નવી દિલ્હી58 મિનિટ પેહલા
- કૉપી લિંક
- મેન્યુફેક્ચરિંગ ફંડ્સનું રિટર્ન 25% સુધી, કુલ રજૂ થયેલા ફંડમાં 94 રોકાણ માટે ઉપલબ્ધ
ભારતીય શેરમાર્કેટ રોકાણકારો-ટ્રેડર્સ માટે ઉત્તમ સાબીત થઇ રહ્યું છે. ઇક્વિટી માર્કેટની સાથે પ્રાઇમરી માર્કેટમાં પણ રોકાણકારો કમાણી કરી રહ્યાં છે. વર્ષ 2024માં આઇપીઓ તેમજ મ્યુચ્યુઅલ ફંડ માટે ઉત્તમ વર્ષ સાબિત થઈ રહ્યું છે. આ વર્ષે અત્યાર સુધીમાં 117 નવી ફંડ ઑફર્સ (NFOs) રજૂ કરવામાં આવી છે. શરૂઆતથી અત્યાર સુધીમાં સરેરાશ 31.9% સુધીનું રિટર્ન આપ્યું છે. તેમાંથી 94 NFOs રોકાણ માટે ઉપલબ્ધ છે. આ વર્ષે પહેલી જાન્યુઆરીથી 30 જૂનની વચ્ચે 24 એક્સચેન્જ ટ્રેડેડ ફંડ્સ (ETF) રજૂ કરવામાં આવ્યા હતા. તેમાંથી 21 ફંડ્સને એક મહિનાથી વધુ સમય થઈ ગયો છે.
એકે હમણાં જ NFO મુદત (15-20 દિવસ) પૂર્ણ કરી છે જ્યારે બે હજુ એનએફઓ આ સમયગાળામાં છે. શરૂઆતથી તેઓએ 3-32% રિટર્ન આપ્યું છે. ઝરોધા નિફ્ટી 1D રેટ લિક્વિડ ઇટીએફ 167 દિવસ પહેલાં રજૂ કરવામાં આવ્યું હતું, તેણે માત્ર 2.99% રિટર્ન આપ્યું છે.
નવા સિલ્વર ETFનું 22%, ગોલ્ડ ETFનું 14% સુધી રિટર્ન
નવા રજૂ થયેલા સિલ્વર ETFનું રિટર્ન ગોલ્ડ ઇટીએફ કરતાં દોઢ ગણું છે. ઉદાહરણ તરીકે, તાતા ગોલ્ડ ઇટીએફ અને તાતા સિલ્વર ઇટીએફ રજૂ થયાને 172 દિવસ થયા છે. જ્યારે તાતા ગોલ્ડ ETF એ અત્યાર સુધીમાં 14% રિટર્ન આપ્યું છે, જ્યારે તાતા સિલ્વર ETF એ 22% થી વધુ રિટર્ન આપ્યું છે.
2024માં ઇન્ડેક્સ ફંડ્સનું રિટર્ન 24 ટકા સુધી
2024માં અત્યાર સુધીમાં 27 ઈન્ડેક્સ ફંડ રજૂ કરવામાં આવ્યા છે. જેમાંથી 23 ફંડ્સે એક મહિનો પૂરો કર્યો છે. એકે હમણાં જ એનએફઓ મુદત પૂર્ણ કરી છે, જ્યારે ત્રણ હજુ એનએફઓ આ સમયગાળામાં છે. શરૂઆતથી તેમનું રિટર્ન 24% સુધી રહ્યું છે. નિપ્પોન ઈન્ડિયા નિફ્ટી બેંક ઈન્ડેક્સ ફંડે 11.8% રિટર્ન આપ્યું છે, જ્યારે નિપ્પોન નિફ્ટી આઈટી ઈન્ડેક્સ ફંડમાં રોકાણકારો 4.7% ગુમાવ્યા છે.