓ સાથે હેન્ડ ગ્રેનેડનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ, ગુજરાત ATSને ઉત્તર પ્રદેશથી બાતમી મળી હતી કે, બે શંકાસ્પદ શખસો હેન્ડ ગ્રેનેડનો જથ્થા સાથે ઉત્તર પ્રદેશ પહોંચવાના છે. બાતમીના આધારે હરિયાણા STFને સાથે રાખી રવિવારે (2 માર્ચ) મોડી રાત્રે ઓપરેશન હાથ ધરવામાં આવ્યું અને બંનેને ઝડપી લેવાયા હતાં.
આ પણ વાંચોઃ જામનગરની ન્યુ સાધના કોલોનીમાં ઘર વિહોણા ફલેટ ધારકોએ આશરો આપવા ધારાસભ્યને કરી રજૂઆત
હરિયાણામાં ગુનો નોંધી હાથ ધરી તપાસ
સમગ્ર મામલે હરિયાણા STFમાં ગુનો નોંધવામાં આવશે અને ગુજરાત ATSના અધિકારીઓ ત્યાં પૂછપરછ માટે જઈ શકે છે. પૂછપરછમાં અનેક મોટા ખુલાસા થઈ શકે છે. બંને આરોપી સાથે કોઈ અન્ય સામેલ છે કે કેમ? આ સિવાય આ હેન્ડ ગ્રેનેડના જથ્થા સાથે તે શું કરવા માંગતા હતા? આ સિવાય આ આતંકીઓ કઈ સંસ્થા સાથે જોડાયેલા હતા તે વિશે પણ તપાસ કરવામાં આવશે. હાલ બંને આતંકીઓ પાસેથી મળી આવેલા ડિજિટલ પુરાવાની તપાસ કરવામાં આવી રહી છે.