વલસાડ જિલ્લામાં ગત વર્ષે ઓક્ટોબર માસમાં આવેલા મીની વાવાઝોડાએ ખેડૂતોની કમર તોડી નાખી છે. જિલ્લાના 466 રેવન્યુ ગામો પૈકી 424 ગામોમાં આ વાવાઝોડાની અસર જોવા મળી હતી.
.
જિલ્લામાં કુલ 75,511 હેક્ટર જમીનમાં ડાંગરનું વાવેતર કરવામાં આવ્યું હતું. જેમાંથી 15,128 હેક્ટર વિસ્તારમાં વાવાઝોડાની અસર થઈ હતી. સર્વે મુજબ 6,047 હેક્ટર જમીનમાં 33 ટકાથી વધુ નુકશાન થયું છે. કુલ 13,852 ખેડૂતોને આશરે 10.28 કરોડની નુકશાની થઈ છે.
15મી ઓક્ટોબરે બપોરના સમયે વલસાડ જિલ્લા તેમજ દમણ અને દાદરા નગર હવેલી વિસ્તારમાં અચાનક હવામાન પલટાયું હતું. વીજળીના કડાકા અને ભારે પવન સાથે વરસાદ તૂટી પડ્યો હતો. આ નુકશાનીનું સર્વે કરવા માટે કલેક્ટર અને DDOના માર્ગદર્શન હેઠળ 16 ટીમો બનાવવામાં આવી હતી.

પાંચ મહિના વીતી ગયા છતાં રાજ્ય સરકાર તરફથી વળતરની કોઈ જાહેરાત કરવામાં આવી નથી. બજેટમાં પણ આ અંગે કોઈ જોગવાઈ કરવામાં આવી નથી. આના કારણે ખેડૂતોની સ્થિતિ વધુ કફોડી બની છે. ખેડૂતોને હવે રાજ્ય સરકાર તરફથી વહેલી તકે વળતર મળે તેવી આશા છે.
વલસાડ જિલ્લાના 6 તાલુકાઓમાં ડાંગરના પાકને થયેલા નુકશાની
તાલુકો | ગામ | ખેડૂતો | વિસ્તાર( હેક્ટરમાં) | નુકશાની |
વાપી | 25 | 252 | 945 | 15.44 લાખ |
ઉમરગામ | 50 | 357 | 1,521 | 33.56 લાખ |
કપરાડા | 98 | 3,785 | 5,518 | 2.70 કરોડ |
ધરમપુર | 108 | 3,434 | 3,274 | 2.50 કરોડ |
પારડી | 51 | 2,834 | 1,570 | 2.38 કરોડ |
વલસાડ | 92 | 3,190 | 2,300 | 2.19 કરોડ |
કુલ | 424 | 3,852 | 15,128 | 10.28 કરોડ |






