- Gujarati News
- Business
- 1 Lakh Crore In Dormant Accounts In The Country, Increasing The Risk Of Financial Fraud From Such Accounts
નવી દિલ્હી26 મિનિટ પેહલા
- કૉપી લિંક
આરબીઆઇએ બેન્કોમાં વધી રહેલા ફ્રીઝ અને નિષ્ક્રીય ખાતાઓ પર ચિંતા વ્યક્ત કરી છે. RBIએ બેન્કોને આ પ્રકારના ખાતાની સંખ્યાને ઘટાડવા માટે તાત્કાલિક રીતે પગલાં લેવા માટેનો નિર્દેશ આપ્યો છે. તેમાં ઇનઑપરેટિવ એટલે કે નિષ્ક્રીય બેન્ક ખાતાને ફરીથી ચાલુ કરવાની પ્રક્રિયા તેમાં સામેલ છે. બેન્કોને આવા ખાતાઓના કેવાયસી માટે મોબાઇલ અથવા ઇન્ટરનેટ બેન્કિંગ, નૉન-હોમ બ્રાંચ, વીડિયો કસ્ટમર આઇડેંટિફિકેશન જેવી પ્રક્રિયા અપનાવવા કહ્યું છે. તે ઉપરાંત આરબીઆઇએ બેન્કોને આવા ખાતામાં કેન્દ્ર અથવા રાજ્ય સરકારોની વિભિન્ન સ્કીમ મારફતે અવિરતપણે રકમ જમા થતી રહે તે પણ સુનિશ્ચિત કરવા કહ્યું છે.
RBIએ બેન્કોને ત્રિમાસિક આધાર પર પોર્ટલ મારફતે ઇનઑપરેટિવ ખાતા પર રિપોર્ટ જારી કરવા કહ્યું છે. એક વિશ્લેષણ અનુસાર, કેટલીક બેન્કોમાં અન્ય તમામ ડિપોઝિટની તુલનાએ દાવો ન કરાયેલી રકમ સૌથી વધુ છે. સરકારી ડેટા અનુસાર, 2023ના અંત સુધી આવા ખાતામાં રૂ.1 લાખ કરોડથી વધુ રકમ ફસાયેલી હતી. તેમાંથી અંદાજે રૂ.42 હજાર કરોડ અનક્લેમ્ડ છે. ડિસેમ્બર 2023માં નાણા મંત્રાલયે સંસદમાં આપેલી માહિતમાં જણાવ્યું હતું કે માર્ચ 2023માં બેન્કોમાં અનક્લેમ્ડ ડિપોઝિટ વાર્ષિક 28% વધીને 42,270 કરોડ સુધી પહોંચી હતી.
ભાસ્કર એક્સપ્લેનર: એ બધું જ જે તમારા માટે જાણવું જરૂરી છે
- નિષ્ક્રિય ખાતાને ફરીથી સક્રિય કરવા કેમ મહત્ત્વપૂર્ણ છે?
- તેનાથી ગ્રાહકોને અવિરતપણે લેવડદેવડની સુવિધા મળશે. ખાતા ફરીથી સક્રિય કરવાથી ન માત્ર નાણાકીય સમાવેશીતામાં મદદ મળે છે, પરંતુ જમા રકમની સુરક્ષા પણ થાય છે. સાથે જ છેતરપિંડી પર અંકુશ લગાવી શકાય છે.
- નિષ્ક્રિય ખાતા કઇ રીતે છેતરપિંડીનું જોખમ વધારે છે?
- RBIએ આ વર્ષની શરૂઆતમાં બેન્કોને એવા ખાતાની સમીક્ષા કરવાનો નિર્દેશ આપ્યો હતો, જેમાં ખાતાધારક તરફથી એક વર્ષથી વધુ સમયથી લેવડદેવડ થઇ હોય. સાથે જ, ફ્રોડનું જોખમ ઘટાડવા માટે બેન્કોને હાલમાં જ ફરીથી સક્રિય કરાયેલા ખાતાનું ઓછામાં ઓછું છ મહિના સુધી મોનિટરિંગ કરવાનો દિશાનિર્દેશ અપાયો છે. બર્ગિયન લૉના સીનિયર પાર્ટનર કેતન મુખીજા અનુસાર, મોનિટરિંગ ઘટવાથી આ ખાતાઓને અનેકવાર કૌભાંડ તેમજ ચોરી માટે ટાર્ગેટ કરવામાં આવે છે.
- 9 મહિનામાં દેશમાં સાઇબર ફ્રોડને કારણે રૂ.11,333 કરોડનું નુકસાન
- ગૃહ મંત્રાલયઅનુસાર, 2024ના પહેલા નવ મહિના દરમિયાન સાયબર ફ્રોડને કારણે ભારતને રૂ.11,333 કરોડનું નુકસાન થયું છે.
- 20% જનધન એકાઉન્ટ નિષ્ક્રિય
- નાણા રાજ્ય મંત્રી ભગવત કે કરાડના જણાવ્યા અનુસાર, ડિસેમ્બર 2023 સુધીમાં લગભગ 20% પ્રધાનમંત્રી જન ધન યોજના ખાતા નિષ્ક્રિય હતા. આનો અર્થ એ થયો કે કુલ 51 કરોડ જનધન ખાતાઓમાંથી લગભગ 10.3 કરોડ ખાતા નિષ્ક્રિય હતા.
- {નિષ્ક્રિય ખાતાને એક્ટિવ કઇ રીતે કરી શકાય છે?
- બેન્ક ઇનઑપરેટિવ બેન્ક એકાઉન્ટ્સને એક્ટિવ કરવા માટે કોઇ ચાર્જ વસૂલી શકે નહીં. એટલે કે સંપૂર્ણપણે પ્રક્રિયા નિ:શુલ્ક છે. આવા ખાતાધારકો બેન્કની શાખા પર જઇને પોતાના હસ્તાક્ષરથી ખાતું એક્ટિવ કરવા માટે કેવાયસી ફોર્મ ભરી શકે છે.