મહેસાણા શહેરમાં એક એનિમેટેડ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ વીડિયોમાં રાધનપુર હાઈવે રોડને આઇકોનિક રોડ તરીકે દર્શાવવામાં આવ્યો છે. વાડિયો વાયરલ થતાં લોકોમાં ભારે કુતૂહલ સર્જાયું હતું. જોકે, મહેસાણા મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનરે સ્પષ્ટતા કરી
.
આ મામલે મનપાના ડે. કમિશનર દર્શન સિંહ ચાવડા એ નિવેદન આપ્યું કે આવો કોઈ પણ વીડિઓ અમારા દ્વારા જાહેર કરવામાં આવ્યો નથી.આ વીડિઓ ફેક છે.મનપા આઇકોનીક રોડના વીડિઓ જાહેર કરશે તો મીડિયા ને સાથે રાખી બતાવવામાં આવશે. હાલમાં આ વીડિઓ અમારા ધ્યાને આવ્યો છે જોકે આ વીડિઓ તદ્દન ફેક છે.
આ બનાવટી વીડિયોએ સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા જગાવી છે. લોકોએ આ વીડિયોને મોટા પ્રમાણમાં શેર કર્યો છે, જેના કારણે મહાનગરપાલિકાએ આ અંગે સ્પષ્ટતા કરવી પડી છે. આ ઘટના દર્શાવે છે કે સોશિયલ મીડિયા પર વાયરલ થતી માહિતીની સત્યતા ચકાસવી કેટલી મહત્વપૂર્ણ છે.